તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Struggle For The Formation Of A Grand Coalition Government Started, Bahubali Anant Singh And Ritlal Yadav Were Hired By Tejaswi.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેજસ્વીની ટાસ્ક ફોર્સ:મહાગઠબંધનની સરકાર બને તે માટેનો જુગાડ શરૂ, બાહુબલી અનંત સિંહ અને રીતલાલ યાદવને તેજસ્વીએ કામે લગાડ્યા

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
તેજસ્વી યાદવે જુગાડથી સરકાર બનાવવા માટે નવી ટીમની રચના કરી - Divya Bhaskar
તેજસ્વી યાદવે જુગાડથી સરકાર બનાવવા માટે નવી ટીમની રચના કરી
 • MLC સુનિલ સિંહ અને રાજ્યસભા સાંસદ અમરેન્દ્રધારી સિંહ કરશે મેનેજમેન્ટ
 • બહુમતી નહીં મળી હોવા છતા જુગાડના સહારે તેજસ્વીની CM ખુરસી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પરિણામો પછી બહુમતી ન મળી હોવા છતાં મહાગઠબંધન સરકાર બનાવવાના પ્રયાસોમાં લાગી ગઈ છે. જેલમાં બંધ બાહુબાલી અનંત સિંહની સાથે ગુનાકિય ઈતિહાસ ધરાવનાર અને રાજકારણમાં આવતાની સાથે જ પહેલી વખત દાનાપુરથી MLA બનેલા રીતલાલ યાદવને મોટી જવાબદારી આપવામાં આવી છે. તેજસ્વીએ "મહાગઠબંધન સરકાર"ના જુગાડ માટે જે ટાસ્ક ફોર્સ બનાવી છે, તેમાં મની અને પોલિટિક્સની દ્રષ્ટીએ પણ કામ આપવામાં આવ્યા છે. ત્રણ પ્રકારના લોકો આ અભિયાનને સફળ બનાવવા કાર્યરત છે. વિરોધ પક્ષથી લઈને અપક્ષને પણ પોતાની સાથે સમાવી લેવા માટે તેજસ્વીએ પોતાના આ સેનાપતિઓને ટાસ્ટ સોંપી દીધા છે.

તેજસ્વીને બાહુબલીઓનો સાથ
RJD ઈચ્છે છે કે અનંત સિંહ અને રીતલાલ યાદવ અપક્ષથી લઈને જે પણ વિરોધ પક્ષના નાના દળ છે પછી જે પક્ષ માત્ર એક-બે સીટ જીતી શક્યા છે તેઓને મહાગઠબંધન માટે તૈયાર કરવામાં આવે. જો કે આ તમામ રણનીતિ ગુપ્ત રીતે તૈયાર કરવામાં આવી રહી છે. તેજસ્વી યાદવે તે નેતાઓને પણ જવાબદારી સોંપી છે, જેઓ પૈસાની દ્રષ્ટીએ મજબૂત છે, મેનેજમેન્ટમાં પણ આગળ છે. આ રીતે તેજસ્વી યાદવે MLC સુનીલ સિંહ અને રાજ્યસભાના સાંસદ અમરેન્દ્રધારી સિંહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમના સહયોગ માટે મનોજ ઝાની પણ મદદ લેવાઈ છે, કે જેથી જો વાત સફળ રહે તો તેને પરિણામ સુધી પહોંચાડવામાં સફળતા મળે. જો કે અમરેન્દ્રધારી સિંહનું કહેવું છે કે તેઓ જનાદેશનું સન્માન કરે છે, ધનના ઉપયોગ અને ધારાસભ્યોની ખરીદ-વેચાણ જેવા કામમાં તેઓ સામેલ નથી થતા.

ડેપ્યુટી CMની ઓફર તો ખુલ્લી મૂકવામાં આવી છે
ગુરૂવારે RJDની ધારાસભ્ય દળની બેઠકમાં તેજસ્વી યાદવે સ્પષ્ટ કરી દીધું છે કે NDA સરકાર વધુ સમય સુધી સત્તા પર નહીં ટકે. એવામાં તેજસ્વી યાદવની ગુપ્ત ટીમ ઓપરેશનમાં કામે લાગી ગઈ છે. આ પહેલાં સીધી રીતે RJDના નેતાએ માંઝી અને મુકેશ સહનીને ડેપ્યુટી CMની ઓફર આપી ચુક્યા છે. જો કે માંઝીએ હજુ સુધી પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. તેઓએ મહાગઠબંધનના જ ધારાસભ્યને NDAમાં આવવાનું આમંત્રણ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો