તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Spanish Flu Killed 50 Million People In 1918, With One In Three People Infected In The World.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસવીરોમાં 104 વર્ષ પહેલાં આવેલી મહામારી:1918માં સ્પેનિશ ફ્લૂથી 5 કરોડ લોકોએ જીવ ગુમાવ્યા હતા, વિશ્વની દરેક ત્રીજી વ્યક્તિ સંક્રમિત હતી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયા આજે કોરોના વાયરસ સામે લડી રહી છે. ભારત જેવો વિશાળ દેશ પણ ઠેબા ખાતો તેની સામે લડી રહ્યો છે. પરંતુ આવું પહેલી વખત નથી થયું. લગભગ 104 વર્ષ પહેલાં પણ સ્પેનિશ ફ્લૂ નામની મહામારીએ દુનિયામાં એટલા લોકોના જીવ લીધા કે આજ દિવસ સુધી તેની ગણતરી થઈ શકી નથી.

ત્યારે દુનિયાની વસ્તી લગભગ 180 કરોડ હતી. બે વર્ષની અંદર તેમાંથી લગભગ 60 કરોડ લોકો વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. એટલે કે દુનિયાનો દરેક ત્રીજો માણસ સ્પેનિશ ફ્લૂથી બીમાર થયો હતો. અલગ અલગ અનુમાનો મુજબ 1.74 કરોડથી 5 કરોડ લોકોને જીવ ગુમાવવા પડ્યા હતા. દુનિયામાં આજની વસ્તી સાથે તુલના કરવામાં આવે તો આ લગભગ 20 કરોડ લોકોના મોતને બરાબર છે.

ભારતમાં સ્પેનિશ ફ્લૂને બોમ્બે ફ્લૂ કે બોમ્બે ફીવરના નામથી ઓળખવામાં આવ્યો. તેનાથી 1 કરોડથી લઈને 2 કરોડ લોકોના મોત નિપજ્યા હતા. આ કોઈ એક દેશમાં સ્પેનિશ ફ્લૂથી મૃત્યુ પામનારાઓની સૌથી વધુ સંખ્યા હતી.

તો આવો સ્પેનિશ ફ્લૂને તસવીરો અને ગ્રાફિક્સથી સમજીએ. સૌથી પહેલાં જોઈએ ફ્લૂના આ H1N1 સ્ટ્રેનથી બચવા માટે તે સમયની અનોખી પદ્ધતિઓ...

1919ની આ તસવીરમાં એક મહિલા અલગ જ દેખાતા એક મશીનના નોઝલ માસ્ક પહેરેલી જોવા મળે છે. આ મશીન કઈ રીતે કામ કરતું હતું તે અંગે કોઈ જ સ્પષ્ટ જાણકારી નથી.
1919ની આ તસવીરમાં એક મહિલા અલગ જ દેખાતા એક મશીનના નોઝલ માસ્ક પહેરેલી જોવા મળે છે. આ મશીન કઈ રીતે કામ કરતું હતું તે અંગે કોઈ જ સ્પષ્ટ જાણકારી નથી.
ફ્રાંસમાં યુનિવર્સિટી ઓફ લિયોનનના પ્રોફેસર બોરડિયરે દાવો કર્યો હતો કે તેમનું આ મનશીન મિનિટોમાં જ ફ્લૂનો ઈલાજ કરી શકે છે. તસવીરમાં મશીનનું પ્રદર્શન કરતા પ્રોફેસર.
ફ્રાંસમાં યુનિવર્સિટી ઓફ લિયોનનના પ્રોફેસર બોરડિયરે દાવો કર્યો હતો કે તેમનું આ મનશીન મિનિટોમાં જ ફ્લૂનો ઈલાજ કરી શકે છે. તસવીરમાં મશીનનું પ્રદર્શન કરતા પ્રોફેસર.
લંડનમાં ફ્લૂથી બચવા માટે માત્ર મોઢું ઢંકાય તેવા માસ્ક પહેરવા લાગ્યા લોકો. આ માસ્કનું જ સુધારેલું સ્વરૂપ છે આજના માસ્ક જેમાં નાક પમ ઢંકાય જાય છે.
લંડનમાં ફ્લૂથી બચવા માટે માત્ર મોઢું ઢંકાય તેવા માસ્ક પહેરવા લાગ્યા લોકો. આ માસ્કનું જ સુધારેલું સ્વરૂપ છે આજના માસ્ક જેમાં નાક પમ ઢંકાય જાય છે.
લોકોએ પોતાના નાના બાળકોને ફ્લૂથી બચાવવા માટે કપડાં પર ડિઝાઈનર નોટિસ લગાડવાનું શરૂ કરી દિધું હતું. જેમાં બાળકોને અડવાની અને કિસ ન કરવાની ચેતવણી લખવામાં આવતી હતી.
લોકોએ પોતાના નાના બાળકોને ફ્લૂથી બચાવવા માટે કપડાં પર ડિઝાઈનર નોટિસ લગાડવાનું શરૂ કરી દિધું હતું. જેમાં બાળકોને અડવાની અને કિસ ન કરવાની ચેતવણી લખવામાં આવતી હતી.
લંડનના એક રસ્તા પર માસ્ક પહેરીને હેન્ડ પંપથી એન્ટી ફ્લૂ સ્પ્રે કરતો એક કર્મચારી. ત્યારના હેલ્થ અધિકારીનું માનવું હતું કે ફ્લૂ હવાથી પણ ફેલાય છે.
લંડનના એક રસ્તા પર માસ્ક પહેરીને હેન્ડ પંપથી એન્ટી ફ્લૂ સ્પ્રે કરતો એક કર્મચારી. ત્યારના હેલ્થ અધિકારીનું માનવું હતું કે ફ્લૂ હવાથી પણ ફેલાય છે.
તસવીરમાં ન્યૂજર્સીના કેમ્પ ડિક્સના વોર ગાર્ડનમાં પહેલાં વિશ્વ યુદ્ધમાં સામેલ થયેલા સૈનિક મીઠાવાળા પાણીના કોગળા કરતા નજરે પડે છે. ત્યારે માનવામાં આવતું હતું કે તેનાથી ફ્લૂ ખતમ થઈ જાય છે.
તસવીરમાં ન્યૂજર્સીના કેમ્પ ડિક્સના વોર ગાર્ડનમાં પહેલાં વિશ્વ યુદ્ધમાં સામેલ થયેલા સૈનિક મીઠાવાળા પાણીના કોગળા કરતા નજરે પડે છે. ત્યારે માનવામાં આવતું હતું કે તેનાથી ફ્લૂ ખતમ થઈ જાય છે.
ફ્લૂથી બચવા માટે અમેરિકન બાળકોના ગળામાં કપૂરની નાની ગોટીઓ બાંધવામાં આવી છે. તેને ત્યાં 'ઓલ્ડ વાઈપસ મેથડ' કહેવામાં આવતું હતું.
ફ્લૂથી બચવા માટે અમેરિકન બાળકોના ગળામાં કપૂરની નાની ગોટીઓ બાંધવામાં આવી છે. તેને ત્યાં 'ઓલ્ડ વાઈપસ મેથડ' કહેવામાં આવતું હતું.

જીવલેણ બીજી લહેર, ત્રણ મહિનામાં 80% સંક્રમણ અને મોત
આમ તો સ્પેનિશ ફલૂનો પ્રકોપ લગભગ બે વર્ષ સુધી જોવા મળ્યો, પરંતુ 1918ના છેલ્લા ત્રણ મહિના સૌથી વધુ જીવલેણ હતા. માનવામાં આવે છે કે પહેલાં વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકની અવરજવરના કારણે ફ્લૂના વાયરસમાં થયેલા મ્યૂટેશનના કારણે આવું થયું. સ્પેનિશ ફ્લૂથી સંક્રમિત થવા અને જીવ ગુમાવવાના 80% મામલા આ ત્રણ મહિના દરમિયાન જ થયા.

1. 104 વર્ષ પહેલાં સ્પેનિશ ફ્લૂબ એટલે કે H1N1 ઈન્ફ્લુએન્ઝા વાયરસથી ફેલાયેલી મહામારીની પુષ્ટિ માટે ત્યારે RT-PCR કે રેપિડ એન્ટીજન ટેસ્ટ જેવી કોઈ તપાસની સગવડ ન હતી.

2. ત્યારે ન તો રેમડેસિવિર જેવી કોઈ જ એન્ટી વાયરલ દવા હતી.

3. ક્રિટિકલ કેયર માટે મેકેનિકલ વેન્ટિલેટર પણ ન હતા.

4. વાયરલ ઈન્ફેક્શન બાદ થનારી સેકન્ડરી બેક્ટીરિયલ ઈન્ફેક્શનના ઈલાજ માટે ત્યારે કોઈ જ એન્ટીબાયોટિક દવા પણ ન હતી. પહેલી એન્ટીબાયોટિક પેનિસિલીનની શોધ 10 વર્ષ પછી થઈ હતી.

5. સ્પેનિશ ફ્લૂથી બચવા માટે ત્યારે કોઈ વેક્સિન પણ ન હતી. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના રિસર્ચર થોમસ ફ્રાંસિસ અને જોનલ સાલ્કે સેનાની મદદથી 1940માં ફ્લૂની પહેલી વેક્સિન બનાવી હતી.

6. ત્યારે ડોકટરને તે પણ ખ્યાલ ન હતો કે આ બીમારી વાયરસથી ફેલાય છે બેક્ટેરિયાથી નહીં. વિલ્સન સ્મિથ, ક્રિસ્ટોફર એન્ટ્રીયૂઝ અને પેટ્રિક લેડલૉએ 1933માં પહેલી વખત ઈન્ફ્યૂએન્ઝા વાયરસને આઇસોલેટ કર્યો.

7. એન્ટીવાયરલ અને એન્ટીબાયોટિક દવાઓ ન હોવાને કારણે ત્યારે એસ્પિરિન, કુનાઇન, અમોનિયા, ટર્પેન્ટાઈન, મીઠાવાળું પાણી, બામ સહિતની વસ્તુઓથી સારવાર કરવામાં આવતી હતી.

યુદ્ધમાં ઘેરાયેલી હતી દુનિયા, માત્ર સ્પેનથી જ સમાચાર આવતા હતા તેથી નામ પડ્યું સ્પેનિશ ફ્લૂ
20મી સદીની સૌથી મોટી મહામારીનું ના ભલે જ સ્પેનિશ ફ્લૂ હતું, પરંતુ આ બીમારી સ્પેનથી શરૂ થઈ ન હતી. હકિકતમાં ત્યારે આખું યુરોપ પહેલાં વિશ્વયુદ્ધમાં વ્યસ્ત હતું. સ્પેન એકલો જ એવો મુખ્ય યુરોપિયન દેશ હતો જે તે સમયે તટસ્થ હતો.

યુધ્ધ કરી રહેલા બંને જૂથ, અલાઈડ અને સેન્ટ્રલ પાવરના દેશોમાં ફ્લૂના સમાચારોને સેન્સર કરવામાં આવ્યા કે જેથી સૈનિકોમાં જોશ યથાવત રહે.

તો સ્પેનનું મીડિયા સ્વતંત્ર હતું. મે 1918માં મહામારીની ખબર મેડ્રિડમાં હેડલાઈન બની.

બ્લેક આઉટથી પસાર થતા દેશોમાં સ્પેનના અખબારોમાં છપાતા સમાચારોથી જ મહામારીની ભાળ મળતી હતી. તેથી જ તેને સ્પેનિશ ફ્લૂ કહેવામાં આવવા લાગ્યું. તો સ્પેનના લોકોનું માનવું હતું કે વાયરસ ફ્રાંસથી ફેલાયો છે, તેથી તેઓ તેને ફ્રેંચ ફ્લૂ કહેતા હતા.

ક્યાંથી શરૂ થયું ખબર નથી, પરંતુ પહેલો કેસ અમેરિકામાં મળ્યો
સ્પેનિશ ફ્લૂ ક્યાંથી શરૂ થયો? આજ દિવસ સુધી તેનો કોઈ મજબૂત જવાબ મળ્યો નથી. અલગ-અલગ દાવાઓ મુજબ ફ્રાંસ, ચીન અને બ્રિટન ઉપરાંત અમેરિકાને પણ આ વાયરસનું જન્મસ્થાન માનવામાં આવે છે. હાં, આ ઐતિહાસિક તથ્ય છે કે સ્પેનિશ ફ્લૂનો પહેલો કેસ અમેરિકાના કેનસાસ પ્રાંતના ફોર્ટ રાઈલીની સૈન્ય છાવણીમાં 4 માર્ચ, 1918નાં રોજ નોંધાયો હતો.

