• Gujarati News
  • National
  • The Staff Of Chaubepur Police Station Was In Touch With Gangster Vikash , Revealed In Call Detail; 2 SI And One Sepoy Suspended

કાનપુર શુટઆઉટ:ચૌબેપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગેંગસ્ટર વિકાસના સંપર્કમાં હતો, કોલ ડિટેઈલમાં ઘટસ્ફોટ થયો; 2 SI અને એક સિપાહી સસ્પેન્ડ

કાનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બિકરુ ગામમાં ગુરુવાર રાતે પોલીસકર્મીઓ અને હિસ્ટ્રીશીટર વિકાસ દુબે વચ્ચે અથડામણ થઈ હતી.
  • પોલીસને શંકા છે કે અથડામણમાં કાર્યવાહી પહેલા પોલીસ સ્ટેશનથી જ વિકાસને માહિતી આપવામાં આવી હતી
  • DGPએ વિકાસની ધરપકડ માટે ઈનામની રકમ દોઢ લાખ રૂપિયા વધારીને 2.5 લાખ રૂપિયા કરી

ઉત્તરપ્રદેશના કાનપુર જીલ્લાના ચૌબેપુર પોલીસસ્ટેશનનો સ્ટાફ સવાલોથી ઘેરાયો છે. અહીંયા ગુરુવારે રાતે બિકરુ ગામમાં ગેંગસ્ટર વિકાસ દુબેની ધરપકડ પહેલા પોલીસ સ્ટેશનમાંથી જ રેડ પાડવાની સૂચના લીક કરાઈ હતી. વિકાસની કોલ ડિટેલની તપાસમાં સામે આવ્યું હતું કે, ઘણા પોલીસકર્મી તેના સંપર્કમાં હતા. સોમવારે SSPએ 2 SI અને એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા હતા. વિકાસ ગેંગ સાથે 2 જુલાઈની રાતે થયેલી અથડામણમાં 8 પોલીસકર્મી માર્યા ગયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તપાસમાં એવી માહિતી સામે આવી છે કે હિસ્ટ્રીશીટર વિકાસ વિરુદ્ધ કાર્યવાહી પહેલા ચૌબેપુર પોલીસ સ્ટેશનમાંથી જ તેની માહિતી લીક કરાઈ હતી, જેના કારણે આટલા પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો છે. આ કેસમાં ચૌબેપુર પોલીસ સ્ટેશન પ્રભારી વિનય તિવારીને પહેલા જ સસ્પેન્ડ કરી દેવાયા હતા. સોમવારે પ્રાથમિક તપાસમાં ફરજમાં બેદરકારી વર્તવાના કારણે પોલીસ સ્ટેશનના SI કુંવર પાલ સિંહ, કૃષ્ણકુમાર શર્મા અને સિપાહી રાજીવને સસ્પેન્ડ કરી દેવાયા હતા. મળતી માહિતી પ્રમાણે ત્રણેય વિકાસના સંપર્કમાં હતા. જો કે, વિભાગ તરફથી તેની પુષ્ટી કરાઈ નથી.

ચૌબેપુર પોલીસ પર શંકા હતી 
હિસ્ટ્રીશીટર વિકાસને એ વાતની જાણ હતી કે પોલીસની ટીમ રેડ પાડવા માટે ગામમાં આવી રહી છે. જેનો ખુલાસો વિકાસના ખાસ સાથી દયાશંકર અગ્નિહોત્રીએ પણ કર્યો છે. રવિવારે અથડામણમાં પકડાયેલા દયાશંકરે જણાવ્યું કે, વિકાસને પોલીસ સ્ટેશનથી એક ફોન આવ્યો હતો. ત્યારપછી હુમલાની યોજના બનાવી અને 25-30 લોકોને હથિયાર સહિત વિકાસે ઘરે બોલાવી લીધા હતા. વિકાસ પોતે દયાશંકરની લાયસન્સ બંદૂક લઈને ફરાર થઈ ગયો હતો.

વિકાસને સતર્ક કરાનાર પોલીસ સ્ટેશનના વ્યક્તિને પોલીસ શોધી રહી છે 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિકાસને પોલીસની દરેક મૂવમેન્ટની માહિતી મળી રહી હતી. તેને આ માહિતી કોણ આપી રહ્યું હતું, તેની તપાસ ચાલી રહી છે. ચૌબેપુર પોલીસ પર પહેલાથી જ શંકા હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિકાસના ઘરે પહેલા જ્યારે રસ્તામાં JCB દેખાયું તો પોલીસની ટીમ પગપાળા આગળ વધવા લાગી હતી, ત્યારે ચૌબેપુર SO અને સિપાહી સૌથી પાછળ હતા. 

પોલીસ સ્ટેશનમાં તહેનાત સ્ટાફની ભૂમિકાની તપાસ કરાવાઈ રહી છે 
વિકાસ દુબેએ ખાસ દયાશંકરની ધરપકડ અને પુછપરછ પછી એ નક્કી કરાયું થે કે ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં તહેનાત તમામ પોલીસ સ્ટાફની ભૂમિકાની તપાસ કરાવાશે. આ પોલીસ સ્ટેશનમાં SI, સિપાહી, અને હોમગાર્ડ સહિત 44 પોલીસકર્મીનો સ્ટાફ છે. અધિકારીઓનું કહેવું છે કે સ્ટાફ સંડોવાયેલો હશે તો કેસ કરીને જેલમાં મોકલી દેવાશે. 

અન્ય સમાચારો પણ છે...