તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Third Phase In Bengal, The Last Phase Of Polling In Assam Continues; Voting On All Seats In Tamil Nadu Kerala And Puducherry

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 રાજ્યોમાં ચૂંટણી:બંગાળમાં 77.68% મતદાન; મહલાપારામાં TMCના ઉમેદવાર પર હુમલો, BJP પર આરોપ

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • આ બેઠકો પર 5857 ઉમેદવારો મેદાનમાં
  • સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસને કર્યું મતદાન

ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની 475 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન યોજાયુ હતું. આ બેઠકો પર 5857 ઉમેદવારો મેદાનમાં છે. બંગાળ અને આસામમાં આ ત્રીજા તબક્કામુ મતદાન હતું. આસામમાં આ સાથે જ ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. બીજી તરફ, આજે એક તબક્કામાં તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં મતદાન થયું.

સાંજે 5ઃ30 વાગ્યા સુધી એટલે કે સાડા દસ કલાકમાં બંગાળમાં 77.68% મતદાન નોંધાયું છે. આ દરમિયાન પુડુચેરીમાં 77.90% મતદાન થયું છે. જ્યારે તામિલનાડુમાં 63.47%, કેરળમાં 69.95 % અને આસામમાં 78.94% મતદાન નોંધાયું છે.

અપડેટ્સ

- બંગાળના મહલાપારામાં TMC ઉમેદવાર સુજાતા મંડલ પર હુમલો થયો છે. TMC સાંસદ ડેરેક ઓ'બ્રાયને ભાજપ પર હુમલાનો આરોપ લગાવ્યો છે.

- બંગાળમાં BJPએ આરોપ લગાવ્યા છે કે TMCના ગુંડા દગીરા બાદુલદંગામાં લોકોને મતદાન કરવાથી અટકાવી રહ્યા છે. દક્ષિણ 24 પરગનાની ડાયમંડ હાર્બર બેઠક પરથી BJP ઉમેદવાર દીપર હલદરે ચૂંટણી પંચમાં આ મુદ્દે ફરિયાદ કરી છે.

- બંગાળના ઉલુબેડિયામાં TMC નેતાના ઘરેથી EVM અને VVPAT મળ્યું છે. આ મામલે ચૂંટણી પંચે સેકટર અધિકારી તપન સરકારને સસ્પેન્ડ કર્યા છે. પંચે કહ્યું છે કે આ રિઝર્વ EVM અને VVPAT હતુ, તેને હવે ચૂંટણી પ્રક્રિયામાંથી દૂર કરી દેવામાં આવ્યું છે. આ મુદ્દે સામેલ તમામ લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

- બંગાળમાં મતદાન કરતા પહેલા જ હિંસા થઈ છે. દક્ષિણ 24 પરગણાના કેનિંગ વેસ્ટ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના કાર્યકરને માર મારવાના સમાચાર છે. જ્યારે, હુગલીમાં ભાજપ સમર્થકની પત્નીની હત્યા કરવામાં આવી હતી. તેના આરોપ ટીએમસી સામે લગાવવામાં આવ્યા છે. બીજી તરફ દુર્ગાપુરના કેનિંગ ઇસ્ટમાં ISF અને ટીએમસી કાર્યકરોનું એકબીજા સાથે ઘર્ષણ થયું હતું.

- મેટ્રોમેન ઇ. શ્રીધરન કેરળના પોન્નાની મતદાન મથક પર મત આપવા માટે પહોંચ્યા હતા. તે પલક્કડથી ભાજપના ઉમેદવાર પણ છે. ઇ શ્રીધરને મત આપ્યા પછી કહ્યું હતું કે તેઓ મોટા અંતરથી જીતશે. ભાજપમાં તેમના પ્રવેશથી પાર્ટીને નવી છબી મળી છે.

સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસને કર્યું મતદાન
મક્કલ નિધિ મય્યમ (MNM)ના ચીફ કમલ હાસન ચેન્નાઈ હાઇસ્કૂલ મતદાન મથક પર પોતાનો મત આપવા પહોંચ્યા હતા. તે કોઇમ્બતુર દક્ષિણ બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત ચેન્નાઈના સ્ટેલા મમેરિસના મતદાન મથક પર મત આપવા માટે પહોંચ્યા હતા.

દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત ચેન્નાઈના સ્ટેલા મમેરિસના મતદાન મથક પર મતદાન કર્યું હતુ.
દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંત ચેન્નાઈના સ્ટેલા મમેરિસના મતદાન મથક પર મતદાન કર્યું હતુ.
પોતાની બંને પુત્રીઓ સાથે કમલ હાસન ચેન્નાઈ હાઇસ્કૂલ મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા
પોતાની બંને પુત્રીઓ સાથે કમલ હાસન ચેન્નાઈ હાઇસ્કૂલ મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા

બંગાળ : અભિષેક બેનર્જી જે બેઠક પરથી સાંસદ ત્યાં પણ મતદાન

  • પશ્ચિમ બંગાળમાં ત્રીજા તબક્કામાં 31 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં 205 ઉમેદવારો મેદાનમાં છે. તેમાં 13 મહિલાઓ છે. આ બેઠકો 3 જિલ્લા હુગલી, હાવડા અને દક્ષિણ 24 પરગણામાં છે. ચૂંટણીમાં બધાની નજર હુગલી જિલ્લાની તારકેશ્વર બેઠક પર છે. ભાજપે અહીંથી સ્વપ્ન દાસગુપ્તાને ટિકિટ આપી છે. તેઓ રાજ્યસભાના પૂર્વ સાંસદ, પત્રકાર અને પદ્મ ભૂષણ એવોર્ડ વિજેતા પણ છે. ટીએમસીએ રામેન્દુ સિંધા રોયને અહીંથી ટિકિટ આપી હતી.
  • આ ઉપરાંત આરામબાગ બેઠક પર હાઇપ્રોફાઇલ છે. અહીંથી TMCએ BJP સાંસદ સૌમિત્ર ખાનના પત્ની સુજાતા મંડલ ખાનને ટિકિટ આપી છે. ભાજપે મધુસુદન બેગને મેદાનમાં ઉતાર્યા છે. ડાયમંડ હાર્બર લોકસભા બેઠક હેઠળ આવતી બેઠકો પર પણ લોકોની નજર છે. અહીંથી મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સાંસદ છે.

2016માં TMCએ જીતી હતી 31માંથી 29 બેઠક

  • 2016માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં આ 31માંથી 29 બેઠક તૃણમૂલ જ્યારે 2 લેફ્ટે જીતી હતી. મત ટકાવારીની વાત કરીએ તો, આ બેઠકો પર TMCને 5૦%, ડાબેરીઓને 37% અને ભાજપને 7% મત મળ્યા છે. આજે ત્રીજા તબક્કાના મતદાનમાં 78,52,425 લોકો મતદાન કરશે. જેમાં 39,93,280 પુરુષો અને 38,58,902 મહિલાઓનો સમાવેશ કરવામાં આવશે. તેમાંથી, 2,30,055 મતદારો એવા હશે જે પ્રથમ વખત મત આપશે. 1,26,148 મતદારો એવા હશે જેઓ 80 વર્ષની વય પર કરી ચૂક્યા છે.
  • સૌથી વધુ 11 ઉમેદવાર ડાયમંડ હાર્બર બેઠક પરથી મેદાનમાં છે. 8,840 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. આ તબક્કા માટે સુરક્ષા દળોની 832 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. દક્ષિણ 24 પરગણામાં 307, હુગલીમાં 167 અને હાવડામાં 144 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. બંગાળમાં, પ્રથમ તબક્કા હેઠળ 27 માર્ચે અને બીજા તબક્કા હેઠળ 1 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતુ. અહીં ચોથા તબક્કાના મતદાન 10 એપ્રિલના રોજ યોજાશે.

આસામ : પરિવહન, શિક્ષણ મંત્રી અને આરોગ્ય મંત્રીનું ભાવી નક્કી થશે

  • આસામમાં ત્રીજા તબક્કા અને છેલ્લા તબક્કામાં 40 વિધાનસભા બેઠકો પર ચૂંટણી છે. આ તબક્કામાં 373 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. તેમાં 325 પુરુષ અને 12 મહિલા ઉમેદવારો છે. આ તબક્કામાં રાજ્યના આરોગ્ય પ્રધાન અને ભાજપના નેતા હિંમંતા બિસ્વા સરમા જલુકબરીથી ચૂંટણી લડી રહ્યા છે. પરિવહન પ્રધાન ચંદ્ર મોહન પટોવરી ધરમપુર, શિક્ષણ પ્રધાન સિદ્ધાર્થ ભટ્ટાચાર્ય ગૌહાટી પૂર્વ અને ભાજપ પ્રદેશ પ્રમુખ રણજિત કુમારદાસ પતાચાર્કુચી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
  • અહીં 79,19,641 મતદારો મતદાન કરશે. આમાં 40,11,539 પુરુષો, 39,07,963 મહિલાઓ અને 139 ટ્રાંસજેન્ડરનો સમાવેશ થાય છે. આ ચૂંટણી માટે પેરા મિલેટરી ફોર્સની 320 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. 2016ની ચૂંટણીમાં કોંગ્રેસને 30.9% તો તેના સાથી સહયોગી AIUDFને 13% મત મળ્યા હતા. ભાજપને 20.5% જ્યારે તેના સાથી AGPને 8.1% અને BPFને 3.9% મત મળ્યા હતા. ભાજપ અને તેના સાથી પક્ષોએ મળીને 126માંથી 86 બેઠકો જીતી હતી.

