વારાણસીની સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં સરવે રિપોર્ટ સોંપવાને લઈને અને સમય આપવાની માગ પર સુનાવણી પૂરી થઈ છે. કોર્ટે કમિશનર અજય મિશ્રાને તુરંત આ કેસમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, મુસ્લિમ પક્ષે કમિશનર અજય મિશ્રાનો વિરોધ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, કોર્ટ કમિશનરની જવાબદારી ખૂબ મહત્વની હોય છે. હવે નવા કોર્ટ કમિશનર તરીકે વિશાલ સિંહની નિમણૂક કરાઈ છે. બીજી બાજુ સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં સર્વે રિપોર્ટ સોંપવા માટે વધુ સમયની માંગણી કરવામાં આવી હતી. આ મામલે કોર્ટે રિપોર્ટ જમા કરાવવા માટે વઘુ 2 દિવસનો સમય આપ્યો છે.
સુનાવણી દરમિયાન કોર્ટમાં બંને પક્ષ સાથે ત્રણેય એડવોકેટ કમિશનર અને DGC સિવિલ હાજર રહ્યા. DGC સિવિલ, એડવોકેટ, કમિશનર અને પક્ષના અલગ-અલગ પ્રાર્થનાપત્ર પર સુનાવણી થઈ છે. રિપોર્ટનો ચુકાદો આવ્યા પહેલાં હિન્દુ પક્ષે માગ કરી છે કે શિવલિંગની ચારેબાજુ બનેલી દીવાલ તોડવામાં આવે, કેમ કે તેમને શંકા છે કે શિવલિંગને સિમેન્ટ અને પથ્થરોથી જોડી દેવામાં આવ્યું છે.
આજે કોર્ટમાં ત્રણ અરજી કરવામાં આવી છે, એ અરજીઓ વિશે જાણીએ
પહેલી: સરવે રિપોર્ટ રજૂ કરવા બે દિવસનો સમય માગવામાં આવ્યો
જ્ઞાનવાપી કેમ્પસનો સરવે રિપોર્ટ આજે સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિકુમાર દિવાકરની કોર્ટમાં રજૂ કરવામાં આવશે નહીં. રિપોર્ટ હજુ તૈયાર નથી. એની પાછળનું કારણ 15 કલાકની વીડિયોગ્રાફી અને આશરે 1500 ફોટા જણાવવામાં આવી રહ્યું છે. એ ડેટા એટલો વધુ પ્રમાણમાં છે કે એની ફાઈલ અત્યારે બનાવવી શક્ય નથી. તેથી વધુ બે દિવસનો સમય માગવામાં આવ્યો છે. સ્પેશિયલ એડવોકેટ કમિશનર વિશાલ સિંહે સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં પ્રાર્થનાપત્ર આપીને સમય માગ્યો છે.
બીજી- સીલ કર્યા પછીની સમસ્યાઓને દૂર કરવામાં આવે
DGC સિવિલ મહેન્દ્ર પ્રસાદ પાંડેએ સિવિલ જજ સિનિયર ડિવિઝન રવિ કુમાર દિવાકરની કોર્ટમાં અરજી આપી છે. તેમણે ત્રણ મુદ્દા પર માગ કરી છે કે વજુખાના બંધ થયા બાદ નમાઝીઓની સમસ્યાનું ધ્યાન રાખવામાં આવે અથવા કોર્ટ કમિશનરની નિમણૂક કરો અને તેમના રિપોર્ટના આધારે નિર્દેશો અને આદેશો જારી કરો.
ત્રીજી- કેટલીક દીવાલો પાડીને વીડિયોગ્રાફી કરવામાં આવે
વારાણસીની સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી ફરી એકવાર જ્ઞાનવાપી સરવેની માગ ઉઠાવી છે. એ માટે આજે કોર્ટમાં નવી અરજી દાખલ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે શિવલિંગની સામેની દીવાલ, નંદી સામેનું ભોંયરું અને ભોંયરાની ઉત્તર બાજુની દીવાલને હટાવીને સરવે કરવામાં આવે. આ અરજી રેખા પાઠક, મંજુ વ્યાસ અને સીતા સાહૂ તરફથી કોર્ટમાં કરવામાં આવી છે. એ સાથે જ તેના કાટમાળની સફાઈની પણ માગ કરવામાં આવી છે.
ભ
પરસિરમાં સરવેનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં
જ્ઞાનવાપી મસ્જિદ પરસિરમાં સરવેનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. મસ્જિદ કમિટીએ સરવે વિરુદ્ધ અરજી કરી છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ આ મામલાની તપાસ કરશે.
તમને જણાવી દઈએ કે 13 મેના રોજ સિનિયર એડવોકેટ ફુઝૈલ અહમદીએ સુપ્રીમ કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદના સરવેને તાત્કાલિક રોકવા માટે અરજી દાખલ કરી હતી. એના પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પહેલાં એનાથી સંબંધિત ફાઈલો જોવામાં આવશે. ત્યાર બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.
હિંદુ સેના પણ સુપ્રીમ કોર્ટમાં પહોંચી
જ્ઞાનવાપીમાં સરવે કેસમાં હવે હિંદુ સેના પણ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. હિંદુ સેનાએ અરજી દાખલ કરતી વખતે જ્ઞાનવાપી કેસમાં મસ્જિદ કમિટીની અરજીને દંડ સાથે ફગાવી દેવા અને કેસમાં પક્ષકાર બનાવવાની માગ કરી છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું હતું કે ભારતના બંધારણના અનુચ્છેદ 25 હેઠળ અમને પૂજા કરવાનો સંપૂર્ણ અધિકાર છે. તેથી અમને કોર્ટને મદદ કરવાની મંજૂરી આપવામાં આવે. મસ્જિદ કમિટીની અરજી અનુકરણીય કિંમત સાથે ફગાવી દેવાને પાત્ર છે.
શિવલિંગ મળ્યાનો દાવો
જ્ઞાનવાપી પરિસરનો સરવે 14 મેથી શરૂ થયો હતો. સરવેના છેલ્લા દિવસે હિંદુ પક્ષે જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ હોવાનો દાવો કર્યો હતો. હિન્દુ પક્ષના દાવા પર કોર્ટના આદેશથી જગ્યા સીલ કરવામાં આવી છે. એ જ સમયે મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષના દાવાને નકારી કાઢ્યો છે અને કહ્યું હતું, જે શિવલિંગ બતાવવામાં આવી રહ્યું છે એ સાચું નથી, હકીકતમાં ફુવારો છે, સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે એ ડિસ્ટ્રિક્ટ કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરશે. ત્રીજા દિવસના સરવેનો સંપૂર્ણ અહેવાલ જાણવા અહીં ક્લિક કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.