અમેરિકામાં કેનસાસ રાજ્યના ફોર્ટ રિલે સૈન્ય છાવણીના વિશેષ ફ્લૂ વોર્ડમાં દાખલ સ્પેનિશ ફલૂથી બીમારી સૈનિક. આ તમામ સૈનિક પહેલાં વિશ્વયુદ્ધ ભાગ લઈને પરત ફર્યા હતા.
અમેરિકામાં કેનસાસ રાજ્યના ફોર્ટ રિલે સૈન્ય છાવણીના વિશેષ ફ્લૂ વોર્ડમાં દાખલ સ્પેનિશ ફલૂથી બીમારી સૈનિક. આ તમામ સૈનિક પહેલાં વિશ્વયુદ્ધ ભાગ લઈને પરત ફર્યા હતા.
અમેરિકાના મેરીલેન્ડમાં વોલ્ટર રીડ સૈન્ય હોસ્પિટલના ફ્લૂ વોર્ડમાં દર્દીની તપાસ કરતી એક નર્સ. તે સમયે તેને કપડાંનું માસ્ક પહેર્યું હતું.
અમેરિકાના મેરીલેન્ડમાં વોલ્ટર રીડ સૈન્ય હોસ્પિટલના ફ્લૂ વોર્ડમાં દર્દીની તપાસ કરતી એક નર્સ. તે સમયે તેને કપડાંનું માસ્ક પહેર્યું હતું.
અમેરિકાના એક શહેરમાં માસ્ક પહેરીને પોતાનું કામ કરતી એક ટેલિફોન ઓપરેટર. તે સમયે મોટા ભાગના સરકારી કર્ચમારીઓને માસ્ક પહેરવું અનિવાર્ય કરી દેવાયું હતું.
અમેરિકાના એક શહેરમાં માસ્ક પહેરીને પોતાનું કામ કરતી એક ટેલિફોન ઓપરેટર. તે સમયે મોટા ભાગના સરકારી કર્ચમારીઓને માસ્ક પહેરવું અનિવાર્ય કરી દેવાયું હતું.
સ્પેનિશ ફ્લૂની સમાજની દરેક પ્રવૃતિઓ પર અસર જોવા મળી. અમેરિકાના ઈલિનોઇસમાં માસ્ક પહેરીને ગ્રાહકની શેવિંગ કરતો એક હેરડ્રેસર.
સ્પેનિશ ફ્લૂની સમાજની દરેક પ્રવૃતિઓ પર અસર જોવા મળી. અમેરિકાના ઈલિનોઇસમાં માસ્ક પહેરીને ગ્રાહકની શેવિંગ કરતો એક હેરડ્રેસર.
સ્પેનિશ ફ્લૂને કારણે અમેરિકાના શહેરોમાં માસ્ક વગર સ્ટ્રીટ કારમાં બેસવાને લઈને પ્રતિંબધ મૂકી દેવાયો હતો. રેડક્રોસ સોસાયટીના સિએટલ ચેપ્ટરે ત્રણ દિવસમાં અઢી લાખ માસ્ક બનાવ્યા હતા.
સ્પેનિશ ફ્લૂને કારણે અમેરિકાના શહેરોમાં માસ્ક વગર સ્ટ્રીટ કારમાં બેસવાને લઈને પ્રતિંબધ મૂકી દેવાયો હતો. રેડક્રોસ સોસાયટીના સિએટલ ચેપ્ટરે ત્રણ દિવસમાં અઢી લાખ માસ્ક બનાવ્યા હતા.
ફ્રાંસ જવા માટે સિએટલ શહેરમાંથી માર્ચ કરતી અમેરિકાની સેનાની 39મી રેજિમેન્ટ. રેજિમેન્ટના તમામ જવાનોને રેડક્રોસ સોસાયટીએ બનાવેલા માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
ફ્રાંસ જવા માટે સિએટલ શહેરમાંથી માર્ચ કરતી અમેરિકાની સેનાની 39મી રેજિમેન્ટ. રેજિમેન્ટના તમામ જવાનોને રેડક્રોસ સોસાયટીએ બનાવેલા માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
સ્પેનિશ ફ્લૂથી રમતગતમની દુનિયા પણ બાકાત રહી ન હતી. અમેરિકામાં માસ્ક પહેરીને બેઝબોલ રમતા ખેલાડીઓ. બેઝબોલના દીવાના અમેરિકનોએ પોતાની રમતને છોડી ન હતી.
સ્પેનિશ ફ્લૂથી રમતગતમની દુનિયા પણ બાકાત રહી ન હતી. અમેરિકામાં માસ્ક પહેરીને બેઝબોલ રમતા ખેલાડીઓ. બેઝબોલના દીવાના અમેરિકનોએ પોતાની રમતને છોડી ન હતી.

