સુબ્રમણ્યમ સ્વામીનો કોંગ્રેસ પર કટાક્ષ:મની લોન્ડરિંગ કાયદામાં ED મામલે સુપ્રીમના ચુકાદા બાદ સ્વામીએ કહ્યુ- 'ચિકન પોતે જ ફ્રાય થવા આવી ગયું'

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • સુબ્રમણ્યમ સ્વામીએ પી ચિદમ્બરમ પર પ્રહાર કર્યા હતા.
  • હાલમાં સમગ્ર દેશમાં તપાસ માટે ED પાસે 3000 કેસ નોંધાયેલા છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે વિપક્ષને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની અનેક જોગવાઈઓ બંધારણીયતાને પડકારતી અરજીઓની સુનાવણી કરતા EDની સત્તા જાળવી રાખી છે. સુપ્રીમ કોર્ટે PMLA હેઠળ મિલકતોની તપાસ, ધરપકડ અને સંપત્તિને ટાંચમાં લેવા જેવી EDની સત્તાઓ યથાવત રાખી છે. એટલું જ નહીં, કોર્ટે વધુમાં કહ્યું હતુ કે મની લોન્ડરિંગ હેઠળ ધરપકડની પ્રક્રિયા મનમરજી મુજબનું નથી. આ નિર્ણય બાદ ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પૂર્વ ગૃહમંત્રી અને નાણામંત્રી પી ચિદમ્બરમ પર પ્રહાર કર્યા હતા.

સ્વામીએ કહ્યુ- 'ચિકન પોતે જ ફ્રાય થવા આવી ગયું'
રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે PMLA મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય પી ચિદમ્બરમ અને અન્ય રાજકારણીઓ માટે એ 'ચિકન પોતે જ ફ્રાય થવા આવી ગયું' જેવું છે. પી ચિદમ્બરમે યુપીએ સરકારમાં EDને સત્તાઓ આપી હતી.

સુપ્રીમ કોર્ટે EDના ધરપકડના અધિકારને જાળવી રાખ્યો, કહ્યું- તે મનમરજી મુજબનું નથી
સુપ્રીમ કોર્ટે બુધવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની વિવિધ જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી અરજીઓ પર ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે PMLA હેઠળ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ધરપકડ કરવાનો અધિકાર જાળવી રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મની લોન્ડરિંગ હેઠળ ધરપકડ કરવી તે મનમરજી મુજબનું નથી. કોર્ટે PMLA ની જોગવાઈઓની માન્યતા યથાવત રાખી છે, જેની સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ, મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અનિલ દેશમુખ, જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સહિત 242 અરજદારોએ પીએમએલએ હેઠળ ED દ્વારા કરવામાં આવતી ધરપકડ, જપ્તી અને તપાસની પ્રક્રિયાને પડકારવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું?

1. ધરપકડ કરવાની, જપ્ત કરવાની, મિલકતમે ટાંચમાં લેવાની, દરોડા પાડવાની અને નિવેદન લેવાની EDની સત્તા જાળવી રાખવામાં આવી છે.

2. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફરિયાદ ECIR ને FIRની સાથે સરખાવી શકાય નહીં. આ EDનો આંતરિક દસ્તાવેજ છે.

3. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આરોપીને ECIR રિપોર્ટ આપવો જરૂરી નથી. ધરપકડ દરમિયાન માત્ર કારણ બતાવવું પૂરતું છે.

એજન્સી CrPCને અનુસરવા માટે બંધાયેલી રહેશે
PMLA હેઠળ ધરપકડ, જામીન, જપ્તી અથવા મિલકત જપ્ત કરવાનો અધિકાર ક્રિમિનલ પ્રોસીડિંગ એક્ટના દાયરાની બહાર છે. દાખલ કરાયેલી અરજીઓમાં માંગ કરવામાં આવી હતી કે PMLAની ઘણી જોગવાઈઓ ગેરબંધારણીય છે કારણ કે તેમાં ગુનાઓની તપાસ અને ટ્રાયલને લગતી આખી પ્રક્રિયાને અનુસરવામાં આવતી નથી, તેથી EDએ તપાસ સમયે CrPCનું પાલન કરવું જોઈએ. આ કેસમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી સહિત અનેક વકીલોએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

EDની પાસે 3000 કેસ
હાલમાં સમગ્ર દેશમાં તપાસ માટે ED પાસે 3000 કેસ નોંધાયેલા છે. કેન્દ્રએ લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે PMLA 17 વર્ષ પહેલા અમલમાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં તેના હેઠળ 5,422 કેસ નોંધાયા છે. માત્ર 23 લોકો જ દોષિત જાહેર થયા છે. EDએ અત્યાર સુધીમાં એક લાખ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે અને 992 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે.

PMLAનો હેતુ મની લોન્ડરિંગ અટકાવવાનો છે
મની લોન્ડરિંગ એટલે કાળા નાણાનું કાયદેસરની આવકમાં ફેરવવાનું છે. PMLA દેશમાં 2005માં લાગુ કરવામાં આવ્યું હતું. ઉદ્દેશ્ય મની લોન્ડરિંગ અટકાવવાનો અને તેમાંથી એકત્ર કરાયેલી મિલકતને જપ્ત કરવાનો છે.

અન્ય સમાચારો પણ છે...