ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:મોહાલીમાં ઝીંકાયેલો ગ્રેનેડ તાલિબાનોએ પાક.ને વેચ્યો હતો

નવી દિલ્હી6 દિવસ પહેલા
  • કૉપી લિંક

પંજાબના મોહાલીના ઈન્ટેલિજન્સ હેડ ક્વાર્ટર પર થયેલા હુમલામાં ઉપયોગમાં લેવાયેલો ગ્રેનેડ તાલિબાનોએ જ પાકિસ્તાનને વેચ્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં અમેરિકાની અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ બાદ આશરે 70 અબજ ડૉલર એટલે કે આશરે રૂ. 70 હજાર કરોડના શસ્ત્રો તાલિબાનોના કબજામાં આવી ગયા હતા. આર્થિક સંકટ દૂર કરવા તાલિબાન આ હથિયારો પાક.ના આતંકી સંગઠનો અને આઈએસઆઈને વેચી રહ્યા છે.

આ શસ્ત્રોનું પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદે ખૈબર પખ્તુન્વામાં ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. આરપીજી એન્ટિ ટેન્ક વેપન છે, જેનો ઉપયોગ અફઘાન સેના કરતી હતી. તેને ડ્રોનથી ભારતની સરહદમાં મોકલાઈ રહ્યા છે. આ હથિયારો પણ ત્યાંથી જ ખાલિસ્તાની સમર્થક ગુનેગારોએ અહીં સુધી પહોંચાડ્યા છે.

અમેરિકાએ અફઘાનિસ્તાનની સેનાને તાલીમ આપવા ગ્રેનેડ ખરીદ્યા હતા
આશરે બે દસકા પહેલા લાદેનને શોધવા અમેરિકન સેનાએ અફઘાન સેનાને તાલિબાનો સામે લડવાની તાલીમ આપી હતી. અમેરિકન શસ્ત્રોની તાલીમમાં વધુ સમય લાગે છે. એ સમય બચાવવા અમેરિકાએ રશિયા સાથે સરહદો ધરાવતા પૂર્વીય દેશોમાંથી આરપીજી જેવા શસ્ત્રો ખરીદીને અફઘાન સેનાને આપ્યા હતા. તેથી એક જ સપ્તાહમાં લડવૈયા તૈયાર થઈ ગયા. તાલિબાનો પાસે રશિયન શસ્ત્રો હોવાથી તેમનો આ રીતે મુકાબલો કરવો જરૂરી હતો.

આરપીજીઃ 300 મીટર મારક ક્ષમતા
આરપીજી એન્ટિ ટેન્ક હથિયાર છે, જેનો ઉપયોગ ઈન્ફન્ટ્રી એટલે કે પાયદળ કરે છે. હાલ રશિયા અને ચીન પાસે આવા હથિયાર વધુ છે. ટેન્ક સિવાય તે નાના બંકરો, બિલ્ડિંગને તુરંત ધ્વસ્ત કરી શકે છે.
રેન્જઃ 200થી 300 મીટર પ્રતિ સેેકન્ડની મારક ક્ષમતા.
ગ્રેનેડઃ 2.62 કિલો, સંપૂર્ણ વજનઃ 40-42 કિલોગ્રામ.

અન્ય સમાચારો પણ છે...