તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Supreme Court Said That If Everyone Got The Vaccine Free Of Cost In The First Two Phases, Then Why Discriminate Against People In The Age Group Of 18 To 44 Years?

કોરોના મુદ્દે ચકમક:કેન્દ્રએ કહ્યું- કોર્ટ સરકારની નીતિમાં દખલ કરી શકે નહીં; સુપ્રીમનો જવાબ- લોકોના અધિકારો જોખમમાં હોય તો મૌન ધારણ કરી બેસી શકીએ નહીં

નવી દિલ્હી20 દિવસ પહેલાલેખક: પવન કુમાર
  • કૉપી લિંક
  • સુપ્રીમ કોર્ટે કહ્યું- શરૂઆતના બે તબક્કામાં સૌને વિના મૂલ્યે વેક્સિન મળી તો 18થી 44 વર્ષની વયજૂથના લોકોને ભેદભાવ શા માટે
  • 18થી 44 વર્ષ ઉંમરના લોકોનો નંબર આવ્યો તો કેન્દ્રએ વેક્સિનેશનની જવાબદારી રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો પર ઢોળી દીધી

કોરોના મહામારીના સમયમાં દવા, સારવાર, ઓક્સિજન અને વેક્સિનેશન જેવા મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારને કેટલાક મહત્વના પ્રશ્નો પૂછ્યાં છે. જોકે સરકારે પણ કોર્ટના અધિકારો સામે પ્રશ્ન ઉઠાવ્યો તો કોર્ટે બંધારણને ટાંકી કહ્યું કે જ્યારે લોકોના અધિકારો પર હુમલા થઈ રહ્યા હોય તો તે મૌન રહી શકે નહીં.

વેક્સિનેશન મુદ્દે બુધવારે થયેલી સુનાવણીમાં કેન્દ્રએ કહ્યું કે કોર્ટ સરકારી નીતિઓમાં દરમિયાનગીરી કરી શકે નહીં. આ મુદ્દે કોર્ટે કહ્યું કે બંધારણે અમને જે જવાબદારી આપી છે તેનું અમે પાલન કરી રહ્યા છીએ. બંધારણ મુજબ જ્યારે કાર્યપાલિકા લોકોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે ત્યારે ન્યાયપાલિકા ચૂપચાપ બધુ જોઈ શકે નહીં.

મનમાની અને તર્કહીન નિર્ણયો સામે પગલાં
ચુકાદાની ન્યાયિક સમીક્ષાની વાત કરતા કોર્ટે ગુજરાત મજદૂર સભા વિરુદ્ધ ગુજરાત રાજ્યનું ઉદાહરણ પણ આપ્યું. કોર્ટે કહ્યું કે સમયાંતરે લોકોના અધિકારોનું ઉલ્લંઘન કરવા સંબંધિત નિર્ણય અંગે ન્યાયપાલિકા દરમિયાનગીરી કરે છે. ત્યારબાદ કોર્ટે કહ્યું કે વિશ્વભરમાં કોર્ટે મહામારીની આડમાં મનમાની અને તર્કહિન નીતિઓ સામે પગલાં લીધા છે.

નેત્રહીન લોકો કોવિન એપ કેવી રીતે ઉપયોગ કરશે?
દેશમાં 18થી 44 વર્ષના વયજૂથના લોકોના વેક્સિનેશનના ચુકાદાને સુપ્રીમ કોર્ટે મનમાની અને તર્કહીન ગણાવ્યો. કોર્ટે એમ પણ પૂછ્યું કે જે કોવિન એપ પર રજિસ્ટ્રેશનની જરૂરી ગણાવ્યા છે, તેને નેત્રહીન કેવી રીતે ઉપયોગ કરશે. દેશની અડધી વસ્તી પાસે મોબાઈલ ફોન નથી. તેઓ કેવી રીતે વેક્સિનેશન કરાવશો.

કેન્દ્ર સરકારે વેક્સિનેશનના પૈસા ક્યાં ખર્ચ કર્યાં
ન્યાયમૂર્તિ ડીવાઈ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ એલએન રાવ અને ન્યાયમૂર્તિ એસઆર ભટ્ટની ખંડપીઠે પૂછ્યું કે વેક્સિનેશન માટે તમે રૂપિયા 35 હજાર કરોડનું બજેટ રાખ્યું છે, અત્યાર સુધી તે ક્યાં ખર્ચ કરવામાં આવ્યું. કોર્ટે કેન્દ્ર પાસે વેક્સિન અંગે પણ હિસાબ માગ્યો અને પૂછ્યું કે બ્લેક ફંગસ ઈન્ફેક્શનની દવા માટે શું પગલાં ભર્યા છે.

આ અગાઉ દેશમાં 18થી 44 વર્ષના લોકોને કોરોના વેક્સિન લગાવવાની કેન્દ્ર સરકારની પોલિસીને સુપ્રીમ કોર્ટે તર્કહીન ગણાવી હતી. કોર્ટે આ મુદ્દે પોતાના વિગતવાર આદેશમાં કહ્યું છે કે કેન્દ્રએ 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને વિના મૂલ્યે વેક્સિન લગાવવાનો નિયમ બનાવ્યો છે. તેનાથી તદ્દન વિપરીત 18થી 44 વર્ષની ઉંમરના લોકોને વેક્સિન લગાવવા માટે પૈસા લેવામાં આવી રહ્યા છે.

કોર્ટે કહ્યું વેક્સિનેશનના શરૂઆતી બે તબક્કામાં કેન્દ્રએ સૌને વિના મૂલ્યે વેક્સિન ઉપલબ્ધ કરાવી. ત્યારબાદ જ્યારે 18થી 44 વર્ષની વયજૂથનો નંબર આવ્યો તો કેન્દ્રએ વેક્સિનેશનની જવાબદારી રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો પર ઢોળી દીધી. તેમને જ આ વયજૂથના વેક્સિનેશન માટે ચુકવણી કરવા માટે કહેવામાં આવ્યું હતું. કેન્દ્રનો આ આદેશ પ્રથમ દ્રષ્ટિએ મનમાની અને તર્કહીન દેખાય છે.

કોર્ટે 18-44 વયજૂથનો રિપોર્ટ પણ રજૂ કર્યો
મીડિયા અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરતી વખતે એ અહેવાલોને ટાંક્યાં કે જેમાં કહેવામાં આવ્યું હતું કે 18થી 44 વર્ષના લોકો કોરોના સંક્રમિત થયા તે ઉપરાંત લાંબા સમય સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવું પડ્યું હતું. આ સ્થિતિમાં આ વયજૂથમાં ઘણા લોકોના મોત પણ નિપજ્યાં હતા.

1 એપ્રિલથી 45+ અને 1 મેથી 18+નું વેક્સિનેશ
​​​​​​​
કેન્દ્ર સરકારે ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60+ લોકોનું વેક્સિનેશન કરાવ્યા બાદ 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ વયજૂથ માટે વેક્સિન ફ્રી હતી. જોકે, પ્રાઈવેટ હોસ્પિટલમાં જઈને વેક્સિન લગાવવાની મંજૂરી પણ આપી હતી. આ માટે રૂપિયા 250થી વધારે ફી નક્કી કરી હતી. ત્યારબાદ 1 મેથી સરકારે 18+(18થી 44 વર્ષ)ના લોકો માટે પણ વેક્સિનેશનનો સ્લોટ ઓપન કર્યો હતો.​​​​​​​

18થી 44 વયજૂથ માટે સરકારની શું નીતિ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં 18+ને વેક્સિનેટ કરવાનો નિર્ણય કર્યો હતો. તે હેઠળ સેન્ટ્રલ ડ્રગ્સ લેબોરેટરીમાંથી ઈશ્યુ થનારા 50 ટકા ડોઝ કેન્દ્ર સરકારને મળશે અને અન્ય 50 ટકા રાજ્ય સરકારો તથા ખુલ્લા બજારમાં વેચી શકાશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી વેક્સિનની કિંમત જાતે જ ચુકવવા કહેવામાં આવ્યું હતું. ​​​​​​​

વિશ્વનું સૌથી મોટું વેક્સિનેશન ડ્રાઈવ
ભારતનું વેક્સિનેશન ડ્રાઈવ વિશ્વમાં સૌથી મોટું છે. તે 16 જાન્યુઆરીના રોજ શરૂ થયું હતું. પહેલા તબક્કામાં 3 કરોડ હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન લગાવવામાં આવી હતી. તેમા 1 કરોડ હેલ્થકેર વર્કર્સ અને 2 કરોડ અન્ય ફ્રન્ટલાઈન વર્કર્સનો સમાવેશ થાય છે. ત્યારબાદ 27 કરોડ હાઈ-રિસ્કવાળા લોકોનું વેક્સિનેશન થયું. તેમા સિનિયર સિટીઝન અને એવા લોકોનો સમાવેશ થયો છે કે જે હાઈ-રિસ્ક કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. તેમણે ઓગસ્ટ,2021 સુધી વેક્સિનેટ કરવાની યોજના હતી.