વર્કઆઉટ કરતી વખતે ક્ષણભરમાં મોત:જિમમાં વર્કઆઉટ સમયે મોતનો સિલસિલો યથાવત,અગાઉ બે એક્ટરોનું થઈ ચૂક્યું છે મોત

એક મહિનો પહેલા

ઇંદોરમાં વૃંદાવન હોટલ આવેલી છે. જેના માલિક પ્રદિપ રઘુવંશી જે દરરોજની જેમ જિમ ગયા હતાં. ગુરૂવારે સવારે ગોલ્ડસ નામનાં જીમમાં કસરત કરી રહ્યાં હતાં ત્યાં જ અચાનક ચક્કર આવતા થડી પડ્યા હતા.ત્યારબાદ તેમને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

આ પહેલા પણ જિમમાં હાર્ટ એટેકના ઘણાં કેસ સામે આવેલા છે. કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને પણ જિમમાં વર્ક આઉટના સમયે એટેક આવ્યો હતો. કેટલાક દિવસો હોસ્પિટલમાં ઈલાજ ચાલ્યો હતો પરંતુ અચાનક તેમનું મોત નિપજ્યું હતું.જ્યારે એક્ટર સિદ્ધાંત વીર સૂર્યવંશીનું પણ 46 વર્ષની ઉંમરે આ જ રીતે મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...