• Gujarati News
  • Business
  • The Supreme Court Rejected The Petition And Upheld The Order To Demolish The Two Towers Of The Emerald Court

સુપરટેકને કોઈ રાહત નહિ:સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી, એમરોલ્ડ કોર્ટના બે ટાવરને તોડવાનો આદેશ યથાવત

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે સુપરટેક દ્વારા દાખલ સંશોધન અરજીને ફગાવી દીધી છે

સુપ્રીમ કોર્ટે સોમવારે નોઈડા એક્સપ્રેસ સ્થિત એમરોલ્ડ કોર્ટ પ્રોજેક્ટના 40 માળીયા ટ્વિન ટાવર-16(એપેક્સ) અને 17(સ્યાન)ને તોડી નાંખવાના કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે. કોર્ટે સુપરટેક દ્વારા દાખલ સંશોધન અરજીને ફગાવી દીધી છે.

સુપરટેકને કોઈ રાહત નહિ
જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પીઠે સુપરટેકને કોઈ પણ પ્રકારની રાહત આપવાથી ઈન્કાર કર્યો છે. સુનાવણીની શરૂઆતમાં સુપરટેક તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીને સવાલ કરવામાં આવ્યો કે અંતે આ અરજી વિચાર યોગ્ય કઈ રીતે છે? તે ટાવર નંબર-17ને તોડવા તૈયાર છે. રોહતગીનું કહેવું હતું કે આ ટાવર પડવાથી બે ટાવરની વચ્ચેનું અંતર માપદંડ મુજબનું થઈ જશે. જવાબમાં પીઠે કહ્યું કે આ તો એ વાત થઈ ગઈ કે આદેશનું પાલન કરવાની માંગણી થઈ રહી છે, જોકે આદેશ તમારી શરત મુજબના હોય.

સુપરટેક તરફથી પ્રોજેક્ટમાં ફેરફાર કરવાની રૂપરેખા રજૂ
રોહતગીનું કહેવું હતું કે તે એમ નથી કહી રહ્યાં કે તે આદેશનું પાલન કરવા માંગતા નથી પરંતુ તે આ મામલામાં સંતુલિત વ્યુ અપનાવવાની માંગ કરી રહ્યાં છે. બીજી તરફ આરડબલ્યુ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ જયંત ભૂષણે સુપરટેકની અરજીનો વિરોધ કર્યો. સુપરટેક તરફથી પ્રોજેક્ટમાં કેટલાક ફેરફાર કરવાની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટે આપેલો આદેશ યથાવત રખાયો
ઉલ્લેખનીય છે કે ગત 31 ઓગસ્ટે જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ એમ આર શાહની ખંડપીઠે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આ આદેશને યથાવત રાખ્યો હતો. જેમાં બંને ટાવરને પાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુપરટેકના એમરોલ્ડ કોર્ટ પ્રોજેક્ટના આ બંને ટાવરને ત્રણ મહિનાની અંદર તોડવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સાથે એ પણ કહ્યું હતું કે તોડવાનું કાર્ય નોઈડાના અધિકારીઓની દેખરેખમાં થશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ભવન અનુસંધાન સંસ્થાન(સીબીઆરઆઈ)ને ટાવર તોડવા માટે કહ્યું હતું. જેથી તેને સુરક્ષિત રીતે તોડવાનું સુનિશ્ચિત કરી શકાય.

સાથે જ સુપ્રીમ કોર્ટે સુપરટેકને બે મહિનાની અંદર ટ્વિન ટાવરોના ફલેટના ખરીદનારાઓને 12 ટકા પ્રતિ વર્ષ વ્યાજની સાથે રકમ પરત કરવાના આદેશ આપ્યા હતા. કોર્ટે બિલ્ડરને એક મહિનાની અંદર એમરોલ્ડ કોર્ટના ઓનર રેસિડન્ટ વેલફેર એસોસિએશનને વળતર તરીકે બે કરોડ રૂપિયા ચૂકાવવાનો આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...