કેરળ : ભાજપે લગાવી સંપૂર્ણ તાકાત, 140 બેઠકો પર મતદાન
કેરળની તમામ 140 બેઠકો માટે ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો પર 957 ઉમેદવારો મેદાનમાં છે. અહીં કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર છે અને રાજ્યમાં તે ખૂબ જ મજબુત છે, પરંતુ ભાજપે પણ આ ચૂંટણીમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. વાયનાડના કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનું કેરળ પર વિશેષ ધ્યાન છે. અહીં લેફ્ટ LDF, કોંગ્રેસ UDF અને ભાજપ NDA ગઠબંધન હેઠળ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીમાં 2,74,46,039 મતદારો મત આપશે તેમાં 1,32,83,724 પુરૂષો, 1,41,62,025 મહિલાઓ અને 1,41,62,025 ટ્રાંસજેન્ડર છે.

તામિલનાડુ : 234 બેઠકો પર 3,998 ઉમેદવાર

  • તમિલનાડુમાં 234 બેઠકો પર ચૂંટણી છે. આ માટે 3,998 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં 6.28 કરોડ મતદારો છે. જેમાં 3.08 કરોડ પુરુષો અને 3.18 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે. તમિળનાડુમાં AIADMKની સાથે ભાજપ અને PMK અને કેટલાક નાના પક્ષો ચૂંટણી લડી રહ્યા છે. DMK સાથે કોંગ્રેસ CPI(M) અને 10 નાના પક્ષો મળીને ચૂંટણી લડી રહ્યા છે. કમલ હાસન પણ અહીં ચૂંટણી લડી રહ્યા છે. તેમની પાર્ટી MNM સાથી પક્ષો સાથે ચૂંટણી લડી રહી છે.
  • અહીં 88,936 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 8,97,694 મતદારો છે જે પ્રથમ વખત મત આપશે. ચૂંટણી માટે 23,000 સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 2016ની ચૂંટણીમાં કોંગ્રેસ અહીં 15, AINCએ 8, AIADMKએ 4, DMKએ 2 બેઠકો જીતી હતી. ભાજપ તે સમયે એક પણ બેઠક જીતી શક્યું ન હતું.

પુડ્ડુચેરી: દરેક વ્યક્તિએ મોટા-મોટા વચનો આપ્યા

  • રાષ્ટ્રપતિ શાસન સહન કરતી પુડુચેરીની તમામ 30 બેઠકો પર પણ આજે મતદાન ચાલી રહ્યું છે. આ બેઠકો પર 324 ઉમેદવારો મેદાનમાં છે અને 10,04,507 મતદારો મતદાન કરશે. અહીં ચૂંટણી જીતવા માટે બંને પક્ષોએ વચનોની લહાણી કરી છે. ભાજપે પુડુચેરીને વિશેષ કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો આપવાનું વચન આપ્યું છે, જ્યારે કોંગ્રેસ ભૂતપૂર્વ રાજ્યનો દરજ્જો આપવા એક પગલુ આગળ વધ્યું છે. ભાજપના વચનોમાં રાજ્યના ભંડોળને 25થી વધારીને 40 ટકા કરવાનું સામેલ છે.
  • કોંગ્રેસે રાજ્યની તમામ લોન માફ કરવાનું વચન, તમામને મફત કોરોના વેક્સિન, SC, ST, OBC અને માછીમારોની યુવતીઓને મફત શિક્ષણ આપવાનું વચન પણ આપ્યું છે. અહીં કોંગ્રેસ અને ભાજપ ઉપરાંત કમલ હાસનની પાર્ટી મક્કલ નિધિ મય્યમ (MNM) પણ મેદાનમાં છે. ભાજપ અહીં ગઠબંધનમાં ચૂંટણી લડી રહી છે. ભાજપ અહીં 9, AINC 16 અને AIADMK 5 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. કોંગ્રેસ શાસિત વી નારાયણસ્વામીની સરકાર પડ્યા પછી અહીં ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો