તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Standard 10 Mark Will Be Given On The Basis Of Internal And Test, CBSE Will Announce The Result By June 20

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરાત:ધોરણ 10ના માર્ક ઈન્ટરનલ અને ટેસ્ટના આધારે અપાશે, CBSE 20 જૂન સુધી પરિણામ જાહેર કરશે

નવી દિલ્હી14 દિવસ પહેલા
 • કૉપી લિંક

સીબીએસઈએ દસમા બોર્ડની રદ પરીક્ષાના માર્ક આપવા માટે નવી નીતિની જાહેરાત કરી છે. તે પ્રમાણે દરેક વિષય માટે 20 માર્ક આંતરિક મૂલ્યાંકનના આધારે અપાશે, જ્યારે 80 માર્ક સત્ર દરમિયાન લેવાયેલી ટેસ્ટના આધારે આપવાના રહેશે.

સીબીએસઈએ દેશભરની સ્કૂલોને કહ્યું છે કે, ધોરણ 10ના પરિણામો તૈયાર કરવા માટે આઠ સભ્યની ટીમ બનાવો. આ પરિણામો 20 જૂન સુધી જાહેર કરી દેવામાં આવે. આ સાથે સ્કૂલોને ચેતવણી પણ આપી છે કે, વિવિધ વિદ્યાર્થીઓને આપેલા માર્ક તેમના પાછલા પરિણામોને અનુરૂપ હોવા જોઈએ. વિદ્યાર્થીઓના આકલનની પ્રક્રિયામાં કોઈ જ પ્રકારની ​​​​​​​છેતરપિંડી, પક્ષપાત દેખાશે, તો દોષિત સ્કૂલ પર દંડ ફટકારાશે. એટલું જ નહીં, એવી સ્કૂલોની માન્યતા પણ રદ કરી દેવાશે.

સીબીએસઈએ કોરોના સંક્રમણને પગલે મે મહિનામાં પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. જોકે, સંક્રમણ સતત વધ્યા પછી તે પરીક્ષા પણ રદ કરવાની ફરજ પડી. હવે સીબીએસઈએ 12 બોર્ડની પરીક્ષા પણ હાલ પૂરતી મોકુફ રાખી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો