તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Study Claims That Along With The Double Mutant Variant, Covexin Also Eliminates The British Strain, Affecting All Variants.

કોવેક્સિન છે સૌથી અસરકારક:સ્ટડીમાં દાવો- ડબલ મ્યૂટન્ટ વેરિએન્ટની સાથે બ્રિટનના સ્ટ્રેનને પણ ખતમ કરી નાખે છે કોવેક્સિન, તમામ વેરિએન્ટ પર અસરદાર

ન્યૂયોર્ક3 મહિનો પહેલા

અમેરિકાના સ્વતંત્ર જર્નલ ક્લીનિકલ ઈન્ફેક્શિયસ ડિસીઝે રવિવારે કોરોનાની સ્વદેશી વેક્સિન કોવેક્સિન અંગે સારા સમાચાર આપ્યા છે. તેમના સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવેક્સિન ભારતમાં જોવા મળેલા ડબલ મ્યૂટન્ટ કોરોના વેરિએન્ટ વિરૂદ્ધ ઘણી હદ સુધી પ્રોટેક્શન આપે છે. સાથે જ આ બ્રિટનમાં મળેલા વેરિએન્ટ સહિત અન્ય સ્ટ્રેનને પણ ખતમ કરી દે છે.

આ પહેલાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પણ કોવેક્સિને લગભગ તમામ પ્રમુખ વેરિએન્ટ પર અસરકારક ગણાવી હતી.

થર્ડ ફેઝના ક્લિનિકલ ટ્રાયલમાં કોવેક્સિન 78% સુધી પ્રભાવી
કોરોના વેક્સિન બનાવનારી હૈદરાબાદની કંપની ભારત બાયોટેક અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR)એ હાલમાં જ કોવેક્સિનના ત્રીજા ફેઝનો ઈન્ટરિમ ક્લિનિકલ ટ્રાયલ રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં ભારતમાં નિર્મિત કોવેક્સિનને ક્લિનિકલી 78% અને કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત દર્દીઓ પર 100% સુધી પ્રભાવી ગણાવવામાં આવી છે. કંપનીએ પોતાના બીજા વિશ્લેષણમાં કોરોનાના 87 સિમ્પટમ્સ પર રિસર્ચ કર્યું હતું.

બાદમાં વધતા સંક્રમણ પછી કંપનીએ ત્રીજા ફેઝ માટે 127 લક્ષણો પર વિશ્લેષણ કર્યું. જેમાં કોવેક્સિનની એફિકેસી 78% સુધી જોવા મળી હતી. કંપની વેક્સિનનો અંતિમ રિપોર્ટ જૂનમાં જાહેર કરશે. ત્રીજા ફેઝની સ્ટડીમાં 18-98 વર્ષની નીચેના 25,800 લોકોને સામેલ કરવામાં આવ્યા, જેમાં 10% 60 વર્ષથી વધુ ઉમરના લોકો સામેલ થયા હતા.

શું છે આ પરિણામું નિષ્કર્ષ?
ભારત બાયોટેકે કોવેક્સિનને ટ્રેડિશનલ પ્લેટફોર્મ પર બનાવી છે. જેમાં ઈનએક્ટિવેટેડ વાયરસને શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે, જે શરીરમાં વધતા્ નથી પરંતુ તેની સામે લડવા માટે એન્ટીબોડી જરૂરથી તૈયાર કરે છે. સારી વાત એ છે કે તે સમગ્ર વાયરસને નિશાન બનાવે છે, જેમાં તેમાં થનારા ફેરફાર પર જ આ અસરકારક છે. સૌથી સારી વાત એ છે કે કોવેક્સિન દુનિયાની પહેલી એવી વેક્સિન છે,જેમાં તમામ વેરિએન્ટ્સ સામે લડવાની શક્તિ છે.

કોરોનાના તમામ વેરિએન્ટ્સ વિરૂદ્ધ કોવેક્સિન અસરકારક
ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. કૃષ્ણા એલ્લાનું કહેવું છે કે ક્લિનિકલ ટ્રાયલ્સના ત્રણ ફેઝમાં 27 હજાર વોલેન્ટિયર્સ પર વેક્સિનનો પ્રયોગ કર્યો છે. ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામની સાથે તે વાત પુરવાર થઈ ગઈ છે કે કોવેક્સિન કોરોના વાયરસ વિરૂદ્ધ અસરકારક છે. આ વેક્સિન ઝડપથી સામે આવી રહેલા કોરોના વાયરસના અન્ય વેરિએન્ટ્સ વિરૂદ્ધ પણ અસરદાર છે.

કોવેક્સિનનો બગાડ પણ ઓછો
કોવેક્સિન કે BBV152 એક વ્હોલ વાયરોને ઈનએક્ટિવેટેડ SARS-CoV-2 વેક્સિન છે. આ વેરો સેલ્સથી બનાવવામાં આવ્યો છે. આ 2થી 8 ડિગ્રી સેલ્સિયસ પર સ્ટેબલ રહે છે અને રેડી-ટૂ-યુઝ લિક્વિડ ફોર્મેશનમાં ટ્રાંસપોર્ટ કરવામાં આવે છે. હાલની વેક્સિન સપ્લાઈ ચેન ચેનલ્સ માટે આ ઉપયુક્ત છે. BBV152ની સાથે 28 દિવસની ઓપન વાયલ પોલિસી પણ છે, જે વેક્સિનના વેસ્ટેજને 10-30% સુધી કામ કરે છે.