• Gujarati News
  • National
  • The Stick and stick Force In Shazapur; Threatened Village Girls Don't Go To School, Neither Will You

દબંગોએ દલિત યુવતીને સ્કૂલ જતાં રોકી:શાઝાપુરમાં લાકડી-દંડાનું જોર; ધમકી આપી- ગામની છોકરીઓ સ્કૂલ નથી જાતી, તું પણ નહીં જાય

19 દિવસ પહેલા

સરકાર એક તરફ દીકરી બચાવો, દીકરી ભણાવોનું અભિયાન ચલાવી, પુત્રીઓને ભણાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે. તો બીજી તરફ દીકરીઓના દુશ્મન તેમને આગળ નથી વધવા દેતા. મધ્યપ્રદેશના શાઝાપુરમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. જ્યાં કેટલાંક દબંગોએ દલિત સમાજની સગીર યુવતીને સ્કૂલે જતાં રોકી હતી. આ વાતને લઈને જોરદાર લાઠી-દંડા પણ ચાલ્યા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.

મામલો શાઝાપુર જિલ્લાના બાવલિયાખેડી ગામનો છે. જ્યાં 16 વર્ષની વિદ્યાર્થિનીને સ્કૂલે જતાં રોકી હતી. આ વાત પર બંને પક્ષ સામસામે આવી ગયા. બંને પક્ષે એકબીજા પર જોરદાર દંડાવાળી કરી હતી. તો હાજર લોકોએ મારામારીનો વીડિયો પણ બનાવ્યો છે. વિદ્યાર્થિનીના પરિવારના પાંચ લોકો ઘાયલ થયા છે, જે જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો આરોપી ફરાર છે.

આ છે સમગ્ર ઘટનાક્રમ
છાત્રા લક્ષ્મી મેવાડ (16)એ જણાવ્યું કે ગામના કેટલાંક લોકો તે સ્કૂલે જાય તેનાથી ખુશ નથી. તેઓ તેને સ્કૂલ ન જવાનું દબાણ કરતા રહે છે. તેમને જણાવ્યું કે જ્યારે હું સ્કૂલેથી પરત ફરી તો ગામના જ માખન, કુંદન અને ધર્મેન્દ્ર સિંહે મારો રસ્તો રોકી લીધો. તેમને કહ્યું- આપણાં ગામની છોકરીઓ સ્કૂલે નથી જતી, તું પણ નહીં જાય. આ વાત મારા ભાઈએ સાંભળી તો તેમને વિરોધ કરતા કહ્યું- મારી બહેન તો ભણવા જશે.

એકબીજા પર બંને પક્ષોએ લાઠીચાર્જ કર્યો
એકબીજા પર બંને પક્ષોએ લાઠીચાર્જ કર્યો

આ વાતને લઈને તેઓએ ભાઈ સાથે વિવાદ શરૂ કરી દીધો. પરિવારના લોકોએ તેમને અલગ કર્યો. થોડીવાર પછી તેમને ફરીથી લાઠી-દંડાથી હુમલો કરી દીધો. જોત જોતમાં જ બંને પક્ષ દ્વારા લાકડી-દંડા ચાલવા લાગ્યા. વિવાદમાં 55 વર્ષના નારાયણ મેવાડ, 50 વર્ષનાં અંતર બાઈ, 25 વર્ષનાં લખન પરિહાર, 27 વર્ષનાં કમલ મેવાડ અને 16 વર્ષના સચિનને ઈજા થઈ. કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી એકે શેષાએ જણાવ્યું કે પોલીસે આરોપીઓ વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...