સરકારી શાળાના શિક્ષકો દ્વારા લેવાતા ટ્યૂશન વર્ગોની સતત વધતી પ્રથા અંગે મદ્રાસ હાઇકોર્ટે ટકોર કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ એસ.એમ. સુબ્રમણ્યમએ ટકોર કરી હતી કે શિક્ષકોમાં ટ્યૂશનના વર્ગો અને પાર્ટટાઇમ ધંધો કરવાની પ્રવૃત્તિઓ કેન્સરની જેમ ફેલાઇ રહી છે, તેઓમાં વધુ પૈસા કમાવાની લાલચ વધી રહી છે. આ પ્રકારે કામ કરવાની છૂટ આપીને સરકાર શિક્ષકો પોતાના કર્તવ્યો પ્રત્યે પ્રતિબદ્વ અને સમર્પિત રહેશે તેવી આશા રાખે તે વ્યર્થ છે.
આ સાથે જ કોર્ટે જાતે આ મામલે સતર્ક બનીને સ્કૂલના શિક્ષણ વિભાગના પ્રમુખ સચિવ અને શિક્ષણ કમિશનરને શિક્ષકો દ્વારા કરવામાં આવતી ગેરરીતિની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. તે ઉપરાંત ટ્યૂશન કે અન્ય કોઇ ધંધામાં સક્રિય એવા સરકારી શિક્ષકો પર નજર રાખી શકાય તેવી માર્ગદર્શિકા બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.
એક સરકારી શાળાની શિક્ષિકાની અરજી પર હાઇકોર્ટે સુનાવણી દરમિયાન આ નિર્દેશો આપ્યા હતા. શિક્ષિકાએ પોતાના પતિની 30 કિલોમીટરના દાયરામાં ટ્રાન્સફરની માંગ કરી, જે એક સરકારી શિક્ષક પણ હતા. જેના પર સુનાવણી હાથ ધરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.