તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Taliban's Statement On Kashmir Is Just A Ploy, It Is An Attempt To Be Good Against India Before Talks With Afghanistan.

ભારતીય સંરક્ષણ નિષ્ણાતોનો દાવો:કાશ્મીર અંગે તાલિબાનનું નિવેદન માત્ર દાવપેચ છે, આ અફઘાનિસ્તાન સાથેની વાતચીત પહેલાં ભારતની સામે સારું બનવાનો પ્રયત્ન છે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
ભારતના સંરક્ષણ નિષ્ણાંતોએ કહ્યું છે કે કાશ્મીર મુદ્દે નિવેદન આપીને તાલિબાન ભારતને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે ભારત સાથે વાત કરીને અફઘાનિસ્તાનની અશરફ ગની સરકારને બદનામ કરવા માંગે છે. (ફાઇલ ફોટો)
  • આતંકવાદી સંગઠન તાલિબાને ગયા અઠવાડિયે કાશ્મીર મામલે કોઈ પણ દખલ કરવાનો ઇન્કાર કર્યો હતો
  • રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય તિલક દેવેશ્વરે કહ્યું- તાલિબાન કાશ્મીર મામલો ભૂલાવવા માંગે છે
  • ઓબ્ઝર્વ રિસર્ચ ફાઉન્ડેશન અનુસાર, જો તાલિબાન ખરેખર બદલાઈ ગયો છે, તો તેને તેની પ્રવૃત્તિઓ દ્વારા બતાવવું પડશે

આતંકવાદી સંગઠન તાલિબાને ગયા અઠવાડિયે કાશ્મીર મામલે કોઈ પણ દખલ કરવાનો ઇન્કાર કર્યો હતો. કાશ્મીરને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો ગણાવતાં તેમણે કહ્યું હતું કે, તે અન્ય દેશોના પ્રશ્નોમાં દખલ કરતું નથી. ભારતીય સંરક્ષણ નિષ્ણાંતોએ અફઘાનિસ્તાન સાથેની તેમની વાતચીત પહેલા તેમના નિવેદનને દાવપેચ ગણાવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મંડળના સભ્ય તિલક દેવેશ્વરે કહ્યું છે કે તાલિબાન અફઘાનિસ્તાનની અશરફ ગની સરકાર સાથે વાતચીત કરતા પહેલા ભારતની નજરમાં પોતાને સારા બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દેવેશ્વરના કહેવા પ્રમાણે, આતંકવાદી સંગઠન ભારત સાથેની વાતચીતમાં વધારો કરીને ગની સરકારને બદનામ કરવા માંગે છે. યુએસના વિશેષ રાજદૂત જલમે ખલિઝાદે તાજેતરમાં ભારતને સીધા તાલિબાન સાથે વાત કરવાની વિનંતી કરી હતી. જોકે, અત્યારે ભારત કોઈ પણ રીતે તાલિબાન સાથે વાત કરી રહ્યું નથી.

તાલિબાન કાશ્મીર અંગે ભારતની ચિંતા ભૂલાવવા માંગે છે.
સોસાયટી ઓફ પોલિસી સ્ટડીઝના ડાયરેક્ટરના ઉદય ભાસ્કરના કહેવા પ્રમાણે, જો તાલિબાન ભારત સાથે વાત કરવા માંગે છે તો તે આશ્ચર્યજનક ન હોવું જોઈએ. લાગે છે કે તેનો એક વર્ગ ઉદાર વલણ અપનાવી રહ્યો છે. આ વિભાગ એક પ્રકારની હંગામી રાજકીય જગ્યા બનાવવા માંગે છે, જેથી ભારત સાથે વાતચીત શરૂ થઈ શકે. તેઓ કાશ્મીર અંગે ભારતની ચિંતાને ભૂલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે પાકિસ્તાન પણ આ સમગ્ર મામલામાં સામેલ થઈ જશે. મને આનો ડર છે, કારણ કે આ સંગઠન આતંકનો પર્યાય છે.

ઓબ્ઝર્વ રિસર્ચ ફાઉન્ડેશનના સિનિયર ફેલો સુશાંત સરિનના જણાવ્યા મુજબ તાલિબાન પર વિશ્વાસ કરવો બહુ જલ્દી ગણાશે. તે એક જૂથ છે જે છેલ્લા 25 વર્ષથી શાળાઓ, હોસ્પિટલો, મહિલાઓ અને બાળકો પરના હુમલા માટે દોષી છે. ખાસ કરીને, તેણે અફઘાનિસ્તાનના લોકોને નિશાન બનાવ્યું છે. તે ત્યારે જ માની શકાય જ્યારે તે આતંકી સંગઠન જેવું વર્તન બંધ કરે. જો તાલિબાન ખરેખર બદલાઈ ગયો છે, તો તેને તેની પ્રવૃત્તિઓ દ્વારા બતાવવું પડશે.

અન્ય સમાચારો પણ છે...