મહિલા PSIની ઘરમાં જ દાદાગીરી, VIDEO:વૃદ્ધ સસરાને છુટ્ટા હાથે માર માર્યો, માતા સાથે મળીને બોચી દબાવી દીધી, દિલ્હીના CCTV ફૂટેજ વાઇરલ

21 દિવસ પહેલા

આ ઘટના દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારની છે. જ્યાં દિલ્હી પોલીસની મહિલા સબ ઈન્સ્પેક્ટરે વૃદ્ધ સસરાને માર માર્યો હતો. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે મહિલાએ યુનિફોર્મના ઘમંડમાં તેના સસરાને એક પછી એક થપ્પડ મારી અને તે પણ સ્થાનિક પોલીસની હાજરીમાં. સીસીટીવીમાં મહિલા સબ-ઇન્સ્પેક્ટર (પીળા ડ્રેસમાં) સાથે દેખાતી મહિલા તેની માતા છે. જે તેની પુત્રીને સપોર્ટ કરવા તેની સાથે આવી હતી. વૃદ્ધ દંપતીનો કેસ તેમની વહુ સહિત કોર્ટમાં ચાલી રહ્યો છે. આરોપ છે કે રવિવારે તે મામલે મહિલા પોલીસ કર્મચારી તેની માતા સાથે આવી અને તેના સસરાની સાથે મારપીટ કરી. હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધી છે. પરંતુ હજુ સુધી આરોપી પોલીસ કર્મચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...