• Gujarati News
  • National
  • The Story Of 5 CCTV Cameras, 5 Accused, 2 Friends And A Girl's Body Falling Under A Car For 12 Km

એ 7 ડીપર ખોલશે અંજલિનાં મોતનો રાઝ?, VIDEO:5 CCTV કેમેરા, 5 આરોપી અને 2 સહેલી, જાણો 12 કિમી સુધી કાર નીચે ઢસડાયેલી યુવતીનાં મોતની કહાની

એક મહિનો પહેલા

કંઝાવાલા અંજલી હત્યાકાંડમાં ત્રીજા દિવસે મોટા ખુલાસા થયા. પોલીસે સીસીટીવીના આધારે ટાઈમલાઈન બનાવી તપાસ તેજ કરી છે. તો બીજી તરફ પાંચ આરોપીઓના બ્લડ સેમ્પલ મેળવીને લેબમાં મોકલાયા છે. અને તેમની પૂછપરછ હાથ ધરી છે. ગઈકાલે પોલીસે કરેલી પ્રેસ કોન્ફ્રન્સ બાદ બે ત્રણ ચોંકાવનારી વાત સામે આવી છે.

જે રાત્રે અંજલી સાથે ઘટના બની ત્યારે તે એકલી ન હતી. તેની મિત્ર તેની સાથે હોવાનો દાવો થયો છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે જણાવ્યું છે કે મૃતક યુવતી સાથે હોટલમાંથી તેની મિત્ર પણ નીકળી હતી. બંને એકસાથે સ્કૂટીમાં બેસીને નીકળ્યા હતા. આ તમામ લોકો થર્ટી ફર્સ્ટની પાર્ટી મનાવવા માટે હોટલમાં ગયા હતા. જ્યાં અંજલી અને તેની મિત્ર વચ્ચે ઝઘડો પણ થયો હતો.

31 ડિસેમ્બરે રાત્રે 2 વાગ્યાની આસપાસ 20 વર્ષીય યુવતીને કારમાં સવાર પાંચ યુવકે ટક્કર મારી હતી. અકસ્માત બાદ યુવકો કાર લઈને ફરાર થઈ ગયા. છોકરી કારની નીચે ફસાઈ ગઈ અને ઢસડાતી રહી. પોલીસના જણાવ્યા અનુસાર, તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. યુવતી એટલી દૂર સુધી ઢસરડાઈ હતી કે તેની પીઠનો ભુક્કો થઈ ગયો હતો. જોકે કોર્ટે પાંચ આરોપી મનોજ મિત્તલ, દીપક ખન્ના, અમિત ખન્ના, ક્રિષ્ના અને મિથુનને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સીપી ડો. સાગર પી હુડ્ડાએ જણાવ્યું હતું કે મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે. દિલ્હી પોલીસની અનેક ટીમો પણ તપાસમાં લાગી ગઈ છે. કોર્ટે આરોપીના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. - ફોરેન્સિક ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે.

કારચાલકે કોને 'ડીપર'થી ઈશારો કર્યો?
યુવતી જ્યારે કાર નીચે ઢસડાઈ હતી તે સમયે કારચાલકે 5થી 7 વખત ડીપર મારીને કોઈને ઈશારો કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આખરે આરોપીઓ કોને ડીપર આપીને ઈશારો કરી રહ્યા હતા. જોકે હાલ તો આ કેસની તપાસમાં મેડિકલ ટીમ સાથે ફોરેન્સિકની ટીમને પણ સામેલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...