પતિના મોત પછી મા જો બીજા લગ્ન કરી લે તો તે પોતાના બાળકોની અટક નક્કી કરવા સ્વતંત્ર છે. એટલે કે મા બીજા પતિની સરનેમ પોતાના બાળકોને આપી શકે છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને ફેરવીતોળતા આ ચુકાદો આપ્યો છે.
પહેલાં સમગ્ર મામલો સમજો
સુપ્રીમ કોર્ટમાં આ કેસ આંધ્રપ્રદેશની અકેલા લલિતાએ દાખલ કર્યો હતો. લલિતાએ 2003માં કોંડા બાલાજી સાથે લગ્ન કર્યા હતા. માર્ચ 2006માં તેમને ત્યાં પુત્રનો જન્મ થયો, જેના ત્રણ મહિના બાદ કોંડાનું મોત નિપજ્યું. પતિના મોતના એક વર્ષ પછી લલિતાએ વિંગ કમાન્ડર અકેલા રવિ નરસિમ્હા સરમા સાથે બીજા લગ્ન કર્યા.
આ લગ્ન પહેલાં રવિ નરસિમ્હાને પણ એક બાળક હતું. આ બધાં જ લોકો હાલ એકસાથે રહે છે. જે બાળકની અટક પર વિવાદ છે, તેની ઉંમર 16 વર્ષ અને 4 મહિના છે. તેમ છતાં લલિતાના સાસુ-સસરાએ બાળકની અટક બદલવાને લઈને વિવાદ ઊભો કરી દીધો છે.
સાસુ-સસરાએ પૌત્રની અટક બદલાવવામાં આવતા કેસ કર્યો હતો. દાદા-દાદીએ વર્ષ 2008માં વોર્ડ અધિનિયમ 1890ની કલમ 10 અંતર્ગત પૌત્રના સંરક્ષક બનવાની અરજી પર કર્યો હતો. જેને નીચલી અદાલતે ફગાવી દીધો હતો. જે બાદ દાદા-દાદીએ આંધ્રપ્રદેશ હાઈકોર્ટ પહોંચ્યા હતા કે જેથી બાળકની સરનેમ ન બદલવામાં આવે. લલિતાને ગાર્ડઅન તો માનવામાં આવી, પરંતુ તેમના પહેલા પતિની અટક મુજબ જ બાળકની સરનેમ રહેશે તેવા નિર્દેશ આપ્યા હતા.
સુપ્રીમ કોર્ટના ચુકાદાને 4 પોઈન્ટ્સમાં સમજો
1. બાયોલોજિક પિતાના મોત પછી મા બાળકની એકમાત્ર લીગલ અને નેચરલ ગાર્ડિઅન
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ મા, બાળકના બાયોલોજિકલ પિતાના નિધન પછી તેની એકમાત્ર લીગલ અને નેચરલ ગાર્ડિઅન હોય છે. તેને પોતાના બાળકની સરનેમ નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જો તે બીજા લગ્ન કરે છે તો તે બાળકને બીજા પતિની સરનેમ પણ આપી શકે છે.
2. સરનેમને માત્ર ઈતિહાસ, સંસ્કૃતિના સંદર્ભમાં ન સમજવી જોઈએ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે માતાને નવા પરિવારમાં બાળકને સામેલ કરવા અને તેની સરનેમ બદલવાથી કાયદાકીય રીતે રોકી ન શકાય. સરનેમ માત્ર વંશ માટે નથી અને તેને માત્ર ઈતિહાસ, સંસ્કૃતિના સંદર્ભમાં સમજવી ન જોઈએ.
3. મા પોતાના બાળકને બીજા પતિ દ્વારા એડોપ્ટ લેવાનો અધિકાર પણ આપી શકે છે
સુપ્રીમ કોર્ટે કહ્યું મા પોતાના બાળકને બીજા પતિ દ્વારા એડોપ્ટ લેવાનો અધિકાર પણ આપી શકે છે. જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેંચે અગાઉના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં સુપ્રીમ કોર્ટે માને પિતાની જેમ જ બાળકના નેચરલ ગાર્ડિઅન ગણાવ્યા હતા.
4. અલગ સરનેમ બાળકની મેન્ટલ હેલ્થ માટે યોગ્ય નથી
ડોક્યુમેન્ટ્સમાં લલિતાના બીજા પતિનું નામ સાવકા પિતા તરીકે નોંધવાના હાઈકોર્ટના નિર્દેશને સુપ્રીમ કોર્ટે ક્રૂરતા અને અણસમજુની શ્રેણીમાં રાખી. કહ્યું કે આ બાળકના માનસિક સ્વાસ્થ્ય અને આત્મસન્માનને પ્રભાવિત કરશે.
કોર્ટે એમ પણ કહ્યું કે એક સરનેમ ઘણી જ મહત્વપૂર્ણ છે, કેમકે એક બાળક તેનાથી પોતાની ઓળખ મેળવે છે. તેના અને પરિવારના નામમાં અંતર હોવાને કારણે પોતે એડોપ્ટ સંતાન છે તે ફેક્ટ હંમેશા તેની સાથે રહે છે, જે બાળકને માતા-પિતાથી જોડી રાખવા માટે અનેક સવાલો ઊભા કરે છે. અમને અરજકર્તા માને પોતાના બાળકના બીજા પતિની અટક આપવામાં કંઈ ખોટું નથી લાગી રહ્યું.
બીજા પતિએ પુત્રને એડોપ્ટ કર્યો છે
લલિતાની કોર્ટમાં અરજી બાદ ચુકાદો આવતા વાર લાગી તે સમયમાં એટલે કે 12 જુલાઈ 2019નાં રોજ તેમના બીજા પતિએ એક રજિસ્ટર્ડ એડોપ્શન ડોક્યૂમેન્ટની મદદથી બાળકને એડોપ્ટ કરી લીધું છે. કોર્ટે કહ્યું કે જ્યારે કોઈ બાળકને દત્તક લેવામાં આવે છે તો તે પરિવારની અટક જ ધારણ કરે છે. એવામાં કોર્ટ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે તે યોગ્ય નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.