• Gujarati News
  • National
  • The Supreme Court Asked Why The Tenure Of The Chief Election Commissioner Is Not Completed?

CECની નિમણૂક પર SCએ સરકારની ઝાટકણી કાઢી:સુપ્રીમ કોર્ટે પૂછ્યું- મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેમ પૂરો નથી થતો?

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમ કોર્ટે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર, એટલે કે CECની નિમણૂક પ્રક્રિયાને લઈ સરકારની ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું હતું કે 1990થી 1996ની વચ્ચે CEC ટીએન સેશનની નિમણૂક પછી કોઈપણ મુખ્ય ચૂંટણી કમિશરને તેમનો કાર્યકાળ સંભાળવાની તક મળી નથી. શું એવું એટલા માટે થયું છે કે સરકારને CEC બનાવવાની વ્યક્તિની જન્મતારીખ ખબર હોય છે?

સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન મંગળવારે જસ્ટિસ કેએમ જોસેફની અધ્યક્ષતા હેઠળની પાંચ જજની બેન્ચે આ વાત કહી. કોર્ટે કહ્યું હતું કે આ કેસને બંધારણીય મૌનનો લાભ લેવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી. કોર્ટે કહ્યું હતું કે યુપીએ સરકાર હોય કે વર્તમાન સરકાર, હવે એ ટ્રેન્ડ બની ગયો છે.

શ્રેષ્ઠ અધિકારીની પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા થવી જોઈએ
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બંધારણમાં ચીફ ઈલેક્શન કમિશનર (CEC) અને બે ઈલેક્શન કમિશનર (ECs)એ મહત્ત્વપૂર્ણ સત્તા ધરાવે છે, સાથે જ આ જવાબદાર હોદ્દા પર નિમણૂકના સમયે ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક પ્રક્રિયા અપનાવવી જોઈએ, જેથી બેસ્ટ મેનની આ પદ માટે નિમણૂક કરવામાં આવે. આ જોવું ખૂબ મહત્ત્વપૂર્ણ બની જાય છે કે શ્રેષ્ઠ અધિકારીની પસંદગી અને તેની નિમણૂક કેવી રીતે થાય છે.

કોર્ટે કહ્યું- CECની નિયુક્તિ યોગ્ય રીતે કરવી જરૂરી છે
બેન્ચે એટર્ની જનરલ વેન્કટરામણી (AG)ને કહ્યું હતું કે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક નિષ્પક્ષ રીતે કરવામાં આવે એ આવશ્યક છે. આના પર AGએ કોર્ટને કહ્યું હતું કે આમાં કોઈને કોઈ વાંધો હોઈ શકે નહીં. કેન્દ્ર સરકાર પણ શ્રેષ્ઠ અધિકારીની નિમણૂકનો વિરોધ કરતી નથી, પરંતુ સવાલ એ છે કે આ કેવી રીતે થશે?

છેલ્લાં 70 વર્ષથી CECની નિમણૂક માટે કોઈ કાયદો નથી
બેન્ચે વધુમાં કહ્યું હતું કે બંધારણમાં પ્રક્રિયા હેઠળ ચૂંટણી કમિશનરની નિમણૂક ન કરવાનું પરિણામ ખતરનાક છે. બંધારણની કલમ 324(2) CEC અને ECની પસંદગી અને નિમણૂક માટે કાયદો બનાવવાનો આદેશ આપે છે, પરંતુ છેલ્લા સાત દાયકામાં આવું કરવામાં આવ્યું નથી.

કોલેજિયમ સિસ્ટમમાંથી સીઇસીની નિમણૂક પર કોર્ટમાં સુનાવણી
કોર્ટે ભવિષ્યમાં કોલેજિયમ સિસ્ટમ હેઠળ CEC અને ECની નિમણૂક માટેની પ્રક્રિયા પર 23 ઓક્ટોબર, 2018ના રોજ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે આ મહત્ત્વપૂર્ણ નિવેદનો કર્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે CBI ડાયરેક્ટર, લોકપાલ અથવા તેના જેવા કેન્દ્ર એકપક્ષીય રીતે ચૂંટણીપંચના સભ્યોની નિમણૂક કરે છે. જસ્ટિસ અજય રસ્તોગી, અનિરુદ્ધ બોઝ, હૃષિકેશ રોય અને સીટી રવિકુમારની બેન્ચ આ કેસમાં સુનાવણી કરી રહી હતી.