સ્પેનિશ ફ્લૂને લઈને બેદરકારી અને સાવધાનીના બે કિસ્સા

ફિલાડેલ્ફિયાની લિબર્ટી લોન પરેડમાં બે લાખથી વધુ લોકોએ ભાગ લીધો અને તે બાદ શહેરમાં સ્પેનિશ ફ્લૂનો કહેર તૂટી પડ્યો.
ફિલાડેલ્ફિયાની લિબર્ટી લોન પરેડમાં બે લાખથી વધુ લોકોએ ભાગ લીધો અને તે બાદ શહેરમાં સ્પેનિશ ફ્લૂનો કહેર તૂટી પડ્યો.

1. સ્પેનિશ ફ્લૂના હાહાકાર વચ્ચેજ ફિલાડેલ્ફિયામાં લિબર્ટી લોન પરેડ થઈ. આ પરેડએ આખા શહેરમાં એવો ફ્લૂનો પ્રકોપ ફેલાવ્યો કે તેને કંટ્રોલમાં કરવું મુશ્કેલ થઈ ગયું. ફિલાડેલ્ફિયાના પબ્લિક હેલ્થ ડાયરેક્ટર બિલ્મર ક્રૂસને લોકોને વિશ્વાસ અપાવ્યો કે સૈનિકોને સામાન્ય વેધર ફ્લૂ છે અને તે સામાન્ય લોકો સુધી પહોંચે તે પહેલાં જ તેને કંટ્રોલ કરી લેવામાં આવશે. 28 સપ્ટેમ્બર 1918નાં રોજ દેશભક્તિના રંગમાં રંગાયેલા સૈનિકો, બોય સ્કાઉટ્સ, બેન્ડ અને સ્થાનિક કલાકારોની 2 માઈલ લાંબી પરેડ નીકળી. આખો રસ્તો આ પરેડ નિહાળનારા લોકોની ભરેલો હતો.

આ પરેડના 72 કલાક પછી ફિલાડેલ્ફિયાની તમામ 31 હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ ગઈ અને એક જ અઠવાડીયામાં 2600 લોકોના મોત નિપજ્યા. ગ્લોબલ ફ્લૂ એન્ડ યૂઃ અ હિસ્ટ્રી ઓફ ઈન્ફલૂએન્ઝા નામનું પુસ્તક લખનાર જાર્ડ ડેનરનું કહેવું હતું કે- ફિલાડેલ્ફિયા લોન પરેડે આગમાં પેટ્રોલ નાંખવાનું કામ કર્યું.

અમેરિકાના શહેર સેન્ટ લૂઇસમાં મહામારીએ દસ્તક આપી તે પહેલાં જ હેલ્થ વર્કર્સે તૈયારી કરી લીધી હતી. દર્દીઓને લાવવા માટે તહેનાત શહેરની રેડક્રોસ મોટર કોર.
અમેરિકાના શહેર સેન્ટ લૂઇસમાં મહામારીએ દસ્તક આપી તે પહેલાં જ હેલ્થ વર્કર્સે તૈયારી કરી લીધી હતી. દર્દીઓને લાવવા માટે તહેનાત શહેરની રેડક્રોસ મોટર કોર.

