તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Thief Was Caught And Punished By The Taliban, He Kept On Interrogating Himself Like The Police, The Thief Told Himself That He Was The Informer Of The Police, Kanpur Police, BJP Parshad, Naubasta, Talibani, Kanpur

BJP કાઉન્સિલરે યુવકને ઝાડ સાથે બાંધીને માર્યો:કાનપુરમાં ચોરીની શંકામાં યુવકનાં કપડાં પણ ફાડી નાખ્યાં, 5 દિવસ પહેલાં સ્વચ્છતા અધિકારીને બંધક બનાવવાનો પ્રયત્ન કર્યો હતો

કાનપુર(ઉત્તરપ્રદેશ)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તરપ્રદેશના કાનપુરમાં બિનગવાં વોર્ડ-87થી ભાજપની કોર્પોરેટર પાર્ષદ મેનકા સિંહ સેંગરની દંબગાઈ થોભવાનું નામ નથી લઈ રહી. તેમણે ચોરીની શંકામાં એક યુવકને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો અને તેના કપડા પણ ફાડી નાખ્યાં. આ દરમિયાન પીડિત માફી માગી કગરતો હતો પરંતુ કોઈને તેના પર દયા ન આવી. લોકો ભીડ એકઠી કરીને તમાશો જોતા હતાં. કોઈ પોલિસકર્મીની જેમ કોર્પોરેટર મેનકા સિંહનો બંધક બનેલા યુવક સાથે પૂછપરછનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પહેલા 26 ઓગસ્ટે મેનકા સિંહ સેંગરે નગર નિગમના સ્વચ્છતા અધિકારીને તેમના કાર્યાલયમાં જ બંધક બનાવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેઓ ભીડ લઈને કાર્યાલય પહોંચી હતી. આ પ્રકરણમાં મંગળવારની રાતે કોર્પોરેટર પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યાંજ યુવકની મારપીટ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે.

સ્થાનીક લોકોએ યુવકને પકડ્યો હતો
મંગળવારે સાંજે નૌબાસ્તા પોલીસ સ્ટેશન વિસ્તારના બ્રહ્મનગર વિસ્તારમાં ચોર હોવાની શંકાના આધારે બિધનુનો રહેવાસી રવિ ઉર્ફે બિલ્લી નામનો યુવક પકડાયો હતો. ચોર પકડાતા જ કાઉન્સિલરને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચતા કાઉન્સિલર અને સ્થાનિકોએ તેને માર માર્યો હતો. તેના કપડાં ફાડી તેને ઝાડ સાથે બાંધી દીધો. ત્યારબાદ કાઉન્સિલરે પોલીસની જેમ તેની પૂછપરછ શરૂ કરી હતી. તેણે તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ દરમિયાન ચોરે પોતાને પોલીસ બાતમીદાર ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે વ્યક્તિએ એમ પણ જણાવ્યું હતું કે 4 ચોરને પણ પકડાવ્યા છે. જોકે પોલીસે તેની હજી સુધી કોઈ પુષ્ટિ કરી નથી.

પોતાને પોલીસનો બાતમીદાર ગણાવી રહ્યો હતો
વાઈરલ વીડિયોમાં ચોર પોતાને પોલીસનો બાતમીદાર ગણાવી રહ્યો હતો. તેણે એમ પણ જણાવ્યું કે એરિયમાં તેણે 4 લાખની ચોરી પણ કરી હતી અને એક મહિલાની સોનાની ચેન પણ ચોરી હતી.

વિવાદોથી જૂનો સંબંધ રહ્યો છે
ભાજપ કાઉન્સિલરે 6 દિવસ પહેલા 26 ઓગસ્ટે જોન-3 સ્થિત નગર નિગમના ઝોનલ કાર્યાલયમાં મોટો હોબાળો કર્યો હતો. તે દરમિયાન ઓફિસમાં ઝોનલ સ્વચ્છતા અધિકારી સુરેશ કુમારને બંધક બનાવાનો પ્રયત્ન કર્યો હતો. પાછલા વર્ષે નગર નિગમ સદનની કાર્યવાહી દરમિયાન અધિકારીઓને ચપ્પલથી મારવાની વાત કહી હતી. આ મુદ્દે અધિકારીઓએ સદનનો બહિષ્કાર કર્યો હતો.

કાઉન્સિલર વિરુદ્ધ FIR દાખલ
નૌબાસ્તા એસઓ સતીશ સિંહે જણાવ્યું હતું કે, 26 ઓગસ્ટે ઝોન-3 ઓફિસમાં ઝોનલ સેનિટેશન ઓફિસરને બંધક બનાવવાના મામલે કાઉન્સિલર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. ઝોનલ સેનિટેશન ઓફિસર સામે હુમલો, જીવને જોખમ, સરકારી કામમાં અવરોધ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. એસઓએ જણાવ્યું હતું કે જો ચોરીની શંકામાં પકડાયેલા યુવક ફરીયાદ કરશે તો આ કેસમાં કાઉન્સિલર સામે એફઆઈઆર પણ નોંધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...