વિડંબણા:મહિલાઓની લગ્નની ઉંમર નક્કી કરવાનું કામ 30 પુરુષોને સોંપાયું

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલની સમીક્ષા કરનારી સંસદીય સમિતિમાં એક જ મહિલા

મહિલાઓની લગ્નની કાયદાકીય ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવા માટે બાળ વિવાહ નિષેધ (સંશોધન) બિલની સમીક્ષા કરનારી સંસદીય સમિતિમાં માત્ર એક મહિલા સાંસદ છે. સંસદની સ્થાયી સમિતિના સભ્યોની યાદી મુજબ, 31 સભ્યોમાં એક માત્ર મહિલા સાંસદ તૃણમૂલ કોંગ્રેસની સુષ્મિતા દેવ છે.

સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ બિલને લોકસભામાં રજૂ કર્યું હતું, જેની વિસ્તૃત તપાસ માટે સંસદીય સમિતિની પાસે મોકલવામાં આવ્યું છે.

તૃણમૂલ સાંસદ સુષ્મિતા દેવે જણાવ્યું, ‘હું ઈચ્છું છું કે સમિતિમાં વધુ મહિલા સાંસદ હોત તો સારું હોત, પરંતુ અમે એ સુનિશ્ચિત કરીશું કે તમામ સમૂહોની વાત સાંભળવામાં આવે.’ બીજી તરફ, એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ પણ કહ્યું, ‘સમિતિમાં વધુ મહિલા સાંસદ હોવી જોઈએ. સમિતિના અધ્યક્ષ પાસે વધુ સમાવેશક અને વ્યાપક ચર્ચા માટે અન્ય મહિલા સાંસદોને આમંત્રિત કરવાનો અધિકાર છે.’

સ્થાયી સમિતિ રાજ્યસભા પ્રશાસિત એક સમિતિ છે
વિભાગથી સંબંધિત સ્થાયી સમિતિઓ સ્થાયી હોય છે જ્યારે વિભિન્ન મંત્રાલયોના બિલ અને સંબંધિત વિષયો માટે સમય-સમય પર સંયુક્ત અને પસંદગી સમિતિઓની રચના કરાય છે. આ સમિતિઓની રચના લોકસભા અને રાજ્યસભા બંને દ્વારા કરાય છે. શિક્ષણ, મહિલા, બાળકો, યુવા અને રમત-ગમત સંબંધી સંસદની સ્થાયી સમિતિ રાજ્યસભા પ્રશાસિત એક સમિતિ છે. આ સમિતિના અધ્યક્ષ ભાજપના વરિષ્ઠ નેતા વિનય સહસ્ત્રબુદ્ધે છે. વિવિધ પક્ષો ગૃહમાં પોતાના સભ્યોની સંખ્યાના આધારે સભ્યોને નોમિનેટ કરે છે.

બિલમાં શું જોગવાઈ છે?
પ્રસ્તાવિત કાયદો દેશના તમામ સમુદાયોને લાગુ પડશે અને એક વાર લાગુ થયા બાદ વિવાહ અને પર્સનલ લૉનું સ્થાન લેશે. જૂન 2020માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી જયા જેટલી સમિતિની ભલામણો પર કેન્દ્ર દ્વારા મહિલાઓ માટે લગ્નની કાયદાકીય ઉંમર વધારવામાં આવી રહી છે. બિલને રજૂ કરવાનો કેટલાક સભ્યોએ વિરોધ કર્યો હતો અને માગ કરી હતી કે, તેને વધુ તપાસ માટે સંસદની સમિતિને મોકલવામાં આવે. બિલમાં મહિલાઓના લગ્ન માટે કાયદાકીય ઉંમરને વધારીને 21 વર્ષ કરવાની જોગવાઈ છે, જેવી પુરૂષો માટે જોગવાઈ છે.

“સમિતિમાં વધુ મહિલા સાંસદ હોત તો સારું હોત”
હું ઈચ્છું છું કે સમિતિમાં વધુ મહિલા સાંસદ હોત તો સારું હોત, પરંતુ અમે એ સુનિશ્ચિત કરીશું કે તમામ સમૂહોની વાત સાંભળવામાં આવે.> સુષ્મિતા દેવ, સમિતિની એક માત્ર મહિલા સભ્ય અને ટીએમસી સાંસદ.

અન્ય સમાચારો પણ છે...