• Gujarati News
  • National
  • The Supreme Court Ordered The Center To Make A ‘builder buyer Agreement’; The Builders' Arbitrariness Will No Longer Work

ઘર ખરીદનારને રાહત:સુપ્રીમ કોર્ટે કેન્દ્રને 'બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ' બનાવવાનો આદેશ આપ્યો; બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમ કોર્ટ- ફાઈલ ફોટો - Divya Bhaskar
સુપ્રીમ કોર્ટ- ફાઈલ ફોટો

સુપ્રીમ કોર્ટે સોમવારે એ યાચિકા પર નોટિસ જારી કરી છે જેમાં કેન્દ્ર સરકારને મોડલ બિલ્ડર બાયર એગ્રીમેન્ટ બનાવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ બાબતને મહત્વપૂર્ણ ગણાવી છે. જસ્ટિસ ધનંજય વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે એડવોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની તપાસ કરવાનો નિર્ણય લીધો હતો અને કહ્યું હતું કે અમને લાગે છે કે આ અંગે કેટલીક માર્ગદર્શિકા જારી કરવાની જરૂર છે. સમિતિએ આ મામલામાં કેન્દ્રને ચાર સપ્તાહમાં આ જવાબ આપવાનો નિર્દેશ જારી કર્યો છે.

રેરા પ્રમાણે કોઈ અખિલ ભારતીય મોડલ ઉપલબ્ધ નથી: વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ
ખંડપીઠે આ બાબતને મહત્વપૂર્ણ ગણતા આ મામલાને ઝડપથી ઉકેલ લાવવાનો નિર્ણય લીધો છે. સુનાવણી દરમિયાન અરજીકર્તા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું કે રેરા પ્રમાણે કોઈ અખિલ ભારતીય મોડલ ઉપલબ્ધ નથી. ઉપાધ્યાયે પોતાની યાચિકામાં કહ્યું કે મોડલ બિલ્ડર-બાયર એગ્રીમેન્ટથી રિઅલ એસ્ટેટમાં પારદર્શિતા આવશે અને ફ્લેટ ખરીદાનારાઓને તકલીફોનો સામનો નહીં કરવો પડે. વર્તમાન સમયમાં રિઅલ એસ્ટેટના તમામ એગ્રીમેન્ટ એકતરફી હોય છે. આ એગ્રીમેન્ટ ફ્લેટ ખરીદનારાઓના હિતોને ધ્યાનમાં રાખીને બનેલા હોતા નથી.

યાચિકામાં રેરા એક્ટ અનુસાર ગ્રાહકોની સુરક્ષાની માગ
રેરા એક્ટ, 2016 અને બંધારણના અનુચ્છેદ 14, 15 અને 21ને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને રક્ષણ આપવું જોઈએ. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યોને ગ્રાહકો દ્વારા સામનો કરવામાં આવતી માનસિક અને નાણાકીય મુશ્કેલીઓને દૂર કરવા માટે મોડેલ બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ અને મોડેલ એજન્ટ બાયર એગ્રીમેન્ટનો અમલ કરવા નિર્દેશ આપવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...