તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Story Of Those Who Have Been Carving Stones For The Ram Temple For 30 Years, Also The Story Of Those Who Have Been Sending Leaves, Pendas And Garlands To Ram Lalla For Generations.

અયોધ્યાથી 5 ગ્રાઉન્ડ રિપોર્ટ:કહાણી તેમની જેઓ 30 વર્ષથી રામ મંદિર માટે પથ્થરો કોતરી રહ્યા છે, કહાણી એમની પણ જેઓ પેઢીઓથી રામલલ્લાને પાન, પેંડા અને માળા મોકલે છે

અયોધ્યા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોણ છે આ 5 અજાણ્યા ચહેરા, જેમના પરિવારની 5 પેઢી રામલલ્લાની સેવા કરી રહી છે?

અયોધ્યામાં લગભગ 500 વર્ષ પછી ફરી રામ મંદિર બનવા જઇ રહ્યું છે. તેના માટે 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે. ભૂમિપૂજન પહેલા જ અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે. ઘરે ઘરે ગીતો ગવાઇ રહ્યા છે. દીવડાં પ્રગટી રહ્યા છે. ભૂમિપૂજનના દિવસે અયોધ્યામાં 55 હજાર કિલોના દેશી ઘીથી બનેલા 14 લાખ લાડૂ વહેચવાની તૈયારી ચાલી રહી છે.

હવે જ્યારે અયોધ્યામાં આ પ્રકારનો માહોલ છે ત્યારે અયોધ્યાની તૈયારી વિશે અન્ય સમાચારો પણ જાણવા જેવા છે. અહીં તમને પાંચ અલગ અલગ ગ્રાઉન્ડ રિપોર્ટ વાંચવા મળશે જેમાં તમને અયોધ્યાની તૈયારી અને માહોલ વિશે જાણવા મળશે.
1. એમની કહાણી જેઓ 30 વર્ષથી રામ મંદિરના પથ્થરો કોતરવાનું કામ કરી રહ્યા છે

અયોધ્યામાં કારસેવકપુરમથી અમૂક અંતરેજ વિશ્વ હિન્દુ પરિષદની કાર્યશાળા બનેલી છે. આ એ જ સ્થળ છે જ્યાં છેલ્લા 30 વર્ષથી રામ મંદિર માટે પથ્થરોની કોતરણીનું કામ ચાલી રહ્યું હતું. જ્યારે ચૂકાદો પણ આવ્યો ન હતો ત્યારે પણ હજારો લોકો આ કાર્યશાળામાં માત્ર પથ્થરો જોવા આવતા હતા. આજે પણ આવે છે પરંતુ કોરોનાના લીધે સંખ્યા ઓછી થઇ ગઇ છે.

કાર્યશાળામાં અન્નૂ સોમપુરા પણ કામ કરે છે. તેમની ઉંમર 80 વર્ષ થઇ ગઇ છે. તેઓ જ્યારે 50 વર્ષના હતા ત્યારે અયોધ્યા આવ્યા હતા. અન્નૂ કહે છે કે તેઓ પહેલા અમદાવાદમાં કોન્ટ્રાક્ટ પર મંદિર બનાવતા હતા. સપ્ટેમ્બર 1990માં રામ મંદિરનું કામ મળ્યા બાદ ચંદ્રકાન્ત સોમપુરાએ તેની દેખરેખ માટે તેમની પસંદગી કરી હતી.

આ કાર્યશાળામાં મિર્જાપુરમાં રહેતા ઝાંગુર પણ કામ કરે છે. તેમની ઉંમર 50 વર્ષ થઇ ગઇ છે. તેઓ 2001થી અહીં પથ્થરોને કોતરવાનું કામ કરી રહ્યા છે. તેમનો દીકરો પણ અહીં પથ્થર કોતરવાનું કામ કરે છે. ઝાંગુર કહે છે કે આખી કાર્યશાળામાં માત્ર 3 મજૂર છે અને તેમાંથી બે તો અમે બાપ-દીકરા જ છીએ.

2. 5 અજાણ્યા ચેહરા જેમની 5 પેઢી રામલલ્લાની સેવા કરતી આવે છે

રામ જન્મભૂમિ સાથે જોડાયેલા મોટા અને રાજકીય ચહેરાઓને તો સૌ ઓળખે છે પરંતુ આ ચહેરાઓ વચ્ચે અમુક ચહેરા એવા પણ છે જેમને કોઇ નથી ઓળખતું. પણ તે લોકો પેઢીઓથી રામલલ્લાની સેવા કરતા આવી રહ્યા છે.

રામ જન્મભૂમિ નજીક દોરાહી કુંવા એરિયામાં એક નાની ગલીમાં એક નાના મકાનમાં મુન્ના માળીની દુકાન છે. અહીં તેમના માતા અને બહેન માળા તૈયાર કરે છે. મુન્ના માળીના માતા સુકૃતિ દેવી ગર્વથી કહે છે કે અમે ત્રણ પેઢીથી રામલલ્લાને આ માળા પહોંચાવી રહ્યા છીએ. પહેલા મારા સસરા આ કામ કરતા હતા . તેમનું મૃત્યુ થયું તો મુન્નાએ કામ સંભાળી લીધું. તેઓ કહે છે કે તેઓ રોજ સવારે 10 વાગ્યે વીસ માળા મંદિર મોકલે છે.

આવી જ રીતે અયોધ્યાના જૈન મંદિર ચાર રસ્તા પાસે પાનની દુકાન છે. તેને દીપક ચૌરસિયા ચલાવે છે. દીપક કહે છે કે મારા પિતાજી ભોગ માટે પાનનું એક બીડું મંદિર સુધી પહોંચાડતા હતા. તેમના ગયા બાદ આ જવાબદારી અમારી ઉપર આવી ગઇ. દીપક જણાવે છે કે 8.30 વાગ્યાથી 9 વાગ્યા વચ્ચે હું ભગવાન માટે 20 મીઠા પાન તૈયાર કરીને ફ્રીઝમાં અલગ રાખી દઉં છું. લગભગ 10.30 વાગ્યે તેમને મંદિરે પહોંચાડી દઉં છું.

3. રામલલ્લાના પુજારી કહે છે, જ્યારે બાબરી ધ્વંશ થઇ તો અમે રામલલ્લાને લઇને જતા રહ્યા

રામ જન્મભૂમિના મુખ્ય પુજારી છે સત્યેન્દ્ર દાસ. તેઓ કહે છે કે જીવનમાં બધુ સામાન્ય ચાલી રહ્યું હતું. 1992માં રામલલ્લાના પુજારી લાલદાસ હતા. ફેબ્રુઆરી 1992માં તેમનું મૃત્યુ થયું ત્યારે રામ જન્મભૂમિની વ્યવસ્થાની જવાબદારી જિલ્લા વહીવટીતંત્રને આપવામા આવી. તે સમયે હું તત્કાલિન ભાજપના સાંસદ વિનય કટિયારે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ અને અન્ય સંતોના સંપર્કમાં હતો. સૌએ મારા નામનો નિર્ણય લીધો. જિલ્લા વહીવટીતંત્રને તેની માહિતી આફી અને 1 માર્ચ, 1992ના દિવસે મારી નિયુક્તિ થઇ ગઇ.

સત્યેન્દ્ર દાસ કહે છે કે જ્યારે બાબરી ધ્વંશ થયો ત્યારે હું ત્યાં જ હતો. સવારે 11 વાગી રહ્યા હતા. ત્યાં એક દિવસ પહેલા જ કારસેવક આવ્યા હતા. બધા નવયુવાનો ઉત્સાહિત હતા. તેઓ બેરિકેટિંગ તોડીને માળખા પર પહોંચી ગયા અને તોડવાનું શરૂ કરી દીધું. ત્યારે અમે રામલલ્લાને બચાવવામા લાગી ગયા જેથી તેમને કોઇ નુકસાન ન થાય. અમે રામ લલ્લાને ઉપાડીને જતા રહ્યા જેથી તેમને કોઇ નુકસાન ન થયું.

4. મુસલમાન કહે છે કે અમને જમીન મળી છે ત્યાં સ્કૂલ અથવા હોસ્પિટલ બનાવી દો

અયોધ્યાથી ગોરખપુર હાઇવે તરફ લગભગ 28 કિલોમીટર જવા પર રૌનાહી પાછળ પાંચ એકડ જમીન સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉત્તરપ્રદેશ સરકારે સુન્ની વકફ બોર્ડને મસ્જિદ માટે આપી છે. આ જમીન ધન્નીપુર ગામમાં છે. આ ગામમાં રહેતા મોહમ્મદ ઇસ્લામનું કહેવું છે કે અહીં મટસ્પિટલ કે સ્કૂલ નથી. સુન્ની વકફ બોર્ડને જે જમીન મળી છે તે કૃષિ વિભાગના ફાર્મ હાઉસની છે. અત્યારે પણ અહીં પાક લહેરાય છે. કૃષિ ફાર્મ હાઉસમાં અમુક મજૂરો છે જેઓ ખેતરમાં ખાતર નાખી રહ્યા છે. તેઓ અહીં કામ કરે છે. બેચૂરામ કહે છે કે કૃષિ ફાર્મ હાઉસમાં પૂર્વમાં પાંચ એકડ જમીન આપવામા આવી છે. જ્યારે જમીન અંગે નિર્ણય થયો ત્યારે અધિકારી આવ્યા હતા.

5. મોદી જે રામ મૂર્તિનો શિલાન્યાસ કરશે , તે ગામમાં હજુ જમીનનું અધિગ્રહણ પણ નથી થયું

રયૂ ઘાટથી લગભગ 5 કિમી દૂર માઝા બરહટા ગ્રામસભા છે. વહીવટીતંત્રએ નક્કી કર્યું છે કે હવે રામની સૌથી ઉંચી 251 મીટરની ભવ્ય મૂર્તિ બનાવવામા આવશે. 5 ઓગસ્ટે રામ જન્મભૂમિનું પૂજન કરવા આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1000 કરોડની 51 પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓમાં 251 મીટરની રામમૂર્તિ પણ સામેલ છે.

જ્યાં રામની પ્રતિમા લાગવાની છે ત્યાં હજુ જમીનનું અધિગ્રહણ થયું નથી. લખનૌ હાઇવે રોડ પર સ્થિત આ ગ્રામસભામાં મૂર્તિ અંગે કોઇ કામ શરૂ થયું નથી. આ ગ્રામસભામાં 3 ગામની લગભગ 1500થી વધુની વસ્તી છે જે 500થી 600 ઘરોમાં રહે છે. અહીં 86 એકડ જમીન પર વહીવટીતંત્ર અધિગ્રહણ કરવા માગે છે પરંતુ ગામના લોકોનો ગુસ્સો જોતા લાગતું નથી કે મામલો તાત્કાલિક દૂર થશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો