તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Supreme Court Stayed Asaram's Son Narayan Sai's Two week Furlough; Is Serving A Life Sentence In A Rape Case

નારાયણ સાંઈના ફરલો નામંજૂર:આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલો પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવ્યો; રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે

એક મહિનો પહેલા
નારાયણ સાંઈનો ફાઇલ ફોટો.

રેપ કેસમાં આજીવન કેદની સજા ભાગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈના બે સપ્તાહના ફરલોને સુપ્રીમ કોર્ટે નામંજૂર કર્યા છે. ખરેખર, ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈનાં બે સપ્તાહના ફરલોની મંજૂરી આપી હતી. હાઈકોર્ટના ચુકાદાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને રદ કરતાં નારાયણ સાંઈનાં બે સપ્તાહના ફરલોને નામંજૂર કર્યા છે.

SG તુષાર મહેતા હાઈકોર્ટના જૂનના ચુકાદાને પડકારવા ગુજરાત સરકાર તરફથી હાજર રહ્યા હતા. એની પહેલાં નારાયણ સાંઈના જામીનની અરજી કરવામાં આવી હતી, જે હાઈ કોર્ટે મંજૂર કરી હતી.

આસારામના પુત્ર નારાયણ સાંઈને બળાત્કારના કેસમાં સુરત સેશન કોર્ટે દોષી જાહેર કર્યો હતો. નારાયણને રેપના આરોપમાં ઉંમરકેદની સજા આપવામાં આવેલી અને 1 લાખ રુપિયાનો દંડ પણ કરવામાં આવેલો. સુરતની બે બહેન દ્વારા નારાયણ સાંઈ આરોપી સાબિત થયો હતો. સુરતની સેશન કોર્ટે આશરે 11 વર્ષ જૂના કેસમાં સજા જાહેર કરી હતી.

ઘટનાસ્થળે પુરાવા મળ્યા હતા
પોલીસે પીડિત બહેનોનાં નિવેદન પર નારાયણ સાંઈ અને આસારામ સામે કેસ નોંધ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી ઘણા પુરાવા પણ મળ્યા હતા. પીડિતાની નાની બહેને નારાયણ સાંઈ સામે પોલીસને નક્કર પુરાવા આપ્યા હતા. તેણે ઘટનાસ્થળે મળેલા પુરાવાની પણ ઓળખ કરી હતી.

અંડરગ્રાઉન્ડ થઈ ગયેલો સાંઈ
મોટી બહેને આસારામ વિરુદ્ધ પોલીસમાં કેસ દાખલ કરેલો. કેસ દાખલ થયા પછી આસારામ અંડરગ્રાઉન્ડ થઈ ગયેલો. એના પછી આશરે 2 મહિના પછી 2013ના ડિસેમ્બર મહિનામાં તેની હરિયાણા-દિલ્હી સરહદેથી ધરપકડ કરવામાં આવેલી. તે શીખના વેશમાં ફરી રહ્યો હતો.

આશ્રમમાં સમાજવિરોધી કૃત્યો કરતો હતો
એક બહેને સાંઈ પર આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2002 અને 2005 વચ્ચે સુરતના આશ્રમમાં રહેતી હતી એ દરમિયાન યૌનશોષણ કરવામાં આવ્યું હતું. પીડિતાની મોટી બહેને આસારામ પર આરોપ લગાવ્યો હતો કે તેણે 1997 અને 2006 વચ્ચે અમદાવાદમાં આશ્રમમાં રહેવા દરમિયાન યૌનશોષણ કર્યું હતું

અન્ય સમાચારો પણ છે...