પાનીપતમાં શુક્રવારે દ્રશ્યમ ફિલ્મ જેવી મિસ્ટ્રી સામે આવી છે. અહીં વિકાસનગરમાં 18 મહિનાથી લાપતા 31 વર્ષીય ટેક્નિશિયન હરબીરસિંહના ઘરમાં ખોદકામ દરમિયાન નરકંકાલ મળ્યું હતુ. આશંકા છે કે આ કંકાલ ટેક્નિશિયનનું છે. પત્નીએ હત્યા કર્યાની આશંકા છે. ફક્ત ડીએનએ ટેસ્ટ દ્વારા જ મામલો સ્પષ્ટ કરવામાં આવશે.
હરબીરના મોટા ભાઈ હરિઓમે આરોપ લગાવ્યો કે હરબીરની પત્ની અને અન્યએ ચૂપચાપ રીતે કંકાલને ઘરમાં જ એક જ્ગ્યામાં દાટી દીધું હતું. મારો પુત્રએ બાંધકામ માટે ખોદતી વખતે ખોપડી જોઇ તો આ બાબતે જણાવ્યું. ત્યાર પછી ખોદકામ દરમિયાન કંકાલને કાઢવામાં આવ્યું હતું. ફોરેન્સિક નિષ્ણાત ડો.નીલમ આર્ય, પોલીસ સ્ટેશન પ્રભારી રાજબીરસિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ડ્યૂટી મેજિસ્ટ્રેટની નિમણૂક કરીને કંકાલ કબજે કરાયું હતું. શનિવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જે પછી જાણી શકાશે કે કંકાલ પુરુષનું છે કે સ્ત્રીનું.
પત્ની પર હત્યાની શંકાના 6 કારણ
1. હરિઓમે જણાવ્યું હતું કે જે ઘરમાં હરબીર રહેતો હતો, તેની પત્નીએ તે જ ઘરમાં લગભગ 3 દિવસ પહેલા ચણતર કામ કર્યું હતું. તેની માતા અને માસીનો દીકરો પણઆવ્યો હતો.
2. પત્નીએ પોલીસને કેમ જાણ ન કરી? શુક્રવારે બાથરૂમ માટે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. બપોરે લગભગ 12 વાગે હરીઓમનો 15 વર્ષનો પુત્ર કાકી સાથે કામ કરવા લાગ્યો. 4 ફૂટ ખોદયા પછી, જ્યારે નરકંકાલ મળી આવ્યું, ત્યારે વિશેષે ખોપરી જોઇ. પરંતુ પત્નીએ પોલીસને જાણ કરી ન હતી.
3. કંકાલને જગ્યા પરથી ફેરવ્યું કેમ? આરોપ છે કે પત્ની અને અન્ય લોકોએ કંકાલને ખાડાથી લગભગ 5 ફૂટ દૂરદાટી દીધું હતું.
4. કૂતરાનું કંકાલ કેમ કહ્યું? પૂછવા પર કાકીએ પુત્રને કહ્યું કે તમારા કાકા હરબીરે કૂતરાને દાટી રાખ્યો હતો. પછી વિશેષે ઘરે જઈને પિતા હરિઓમને આ બાબતે જાણ કરી. આ પછી પરિવારજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
5. પુત્રના જણાવેલી જગ્યા પર ખોદકામ કરવા ગયેલા પરિવાર સાથે કેમ ઝઘડો કેમ? હરિઓમ પુત્રો અને ભાઈઓ સાથે આવીને ખોદકામ કરવા લાગ્યો. ભાઈની પત્ની કોદાળી છીનવીને ફેંકી દીધી. કહેવા પર તેઓ ઘરે જતાં હતા. જ્યારે માતા આવ્યા ત્યારે ખોદકામમાં કંકાલ મળી આવ્યું હતું.
6. પત્નીએ લાપતા થયાના 3 મહિના બાદ 20 જુલાઇ 2019ના રોજ તેના લાપતા થયાની ફરિયાદ નોંધાવી.
ભાઈએ કહ્યું, કંકાલની ડીએનએ તપાસ કરવામાં આવે
હરિઓમે કહ્યું હતું કે કંકાલ હરબીરનું હોય શકે છે. પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવીને મામલાની તપાસ કરે. જેનાથી જાણ થાય કે કંકાલ ખરેખર કોનું છે. કંકાલને ફરીથી દાટવાના આરોપ દ્વારા શંકાના દાયરામાં આવેલી પત્નીની પોલીસે અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. હરબીરને બે પુત્રીઓ છે, 11 વર્ષની તનુ અને 9 વર્ષીય મીનાક્ષી અને 7 વર્ષનો પુત્ર રિતિક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.