• Gujarati News
  • National
  • The Story Of Health Workers Working In A State Of Sweat And Panic Wearing A PPE Kit In A Temperature Of 50 Degrees

વિશ્વમાં સૌથી ગરમ ચૂરુથી રિપોર્ટ:50 ડિગ્રી તાપમાનમાં PPE કિટ પહેરી ગભરામણની સ્થિતિ વચ્ચે કામ કરનાર હેલ્થ વર્કર્સની કહાની

ચૂરુ2 વર્ષ પહેલાલેખક: અક્ષય બાજપેયી
  • લૂથી બચવા ડુંગળી સાથે રાખવામાં આવે છે, માસ્ક પહેરવાથી ખૂબ જ પરસેવો છૂટે છે
  • PPE કિટ પહેરી કામ કરવું આગની ભઠ્ઠીમાં કામ કરવા જેવું છે, 15 મિનિટ PPE પહેર્યા બાદ લાગે છે કે કિટ નહીં ઉતારું તો બેભાન થઈ જવાશે

રાજસ્થાનનું ચૂરુ. અહીં તાપમાનનો પારો 50 ડિગ્રી પહોંચી ગયો છે. વિશ્વના સૌથી ગરમ સ્થળ ચૂરુના ઘરમાં કૂલર-પંખામાંથી ખૂબ જ ગરમ નિકળે છે. આ સંજોગોમાં PPE કિટ પહેરી કોરોના વોર્ડમાં કામ કરવું તે એક મોટો પડકાર છે. 

આ પડકાર ત્યારે મોટું સ્વરૂપ ધારણ કરે છે કે જ્યારે હોસ્પિટલના મોટાભાગના વોર્ડમાં કૂલર કે AC હોતા નથી.

જ્યાં એક બાજુ ચૂરુના લોગો ગરમીને લીધે દિવસમાં એક વખત પણ દરવાજા-બારી ખોલી શકતા નથી ત્યારે હેલ્થ વર્કર્સ ફરજ બજાવે છે અને PPF કિટ પહેરીને કોરોનાના દર્દીનો ઈલાજ પણ કરે છે.

કૂલર-AC વગરના વોર્ડમાં PPE કિટ પહેરી 1 કલાક ડ્યૂટી

ઉજ્જૈનશિલા નર્સ છે અને તેઓ હાલમાં ચૂરુના NNM હોસ્ટેલમાં બનેલા કોરોના વોર્ડમાં ડ્યૂટી કરી રહી છે. તે કહે છે કે PPE કિટ પહેરીને ચૂરુંમાં કામ કરવું તે જાણે આગની ભઠ્ઠીમાં કામ કરવા સમાન લાગે છે. શહેરની બહાર NNM હોસ્ટેલમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. નવી બિલ્ડિંગ છે, માટે અહીં કૂલર કે AC નથી. સ્ટાફ રુમમાં ફક્ત પંખા લાગેલા છે. સ્ટાફ રુમમાં પણ કૂલર નથી. તેઓ કહે છે કે માંડ 1 કલાક વોર્ડની અંદર કિટ પહેરી શકીએ છીએ. કિટ પહેર્યાંના 10 મિનિટમાં એટલો પરસેવો થાય છે કે કપડા પણ ભીના થઈ જાય છે.

તેમનું કામ કોરોનાના દર્દીને દવા, ચા, ઉકાળો આપવાનું છે. તેમનું તાપમાન લેવાનું હોય છે. આ કામ માટે સમય લાગે છે. અને કિટ વગર અંદર જઈ શકાતુ નથી.

લૂથી બચવા માટે ડૂંગળી સાથે રાખું છું. 

ઉજૈનશિલા દર્દીને ચાથી લઈ ઉકાળો આપવાનું કામ PPE કિટ પહેરીને કરે છે
ઉજૈનશિલા દર્દીને ચાથી લઈ ઉકાળો આપવાનું કામ PPE કિટ પહેરીને કરે છે

15 મિનિટ PPE પહેર્યા બાગ લાગે છે કે કિટ નહીં ઉતારું તો બેભાન થઈ જઈશ

કોરોનાના દર્દીના સેમ્પલિંગનું કામ કરનારા મુકેશ કહે છે, મારું કામ ફિલ્ડ અને હોસ્પિટલ બન્ને જગ્યાનું છે. સેમ્પલ મેળવતા પહેલા PPE કિટ પહેરવી પડે છે

મુકેશ કહે છે કે કેટલાક દિવસો સુધી કિટ પહેરીને 30 દર્દી સુધીના સેમ્પલ કલેક્ટ કરી લેતા હતા, પણ હવે એક વખતમાં 15 જ મેળવી શકાય છે.

15 મિનિટ બાદ કિટ ઉતારી એક કલાક આરામ કરું છું. પેટભરી પાણી પીવું છું. પછી નવી કિટ પહેરીને સેમ્પલિંગ કરું છું.

ડોક્ટર ભોજનમાં સોલિડ ચીજવસ્તુ લેતા નથી, કારણ કે તેમને ડર લાગે છે

ચૂરુની મેડિકલ કોલેજમાં મેડિસિનના પ્રોફેસર ડોક્ટર એફએચ ગૌરી કહે છે કે તે 40 થી 45 ટકા વસ્તી મુસ્લિમોની છે.હું છેલ્લા 30 વર્ષથી અહીં છું. આ અંગે સૌ વાકેફ છે.

માટે કલેક્ટર સાહેબે ફિલ્ડમાં લોકોને સમજાવવાની જવાબદારી પણ મને આપી છે, જેથી વિસ્તારમાં સમુદાયના લોકો સહયોગ કરે.

ડોક્ટર ગૌરી લિક્વિડ ડાઈટ પર છે. ફિલ્ડ અને ઓફિસ બન્ને જગ્યાએ સેવા આપે છે
ડોક્ટર ગૌરી લિક્વિડ ડાઈટ પર છે. ફિલ્ડ અને ઓફિસ બન્ને જગ્યાએ સેવા આપે છે

ગરમીને લીધે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે ફિલ્ડમાં કામ કરું છું. પછી વોર્ડમાં પેશન્ટની દેખરેખનું કામ કરું છું. તે બપોરના 2 વાગ્યા અગાઉ પૂરું કરી લે છે. ત્યારબાદ ઈમર્જન્સી કેસ જ જોવે છે. અન્યથા સાંજના રાઉન્ડમાં સૌને જોવામાં જાય છે.

ડો.ગૌરી કહે છે કે રોજાના સમયે હું ખીર, શિકંજી જેવા લિક્વિડથી ડ્યુટી કરું છું. ખાવામાં સોલિડ લેતા નથી કારણ કે તેનાથી ખૂબજ ગરમીમાં પીપીઈ પહેરવામાં આવે તો ગભરામણ થાય છે. એક કલાકથી વધારે કિટ પહેરી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...