• Gujarati News
  • National
  • The Student Cut The Girl's Throat With A Blade, Went To The Hospital And Asked If She Was Alive Or Dead.

ફ્રેન્ડશિપની ના પાડવી મોંઘું પડ્યું:વિદ્યાર્થીએ છોકરીનું ગળું બ્લેડથી કાપી નાખ્યું, હોસ્પિટલમાં જઈને પૂછ્યું- જીવે છે કે મરી ગઈ

પાલી6 દિવસ પહેલા
  • ધો.11ની વિદ્યાર્થીની યશોદા મીણા પોતાના ક્લાસમાં લન્ચ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી

રાજસ્થાનના પાલીમાં એક વખત ફરી એકતરફી પ્રેમમાં પાગલ થયેલા છોકરાએ તેની જ સ્કૂલમાં ભણતી એક છોકરીનું બ્લેડથી ગળું કાપી નાખ્યું છે. આ ઘટનામાં છોકરીને ગંભીર ઈજા પહોંચી છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની સ્થિતિ ગંભીર છે. બાદમાં માથાભારે એવા આ છોકરાએ હોસ્પિટલમાં જઈને એ પણ પૂછ્યું કે તે જીવતી છે કે મૃત્યુ પામી છે.

મારવાડ જંક્શન(પાલી) પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલો બિઠોલા કલા ગામની રાજકીય સિનિયર સેકન્ડરી સ્કૂલનો છે. મંગળવારે ધો.11ની વિદ્યાર્થિની યશોદા મીણા પોતાના ક્લાસમાં લન્ચ કરી રહી હતી. આ દરમિયાન ધો.12માં અભ્યાસ કરતો સોહનલાલ ત્યાં આવ્યો. તેણે અચાનક બ્લેડથી યશોદાનું ગળું કાપી નાખ્યું અને ભાગી ગયો.

પાલીના મારવાડ જંક્શન હોસ્પિટલમાંથી છોકરીને રિફર કરવા દરમિયાન એકત્રિત થયેલી ભીડ.
પાલીના મારવાડ જંક્શન હોસ્પિટલમાંથી છોકરીને રિફર કરવા દરમિયાન એકત્રિત થયેલી ભીડ.

ઘટના પછી સ્કૂલના ટીચર ગ્રામીણોની મદદથી તેને મારવાડ જંક્શન હોસ્પિટલમાં લઈને આવ્યા. ત્યાં પ્રાથમિક સારવાર પછી ડોક્ટર વિકાસ ગેહલોતે તેને પાલીમાં રિફર કરી. તેમણે જણાવ્યું હતું કે ઘાને જોતાં એવું લાગી રહ્યું છે કે બ્લેડથી ગળું કાપી નાખવામાં આવ્યું છે.

ફ્રેન્ડશિપ માટે બનાવી રહ્યો હતો દબાણ
યશોદાએ જણાવ્યું હતું કે સોહનલાલ ચાર દિવસથી તેને હેરાન કરી રહ્યો હતો. વારંવાર ફ્રેન્ડશિપનું દબાણ કરી રહ્યો હતો. મંગળવારે પણ તેણે ફ્રેન્ડશિપ માટે કહ્યું હતું. ત્યારે પણ યશોદાએ તેના ભાઈને બોલાવીને તેને સમજાવ્યો હતો, જોકે તે માન્યો નહોતો. મંગળવારે તેણે લન્ચ દરમિયાન યશોદા પર હુમલો કર્યો હતો. તેણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ પહેલાં તેણે વિદ્યાર્થિનીના ક્લાસના બોર્ડ પર આઈ લવ યુ વાઈફ પણ લખ્યું હતું.

પરિવારના સભ્યોની સામેથી ભાગ્યો આરોપી
તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે યશોદાને ઈજા પહોંચાડ્યા પછી સોહન લાલ મારવાડ જંક્શન હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તેણે લોકોને પૂછ્યું કે યશોદા જીવતી છે કે મરી ગઈ છે. આ દરમિયાન પરિવારના સભ્યોએ તેને પકડવાની કોશિશ પણ કરી હતી.

ક્લાસ રૂમમાંથી આવ્યો ચીસ પાડવાનો અવાજ
સ્કૂલના એક સ્ટાફે જણાવ્યું હતું કે લન્ચ બ્રેકનો બેલ વાગ્યા પછી ધો.11ના ક્લાસમાંથી સ્ટુડન્ટ્સનો ચીસ પાડવાનો અવાજ આવ્યો. અમે ઝડપથી ભાગ્યા તો સ્ટુડન્ટ્સનું ગળું લોહીથી લથપથ હતું. અમે ઝડપથી તેને હોસ્પિટલમાં લઈને ગયા. પૂછવા પર વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે સોહનલાલે તેની પર હુમલો કર્યો છે. સ્ટાફે જણાવ્યું કે બંને અલગ-અલગ ક્લાસમાં ભણે છે.

સમગ્ર ઘટનાક્રમ પર મારવાડ જંક્શન પોલીસ સ્ટેશનના મોહન સિંહે જણાવ્યું કે વિદ્યાર્થિની હાલ કઈ પણ કહેવાની સ્થિતિમાં નથી. વિદ્યાર્થી પકડાયા પછી જ સત્ય બહાર આવશે. ઘટના સમયે હાજર રહેલા અન્ય વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફ સાથે વાચતીચ કરીને હાલ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...