તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Stray Cow Ran And Knocked The Girl Down, Kicking Her On All Fours In The Market, Horrible Video From Haryana

LIVE વીડિયો:રખડતી ગાયે દોડીને યુવતીને પછાડી, ભરબજારમાં ચારેય પગે ખુંદી, હરિયાણાનો ભયાનક વીડિયો

25 દિવસ પહેલા

હરિયાણાના હિસારની એક શૉકિંગ ઘટના સામે આવી છે. અહીં રખડતી ગાયે યુવતીને શિંગડું મારી પછાડી દીધી, અને પછી શું થાય છે તે જોઈ શકાય છે. યુવતી શેરીમાં જતી હોય છે ત્યારે ગાય દોડીને તેના પર હુમલો કરે છે. અને દીવાલમાં ઘુસાડી તેને માથા મારવા લાગે છે. આ યુવતી ભાગવા જતાં પડી જાય છે અને પછી ગાય તેને ચારેય પગે ખુંદી નાખે છે. આ દરમિયાન વાહનચાલકો અને લોકો યુવતીને છોડાવવાનો પ્રયાસ કરે છે પણ ગાય પાછી હટતી નથી. લોકો ગાયને ધોકા મારે છે, પણ વીફરેલી ગાય યુવતીને છોડવાનું નામ લેતી નથી. લોકોએ ગાયને ઘેરી લીધી છતાં તે યુવતીને છોડતી નથી. મંગળવારે બપોરે યુવતી ઘરવખરી લઈને આવતી હતી ત્યારે ગાયે અચાનક હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, યુવતીને બચાવવા માટે લોકો શું કરી રહ્યા છે. જો કે, ગાય ટસની મસ થતી નથી. આખરે એક વ્યક્તિ હિંમત કરી પગ પકડી યુવતીને ખેંચી લે છે. જો કે, ગાય ફરી તેની પાછળ દોટ મૂકી છે. આ હુમલામાં યુવતી લોહીલુહાણ થઈ જતાં ગંભીર હાલતમાં સારવાર માટે હૉસ્પિટલ ખસેડાઈ છે. થોડા દિવસ પહેલાં જામનગરમાં પણ આવી જ ઘટના બની હતી. અહીં બે મિનિટ સુધી ગાય મહિલાને કચડતી રહી હતી. જામનગરની ઘટનામાં દીકરીએ હિંમત કરતાં ગાયે તેને પણ ઢીંકે લીધી હતી. આખરે 15 જેટલા લોકોએ માંડ માંડ મહિલાને બચાવી હતી.

અન્ય સમાચારો પણ છે...