PMની સુરક્ષામાં ચૂક પર SCમાં સુનાવણી:સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ થશે; NIA અને IB અધિકારી તેમા હશે, પંજાબ-કેન્દ્રની સમિતિઓ રદ

નવી દિલ્હી4 મહિનો પહેલા

પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક કેસની તપાસ હવે સુપ્રીમકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતાવાળી સમિતિ કરશે. જેમાં NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ના DG અને IB (ઈંટેલિજેન્સ બ્યૂરો)ના પંજાબ યૂનિટના એડિશનલ DG સામેલ હશે. સોમવારે ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાનીવાળી બેંચે આ આદેશ આપ્યો છે. આના પરથી માનવામાં આવી રહ્યું છે કે આ કેસમાં તપાસ કરી રહેલી કેન્દ્ર અને રાજ્યની તપાસ સમિતિઓ રદ થઈ ગઈ છે.

સુનાવણીમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે PMના પ્રવાસ દરમિયાન બ્લુ બુક મુજબ સુરક્ષાની વ્યવસ્થા કરાઈ ન હતી. રાજ્યમાં DGPની દેખરેખમાં રૂટ પર સુરક્ષાની વ્યવસ્થા કરવાની હતી. પરંતુ તેમા ચૂક થઈ છે. આ બાબતે પંજાબના અધિકારીઓને નોટિસ અપાઈ છે. પરંતુ સુપ્રીમકોર્ટની રોક પછી કોઈ કાર્યવાહી થઈ નથી.

બીજી તરફ પંજાબ સરકારે પોતાનો પક્ષ રાખ્યો હતો. જેમાં કહેવાયું છે કે પંજાબના અધિકારીઓને નોટિસ આપીને ધમકાવવામાં આવી રહ્યા છે. જો કોઈ અધિકારી જવાબદાર હોય તો કાર્યવાહી થાય, પરંતુ આ પ્રકારના આરોપ ન લગાવવામાં આવે. પંજાબના એડવોકેટ જનરલ ડીએસ પટવાલિયાએ સુપ્રીમકોર્ટે આગળ સ્વતંત્ર તપાસ સમિતિ બનાવવાની માંગ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ભૂલ મામલે અગાઉ શુક્રવારે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો હતો કે દરેક રેકોર્ડ પંજાબ હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે સુરક્ષિત રાખવામાં આવે. આજે વધુ સુનાવણી થઈ રહી છે.

શુક્રવારે સુનાવણીમાં શું થયું હતું?
કેન્દ્ર સરકારે કહ્યું - અમે સમિતિમાં ગૃહ સચિવને સામેલ કરીએ છીએ
સીજેઆઈ : રાજ્ય અને કેન્દ્ર બંનેએ તપાસ સમિતિ બનાવી છે? શા માટે બંનેને તપાસ ન કરવા દેવી જોઈએ?
મહેતા : કેન્દ્રની સમિતિ પીએમની સુરક્ષામાં ચૂકની તપાસ કરી રહી છે. અમે તપાસી રહ્યા છીએ કે રૂટ કોણે નક્કી કર્યો? ક્લિયરન્સ કોણે આપી અને ખેડૂતોની હાજરીની માહિતી કેમ ન અપાઈ?
ડીએસ પટવાલિયા (પંજાબ સરકારના વકીલ) : પંજાબ સરકારે 5 જાન્યુઆરીના રોજ જ તપાસ સમિતિ બનાવી છે, જે ત્રણ દિવસમાં રિપોર્ટ આપશે. કોર્ટ ઈચ્છે તો નિષ્પક્ષ સમિતિની રચના કરી દે.
મહેતા : તપાસ સમિતિમાં એસપીજીના સચિવની હાજરી સામે પંજાબ સરકારને વાંધો છે તો અમે ગૃહ સચિવને સામેલ કરી દઈશું. સૌથી પહેલા પીએમની યાત્રા સાથે સંબંધિત રેકોર્ડ સુરક્ષિત કરવો જોઈએ.
સીજેઆઈ : પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પીએમના રૂટની તમામ માહિતી અને રેકોર્ડ સુરક્ષામાં મુકી દે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમની મદદ કરે.
મનિંદર સિંહ (અરજીકર્તા) : તપાસ એનઆઈએને સોંપવી જોઈએ. રાજ્ય સરકાર પાસે તપાસનો અધિકાર નથી. કોર્ટે તપાસ કરાવવી જોઈએ.

વડાપ્રધાન 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર ફસાયા હતા.
વડાપ્રધાન 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર ફસાયા હતા.

શું થયું હતું?
PM નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધિત કરવા જવાના હતા. આ દરમિયાન રાજ્યમાં 42,750 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં PM મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવતો હતો. વરસાદી વાતાવરણ હોવાના લીધે હેલિકોપ્ટરમાં જવાના બદલે PM મોદીનો કાફલો જમીન માર્ગે જઈ રહ્યો હતો. ખેડૂતોના વિરોધ અને ચક્કાજામના લીધે ભટિંડા-ફિરોઝપુર નેશનલ હાઈવે પર પ્યારેઆના ગામ પાસે ફ્લાયઓવર પર PM મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો. આમ સુરક્ષામાં મોટી ચૂક થતાં PM મોદી પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખી દિલ્હી પરત ફર્યા હતા.

પ્રદર્શનકારીઓએ રસ્તાને બ્લોક કરી દીઘો હતો.
પ્રદર્શનકારીઓએ રસ્તાને બ્લોક કરી દીઘો હતો.
પંજાબ પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવવાના બદલે ચાની મજા માણી રહ્યા હતા.
પંજાબ પોલીસ ટ્રાફિક ક્લિયર કરાવવાના બદલે ચાની મજા માણી રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...