તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SSC પરિણામ:ધો.10ના 8.57 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ, ડાંગના 4 જ વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, ગણિતમાં 26809ને તો વિજ્ઞાનમાં 20865 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ

અમદાવાદ3 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • 1,73,732 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ માર્ક સાથે પાસ
  • સુરત બાદ રાજકોટના 2056 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ
  • વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે

કોરોના મહામારીને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન આપ્યા બાદ આજે રાતે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે આ પરિણામ ફક્ત સ્કૂલો જ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી પરિણામ મેળવવાનું રહેશે. સ્કૂલોએ ઓનલાઈન પરિણામ પરથી માર્કશીટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આપવાની રહેશે.રાતે 8 વાગે પરિણામ જાહેર કરાતા સ્કૂલો પણ હવે કાલે સવારે 8 વાગે સ્કૂલો શરૂ થતાં પરિણામ જોઈ શકશે.

સામાજિક વિજ્ઞાનમાં 27,913 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, ગણિતમાં 26,809 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, વિજ્ઞાનમાં 20,865 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. જ્યારે 1,73,732 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયા છે.

શિક્ષણ વિભાગ દ્વારા મોડી સાંજે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. આ પરિણામ માત્ર સ્કૂલો જ જોઈ શકશે.તમામ સ્કૂલ બોર્ડની વેબસાઇટ GSEB.ORG પર જઈને પરિણામ જોઈ શકશે. પરંતુ મોડી જાહેરાતને પગલે સ્કૂલો પણ મુઝવણમાં મુકાઈ છે. મોટા ભાગની સ્કૂલો અત્યારે 3-4 વાગ્યા સુધીમાં બંધ થઈ જાય છે અને સાંજે જાહેરાત કરાતા સ્કૂલો બંધ હોવાથી પરિણામ કેવી રીતે જોઈ શકશે? આવતીકાલે સવારે સ્કૂલો શરૂ થશે ત્યારે જ સ્કૂલો પરિણામ જોઈ શકશે. અત્યારે સ્કૂલ દ્વારા પણ પરિણામ માટે વેબસાઇટ પર તપાસ કરવામાં આવી ત્યારે વેબસાઇટ પર સર્વર એરર આવી રહી છે.

ગુજરાત બોર્ડની વેબસાઈટનું સર્વર ડાઉન
કેટલીક સ્કૂલ દ્વારા અત્યારે પરિણામ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.બોર્ડની વેબસાઇટ GSEB.ORG પર જઈને પરિણામ માટે તપાસ કરી ત્યારે સર્વર ડાઉન આવી રહ્યું છે અને વેબસાઇટ પણ ખુલતી નથી.અચાનક પરિણામની જાહેરાતના કારણે અનેક સ્કૂલો અને સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

સ્કૂલમાં ગયા બાદ જ પરિણામ જોઈ શકાશેઃ પ્રિન્સિપાલ
HBK સ્કૂલના પ્રિન્સિપાલ આર.એસ.સિંઘે જણાવ્યું હતું કે પરિણામ 8 વાગે જાહેર થયું છે ત્યારે હું અને સ્કૂલની તમામ સ્ટાફ અત્યારે ઘરે છીએ તો અચાનક જ પરિણામની જાહેરાત થઈ તો અમે કેવી રીતે અત્યારે પરિણામ જોઈ શકીશું. વિદ્યાર્થીઓની વિગત અને સ્કૂલની વિગત પણ સ્કૂલ ઓફિસમાં જ હોય છે જેથી સ્કૂલમાં ગયા બાદ જ પરિણામ જોઈ શકાશે.

નીમા સ્કૂલના આચાર્ય સહદેવસિંહે જણાવ્યું હતું કે અમને પરિણામ 8 વાગે જાહેર થવાની જાણ જ થોડા સમય અગાઉ થઈ હતી.અચાનક જ જાહેરાત થઈ હોવાછી અમે કેવી રીતે પરિણામજોઈ શકીએ. અત્યારે સ્કૂલ પણ બંધ છે જેથી આવતીકાલે સ્કૂલે જઈશું ત્યારે પરિણામ જોઈ શકીશું.

10,977 સ્કૂલોના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર
રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઇન એઇડ, 4331 સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય 45 સ્કૂલો મળી કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ-10 ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમનું પરિણામ પણ જાહેર કરી દીધું છે.

ધો.9ની બે અને ધો.10ની એક પરીક્ષાના આધારે માર્કશીટ તૈયાર કરી
ધોરણ 10નું પરિણામ આગળની ત્રણ પરીક્ષાનાં રિઝલ્ટ પરથી તૈયાર કર્યું છે.. દા.ત. ત્રણ પરીક્ષામાં 50 ટકા પરિણામ આવ્યું હોય તો પરિણામ 50 ટકા જ આવશે. જો ત્રણેય પરીક્ષામાં અલગ અલગ માર્ક્સ આવ્યા, જેમ કે એકમાં 40, બીજીમાં 30 અને ત્રીજીમાં 70 માર્ક્સ આવ્યા હોય તો એની એવરેજ કાઢીને માર્ક્સ આપવામાં આવશે. ધો.9માં જેને ફર્સ્ટ ક્લાસ આવ્યો હોય તેને આમાં ફર્સ્ટ કલાસ આવી શકે.

સરળ ભાષામાં દા.ત. જોઇએ તો...

  • ધો.9ની પ્રથમ સામાયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળ્યા હોય તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય
  • ધો.9ની દ્વિતીય સામાયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 50માંથી 40 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 16 ગુણ થાય
  • ધો.10ની પ્રથમ સામયિક કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 80માંથી 60 ગુણ મળે તો તેને 37.5 ટકામાં રૂપાંતરિત કરીએ તો 22.5 ગુણ થાય
  • ધો.10ની એકમ કસોટીમાં ગણિત વિષયમાં કુલ ગુણ 25માંથી 20 ગુણ મળે તો તેને 40 ટકામાં રૂપાંતરિત કરીએ તો 8 ગુણ થાય

રિઝલ્ટ= 80માંથી 62.5 ગુણ

રાજ્યમાં કુલ કેટલી શાળાઓ છે?

સરકારી1276
ગ્રાન્ટ ઇન એઇડ5325
સેલ્ફ ફાઇનાન્સ4331
અન્ય45
કુલ10,997
અન્ય સમાચારો પણ છે...