તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તર પ્રદેશ:સ્પીડમાં આવતી કારે PAC જવાનને ટક્કર મારી, બોનેટ પર ચઢાવી ફંગોળ્યો

2 મહિનો પહેલા

ઉત્તરાખંડના સીતાપુરમાં એક કારચાલકે રોડ ક્રોસ કરતાં જવાનને અડફેટે લીધો હતો. આ ઘટના રૉડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક PAC જવાન રોડ ક્રોસ કરી રહ્યો છે અને જોતજોતામાં એક કાર પૂરપાટ ઝડપે આવે છે અને અડફેટે લઈ લે છે. આ અકસ્માતમાં PAC જવાન ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મહત્ત્વનું છે કે, આ અકસ્માત અંગે પોલીસે ફરિયાદ નોંધી કારચાલક યુવકની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...