• Gujarati News
  • National
  • The Supreme Court Said You Have The Right To Protest, But You Cannot Jam The Roads Indefinitely

સુપ્રીમે ખેડૂતોને આપ્યો ઠપકો:સુપ્રીમ કોર્ટે કહ્યું- તમને વિરોધ કરવાનો અધિકાર, પરંતુ અચોક્કસ સમય માટે રસ્તા જામ ન કરી શકો

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા પણ ઠપકો આપ્યો હતો

દિલ્હીમાં વિરોધ કરી રહેલા ખેડૂતોને ફરી એક વખત સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે ખેડૂતોને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ તેઓ તમને આ રીતે અચોક્કસ સમયગાળા માટે રસ્તા પર જામ કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હીની સરહદો પરથી ખેડૂતોને હટાવવાની અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

જસ્ટિસ એક કે કૌલ અને સિટી રવિકુમારની બેન્ચે કહ્યું કે કંઈક સમાધાનનો રસ્તો તો કાઢવો જ પડશે. કોર્ટે આ મામલે ખેડૂત સંગઠનો પાસે 3 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. આગામી સુનાવણી 7 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે.

ગુરુવારે સુનાવણી દરમિયાન કોર્ટે સંયુક્ત કિસાન મોરચાને સવાલ કર્યા હતા કે શું ખેડૂતોને રસ્તા પર જામ કરવાનો અધિકાર છે? આ બાબતે સંગઠનોએ કહ્યું કે પોલીસ રસ્તા પરની વ્યવસ્થાને સારી બનાવી શકે છે, જો તેઓ આમ ન કરી શકતા હોય તો ખેડૂતોને રામલીલા મેદાન કે પછી જંતર-મંતર પર પ્રદર્શન કરવા માટેની મંજૂરી આપવી જોઈએ.

પહેલા પણ ઠપકો આપી ચૂકી છે સુપ્રીમ કોર્ટ
કેન્દ્રએ નવા કૃષિ કાયદા વિરુદ્ધ ગયા વર્ષે નવેમ્બરથી દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલા પણ ઠપકો આપ્યો હતો. જંતર-મંતર પર પ્રદર્શન માટેની મંજૂરી માંગી રહેલા ખેડૂત સંગઠનોને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમે સમગ્ર દિલ્હી શહેરના શ્વાસ થંભાવી દીધા છે, હાઇવે જામ કરી નાખ્યો છે. જે કારણે સામાન્ય જનતાને મુશ્કેલીઓ પડી રહી છે. જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું હતું કે કોઈ કાયદાને કોર્ટમાં પડકાર્યા બાદ કોર્ટ પર વિશ્વાસ કરવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...