9 કલાક પછી પકડાયો દીપડો:અલીગઢમાં દીપડાએ વિદ્યાર્થી પર હુમલો કરી લોહીલુહાણ કરી દીધો; જુઓ VIDEO

અલીગઢ9 મહિનો પહેલા
  • ગામમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી

ઉત્તરપ્રદેશના છર્રા ગામમાં વિદ્યાર્થી પર હુમલો કરનાર દીપડાને વન વિભાગની ટીમે 9 કલાકની જહેમત પછી બુધવારે સાંજે પકડી લીધો હતો. ઘણી મુશ્કેલી પછી દીપડો વન અધિકારીઓના હાથે પકડાયો હતો. દીપડો પકડાયા પછી ગામના લોકોએ હાશ અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે બુધવારે સવારે નિહાલ સિંહ ઈન્ટર કોલેજમાં ઘૂસેલા દીપડોએ પરીક્ષા આપવા આવેલા એક વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો.

ઘરમાંથી બહાર નહોતા નીકળતા લોકો
ગામમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. બુધવારે સવારે નિહાલ સિંહ ઈન્ટર કોલેજમાં જ્યારે વિદ્યાર્થી પર હુમલો થયો તો સમગ્ર વિસ્તારમાં ડર ફેલાયો હતો. ડરના પગલે લોકોએ ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું હતું. 15 વર્ષીય વિદ્યાર્થી લકી રાજ જેવો કોલેજ પહોંચ્યો, દીપડાએ અચાનક તેના પર હુમલો કર્યો હતો. હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. વન વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પીંજરાં લગાવ્યાં હતાં.

દીપડાના હુમલામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો.
દીપડાના હુમલામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો.

લગભગ 9 કલાક પછી પકડાયો દીપડો
નિહાલ ઈન્ટર કોલેજમાં વિદ્યાર્થી પર હુમલો કર્યા પછી દીપડાને પકડવા માટે વિવિધ જગ્યાએ જાળીઓ અને આસપાસ 3 પીંજરાં લગાવવામાં આવ્યાં હતાં. વન વિભાગની સાથે આગ્રાથી આવેલી વાઈલ્ડલાઈફ ટીમે દીપડાને પકડવા માટે રેસ્ક્યૂ-ઓપરેશન ચલાવ્યું હતું. વન વિભાગે દીપડાને નરૌરા અને ગંગા કિનારાના જંગલમાં છોડી દીધો હતો.

અધિકારીઓએ કવર કરી લીધું હતું બિલ્ડિંગ
અધિકારીઓએ સીસીટીવી કેમેરા શોધવાના શરૂ કર્યા હતા, એ પછી તેમને કોલેજની અંદર જ દીપડો દેખાઈ ગયો હતો. વન વિભાગના કન્ઝર્વેટર અદિતિ શર્મા, ડીએફઓ દીવાકર વશિષ્ઠ સહિત અન્ય અધિકારીઓએ જાળ નાખીને ત્રણ માળની ઈમારતને કવર કરી હતી, જેથી દીપડો ભાગી ન શકે. એની સાથે જ વિવિધ જગ્યાએ અગ્નિ સળગાવવામાં આવ્યો હતો. જોકે દીપડો કોલેજની બહારથી પકડાયો હતો.

ઘાયલ વિદ્યાર્થી લકી રાજને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો.
ઘાયલ વિદ્યાર્થી લકી રાજને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો.

આઠ વર્ષનો છે દીપડો
ડીએફઓ દીવાકર વશિષ્ઠે જણાવ્યું હતું કે પકડાયેલા દીપડાની ઉંમર લગભગ 7-8 વર્ષની વચ્ચે છે. ફુલ ગ્રોથ હોવાના કારણે તે ઘણો જ સ્ફુર્તિલો અને ખતરનાક પણ છે. આ કારણે તેને પકડવા માટે ઘણી જહેમત ઉઠાવવી પડી હતી. તેમણે જણાવ્યું હતું કે દીપડો જ્યાં રહે છે, ત્યાં 30થી 40 કિમીના વિસ્તારમાં જતો રહે છે અને બાદમાં પોતાના વિસ્તારમાં આવી જાય છે. જોકે કોઈ કારણ હોવાને કારણે આ દીપડો વસતિની વચ્ચે આવીને રોકાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...