• Gujarati News
  • National
  • The Suspect, Described As The Andhra MP's PA, Roamed Around Shah For Hours, Police Arrested

મુંબઈમાં અમિત શાહની સુરક્ષામાં ખામી:આરોપીએ ગૃહ મંત્રાલયનો બેલ્ટ પહેર્યો હતો, પોતાને આંધ્ર સાંસદનો PA ગણાવી કલાકો ગૃહમંત્રીની આસપાસ ફર્યો

3 મહિનો પહેલા
  • અંતે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે

મુંબઈમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં ખામીનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, શાહની મુંબઈ મુલાકાત દરમિયાન એક શંકાસ્પદ ઘણા કલાકો સુધી તેમની આસપાસ ફરતો હતો. અધિકારીઓને શંકા જતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

શંકાસ્પદનું નામ હેમંત પવાર છે, જે મહારાષ્ટ્રના ધુલેનો વતની છે. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો પરિચય આંધ્રપ્રદેશના એક સાંસદના PA તરીકે આપ્યો હતો.

હાથમાં ગૃહ મંત્રાલયનું બેન્ડ પહેરેલું હતું
મળતી માહિતી મુજબ, 32 વર્ષીય હેમંતે ગૃહ મંત્રાલયનું બેન્ડ પહેર્યું હતું, જેને કારણે તે કેટલાય કલાકો સુધી ગૃહમંત્રીની આસપાસ ફરતો રહ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ શકમંદ વ્યક્તિ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર બ્લેઝર પહેરીને ફરતો પણ જોવા મળ્યો હતો.

મુંબઈ પહોંચેલા અમિત શાહે લાલબાગના રાજાની મુલાકાત પણ લીધી હતી. તેમની સાથે CM એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.
મુંબઈ પહોંચેલા અમિત શાહે લાલબાગના રાજાની મુલાકાત પણ લીધી હતી. તેમની સાથે CM એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.

BMC ચૂંટણી માટે ગૃહમંત્રી મુંબઈ પહોંચ્યા હતા
આ સમગ્ર મામલો 4-5 સપ્ટેમ્બરનો છે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ BMC ચૂંટણીના બે દિવસીય પ્રવાસ માટે મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે શહેરના મુખ્ય ગણેશ પંડાલ લાલબાગચા રાજા ખાતે ભગવાન ગણેશજીની પૂજા કરી હતી. મહારાષ્ટ્રમાં શિંદેની સરકાર બન્યા બાદ અમિત શાહ પહેલીવાર મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવાસસ્થાને પણ ગયા હતા.

અહીં અમિત શાહે મુંબઈ BMC ચૂંટણી જીતવા માટે ભાજપના નેતાઓને 227 સીટમાંથી 135 સીટ જીતવાનો ટાર્ગેટ આપ્યો હતો. BMCની ચૂંટણી સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં યોજાવાની છે.

આરોપીને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલાયો
હેમંત પવાર તરીકે ઓળખાતા આ વ્યક્તિ પર IPC કલમ 170 (જે કોઈ પણ જાહેર સેવક તરીકે કોઈ ચોક્કસ હોદ્દો ધરાવવાનો ઢોંગ કરે છે, એ જાણીને કે તે આવો હોદ્દો ધરાવતો નથી અથવા આવા હોદ્દા ધરાવનાર અન્ય કોઈ વ્યક્તિની ખોટી ઓળખ કરે છે) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેને ગિરગામ કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

આંધ્રના સાંસદનો PA હોવાનો દાવો
આ ઘટના સોમવારે અમિત શાહના બે દિવસીય મુંબઈ પ્રવાસ દરમિયાન બની હતી. લાલબાગચા રાજાની મુલાકાત ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રીએ ભાજપના નેતાઓ સાથે બેઠકો કરી હતી. મીડિયા અહેવાલ પ્રમાણે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આરોપીને જોયો, જેમને તે ઓળખતા ન હતા, તે કાર્યક્રમમાં રાજકારણીઓમાં ભળી રહ્યો હતા. જ્યારે આરોપીની ઓળખ પૂછવામાં આવી તેણે આંધ્રના સાંસદનો PA હોવાનો દાવો કર્યો હતો.

એક પોલીસ અધિકારીને જણાવ્યું કે, “પવારે ગૃહ મંત્રાલય (MHA)નો બેન્ડ પહેર્યો હતો તેથી કોઈએ શંકા વ્યક્ત કરી ન હતી.”પરંતુ વિશ્વાસ ન આવતાં મંત્રાલયના અધિકારીઓએ મલબાર હિલ પોલીસનો સંપર્ક કર્યો. જેમણે ત્રણ કલાકની અંદર પવારને શોધી કાઢ્યો અને ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે, તેને સત્તાવાર રીતે MHAનો બેન્ડ મળ્યો છે. પોલીસ તેના દાવાઓની ચકાસણી કરી રહી છે.

અગાઉ વડાપ્રધાનની સુરક્ષામાં થઈ હતી ખામી
આ પહેલા 5 જાન્યુઆરીએ પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાનો ભંગ થયો હતો. પીએમ મોદીનો કાફલો ફિરોઝપુરમાં આંદોલનકારીઓ દ્વારા નાકાબંધીને કારણે ફ્લાયઓવર પર રોકી રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ રેલી સહિત કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપ્યા વિના પંજાબથી પરત ફર્યા હતા. વડાપ્રધાન 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...