તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાત સમાનતાની:મહિલાને લાગે કે તે પુરુષના સપોર્ટ વગર કંઈ જ નથી તો સિસ્ટમ નિષ્ફળ છે

તિરુવનંતપુરમ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંગલ મધર અંગે કેરળ હાઈકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
  • કોર્ટે કહ્યું - સિંગલ મધર્સની મદદ માટે સરકાર યોજના બનાવે

કેરળ હાઈકોર્ટે તેના એક ચુકાદામાં સિંગલ મધર્સ અને તેના પ્રત્યે સમાજના વલણ અંગે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. ચુકાદાની સાથે કોર્ટે કહ્યું કે હવે સમય પાકી ગયો છે કે રાજ્ય આ સિંગલ મધર્સની મદદ માટે કોઇ યોજના તૈયાર કરે. જસ્ટિસ એ. મોહમ્મદ મુસ્તાક અને જસ્ટિસ ડૉ. કૌસર એદપ્પાગાથની બેન્ચે લિવ ઈન રિલેશનશિપમાં રહેતી અનીત નામની સિંગલ માતા મામલે આ વાત કહી હતી.

અનીતાએ પોતાના બાળકને દત્તક આપવા માટે સરેન્ડર કર્યું હતું કેમ કે તેનાં માતા-પિતા અને બાળકના જૈવિક પિતાએ તેનાથી સંબંધ સમાપ્ત કરી લીધા હતા. પણ ફરીવાર મળવા પર બંનેએ બાળકોને ફરીથી પ્રાપ્ત કરવા માટે કોર્ટનો આશરો લીધો હતો. બેન્ચે કહ્યું કે સિંગલ મધર હોવા અને બાળકના ભવિષ્યને કારણે તે દત્તક આપવા મજબૂર હતી. જો એક મહિલાને લાગે છે કે તે પુરુષના સહયોગ વિના કંઈ જ નથી તો આ આપણી સિસ્ટમની નિષ્ફળતા છે.
લિવ ઈન પછી છૂટાં થયાં, બાદમાં ફરી મળ્યાં
અનીતા(નામ બદલાયું છે) અને જોન લિવ ઈન રિલેશનશિપમાં હતાં. પછી જોને સંબંધ તોડી નાખ્યા અને બીજાં રાજ્યમાં જતો રહ્યો. બંનેના સંબંધોનો તેમના પરિવારોએ વિરોધ કર્યો હતો કેમ કે તે અલગ અલગ ધર્મના હતા. અનીતા ભાંગી પડી. પછી બાળકને એક કલ્યાણ સમિતિને આપી દીધું. અનીતા અને જોન ફરી મળ્યાં અને બાળકને ફરી પ્રાપ્ત કરવા પ્રયાસ કર્યો.

મહિલા સંઘર્ષોને કાયદાનું સમર્થન મળવું જરૂરી
કોર્ટે કહ્યું કે અનીતા બાળકનો ઉછેર કરવા તૈયાર હતી પણ સામાજિક સ્થિતિઓએ તેને તેની મંજૂરી ન આપી. એકલી માને આ સમાજમાં બાળકનું પાલન મુશ્કેલ કામ છે. રાજ્યને એ અહેસાસ કરાવવો જોઈએ કે મહિલા અસ્તિત્વને કમ કરનારી તાકાતો સાથે તેના સંઘર્ષને કાયદાનું સમર્થન છે. તેના આત્મવિશ્વાસનું સમર્થન અને સન્માન થવું જોઈએ.

લિવ ઈનનું બાળક વિવાહિત યુગલનું ગણાશે
હાઈકોર્ટે કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપમાં જન્મેલ બાળકને દત્તક લેવાના ઉદ્દેશ્યથી આત્મસમર્પણ કરવું હોય તો તેને વિવાહિત યુગલથી જન્મેલાં બાળક મનાશે. અનીતાના કેસમાં આ ચુકાદો આવ્યો. બેન્ચે કહ્યું કે એકલી મા માટે લાગુ પ્રક્રિયાનું પાલન કરાયું હતું. આ કાનૂની રૂપે અસ્થિર છે કેમ કે બાળકને એક વિવાહિત યુગલથી પેદા બાળક તરીકે મનાય છે.

જ્યાં સ્ત્રીઓનું સન્માન નહીં ત્યાં સારાં કર્મો પણ નિષ્ફળ
જે દેશમાં લોકો દેવીની પૂજા કરે છે તે દેશમાં જ્યાં લોકોને સ્ત્રી વિશે શીખવાડાયું છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:, યત્રેતાસ્તુ ન પૂજ્યન્તે સર્વાસ્તત્રાફલા : ક્રિયા :(મનુસ્મૃતિ 3.56) (જ્યાં સ્ત્રીઓની પૂજા કરાય છે ત્યાં દેવતા નિવાસ કરે છે. જ્યાં સ્ત્રીઓનું સન્માન કરાતું નથી ત્યાં કરાયેલા સમગ્ર સારાં કર્મ નિષ્ફળ થઈ જાય છે.). ત્યાં મહિલાઓ પ્રત્યે અમારું વલણ આવું ઘૃણાસ્પદ છે, એક સિંગલ મધર માટે કોઈ નાણાકીય કે સામાજિક સહયોગ નથી.
- જસ્ટિસ એ. મુહમ્મદ મુશ્તાક અને ડૉ. કૌસર એદપ્પાગાથ

અન્ય સમાચારો પણ છે...