• Gujarati News
  • National
  • The Teenager Was Raped On A Bike, The Locals Burned Him Alive With The Bike; Death Of One

ગેંગરેપના આરોપીઓને જીવતા સળગાવ્યા:માતા-પિતાને ભોળવી કિશોરીને બાઈક પર લિફ્ટ આપી, બંનેએ દુષ્કર્મ આચર્યું; સ્થાનિકોએ બાઈક સાથે હોમી દીધા

ઝારખંડ | ગુમલા21 દિવસ પહેલા

ઝારખંડના ગુમલામાં બુધવારે સ્થાનિકોના ઝૂંડે બાઇક સહિત કિશોરી સાથે ગેંગરેપના બે આરોપીઓને જીવતા સળગાવી દીધા હતા. જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ કેસ જિલ્લા મુખ્યાલયથી લગભગ 15 કિમી દૂર સદર પોલીસ સ્ટેશન વિસ્તારના બસુઆ પંચાયતના ગામનો છે.

મૃતકની ઓળખ સુનીલ ઉરાં તરીકે થઈ છે. જ્યારે આશિષ ઉરાંની સ્થિતિ ગંભીર છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના પછી વિસ્તારમાં અફરા-તફરીની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. પરંતુ ત્યારપછી પોલીસે ત્યાં હાજરી આપી સમગ્ર તપાસ હાથ ધરી દીધી છે.

બાળકી ગંભીર સ્થિતિમાં મળી આવી
સ્થાનિકોએ જણાવ્યું કે કિશોરી તેના માતા-પિતા સાથે લોહરદગાના ભંડારામાં ગઈ હતી. માતા-પિતા દીકરીને પરત ફરવા માટે બસ સ્ટેન્ડ પર ઉભા હતા. આ દરમિયાન ગામનો એક યુવક તેના પાડોશના ગામના મિત્ર સાથે બાઇક પર પહોંચ્યો હતો. પરિવારને પૂછ્યું કે રસ્તામાં કેમ ઉભા હતા. બાળકીના પિતાએ જણાવ્યું કે તેઓ બસની રાહ જોઈ રહ્યા છે. ઘરની બહાર બધું જ પડ્યું છે.

બંને યુવકો સગીર યુવતીને બાઇક પર પોતાની સાથે લઇ ગયા હતા અને ઝડપથી ઘરે લઈ જઈશું તેમ કહીને નીકળી ગયા હતા. મોડી સાંજે 7 વાગ્યે માતા-પિતા ઘરે પહોંચ્યા ત્યારે બાળકી ઘરે નહોતી પહોંચી. ત્યારપછી પરિવારના સભ્યો બાળકીને શોધવા નીકળ્યા તો બાજુના ગામમાં બાળકી ગંભીર સ્થિતિમાં મળી આવી હતી.

પોલીસે કેસની તપાસ શરૂ કરી
પોલીસે કેસની તપાસ શરૂ કરી

યુવતીએ આ ઘટના પરિવારને જણાવી
યુવતીએ તેના પરિવારજનોને જણાવ્યું કે બંને યુવકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. ત્યારપછી પરિવારના સભ્યો બંને યુવકોને શોધવા નીકળ્યા હતા. તપાસ દરમિયાન બાજુના ગામમાં બંને યુવાનો બાઇક સાથે ઘેરાઇ જોવા મળતા સ્થાનિકો તેમની પાસે પહોંચી ગયા અને ગામની મહિલાઓ અને પુરૂષો બંને યુવકની પૂછપરછ માટે પીડિત યુવતીના ગામ પહોંચ્યા હતા.

માર માર્યા બાદ જીવતો સળગાવી દેવાથી એક આરોપીનું મોત થયું હતું.
માર માર્યા બાદ જીવતો સળગાવી દેવાથી એક આરોપીનું મોત થયું હતું.

આરોપીઓને બાઇક સહિત જીવતો સળગાવી દીધા
યુવતીના નિવેદન બાદ ગામના લોકોએ બંને છોકરાઓને માર માર્યો હતો અને ત્યારપછી બાઇક સહિત બંનેના શરીર પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પરંતુ આ દરમિયાન એક ઓરોપીનું મોત નીપજ્યું હતું જ્યારે બીજો ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયો હતો.

યુવતી પર સામૂહિક બળાત્કારનો બીજો આરોપી ગંભીર રીતે દાઝી ગયો છે, તેની સારવાર ચાલી રહી છે.
યુવતી પર સામૂહિક બળાત્કારનો બીજો આરોપી ગંભીર રીતે દાઝી ગયો છે, તેની સારવાર ચાલી રહી છે.

બે લોકોને જીવતા સળગાવી દેવાની ઘટના બાદ પોલીસ અત્યારે કોઈપણ માહિતી આપવાનું ટાળી રહી છે . વિસ્તારના એસડીઓપી મનીષ ચંદ્ર લાલે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે, કેટલીક માહિતી મળી સામે આવી છે. અત્યારે આનાથી વધુ કંઈ કહી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...