2. અમેરિકી શહેર સેન્ટ લૂઇસમાં પબ્લિક હેલ્થ સર્વિસિઝે જોરદાર કામ કર્યું. કોઈ કેસ મળે તે પહેલાં જ શહેરના હેલ્થ કમિશનર ડૉ. મેક્સ સ્ટાર્કલોફે સ્થાનિક ડોકટરને હાઈએલર્ટ કરી દિધા. તેઓએ સેન્ટ લૂઇસ પોસ્ટ ડિસ્પેચમાં ભીડથી બચવા માટેનું શું મહત્વ છે તે જણાવવા માટે લેખ પણ લખ્યા. જેવું જ સેન્ટ લૂઇસ નજીક આવેલા સેનાના એક બેરેકમાં સ્પેનિશ ફ્લૂ ફેલાયો, ડૉ. સ્ટાર્કલોફે સમય ગુમાવ્યા વગર, સ્કૂલ, સિનેમા ઘરા, થિયેટર, પુલ, હોલ બંધ કરાવી દિધા. લોકોને એકઠાં થવા પર પ્રતિબંધ મુકી દીધો. ઉદ્યોગપતિઓ તેમના પર ઘણું જ દબાણ કર્યું પરંતુ તેઓ માન્યા જ નહીં. સંક્રમણ જ્યારે ફેલાવવા લાગ્યું તો વોલેન્ટિયર નર્સોએ લોકોનો ઈલાજ ઘર પર જ શરૂ કરી ધદીધો. અંતે કેસ વધવાના કર્વ ફ્લેટ થઈ ગયા.

ત્યારે N-95 માસ્કની જગ્યાએ ગોઝથી બનતા હતા માસ્ક

1918માં આજેના N95 જેવા માસ્ક ન હતા. ત્યારે સર્જિકલ માસ્ક ગોઝથી બનતા હતા અને લોકો તેનો જ સ્પેનિશ ફ્લૂ સામેના રક્ષણ માટે ઉપયોગ કરતા હતા. પરંતુ બીમારીથી બચવા માટે અન્ય પ્રકારના પર્યોગ પણ કરવામાં આવતા હતા.

માસ્કના વિરૂદ્ધમાં તર્ક

  • માસ્કથી લોકોડમાંં ડર ફેલાય છે અને પ્રશાસન લોકોને ચુપ કરાવવા માગે છે.
  • ઉદ્યોગપતિઓને લાગતું હતું કે માસ્ક પહેરનારા લોકો બહાર જાય તો ખરીદી નથી કરતા.
  • માસ્કને નાગરિક અધિકારોનું ઉલ્લંઘન માનતા હતા.
  • માસ્ક લોકોને સુરક્ષિત રહેવાનું ખોટું આશ્વાસન આપે છે, કેમકે આ બીમારીથી બચવાની કોઈ જ ગેરંટી ન હતી.

ભારતમાં સ્પેનિશ ફ્લૂઃ ભારતીય અધિકારીઓવાળા શહેરોમાં 15% ઓછા મોત
ભારતમાં સ્પેનિશ ફ્લી બ્રિટિશ સેનામાં તહેનાત ભારતીય સૈનિકોની સાથે મુંબઈ પહોંચ્યો. ત્યારે 1918નો મે માસ હતો. ફ્લૂ ફેલાય રહ્યો હતો, પરંતુ બ્રિટિશ અધિકારી મોન હતા. ધીમે-ધીમે ભારતીય અખબારોમાં સમાચાર છ શરૂ થયા કે શહેરોની શ્મશાન ભૂમિમાં રોજ 150-200 મૃતદેહ પહોંચી રહ્યાં છે. બે વર્ષની અંદર એકથી બે કરોડ ભારતીયોએ જીવગુમાવ્યા હતા. આ આંકોડ કુલ વસ્તીઓનો 6% હતો.

હાલ જોવા મળતા કોરોનાની જેમ સ્પેનિશ ફ્લૂની પહેલી લહેર નબળી હતી, પરંતુ સપ્ટેમ્બર 1918માં આવેલી બીજી લહેર ઉત્તર ભારતથી શ્રીલંકા સુધી પહોંચી. 1200 શહેર અને નગરોના ડેટા જણાવે છે કે જે શહેરો કે નગરોમાં ભારતીય ડિસ્ટ્રિક્ટ ઓફિસર તહેનાત હતા ત્યાંના મૃત્યુદર બ્રિટિશ ડિસ્ટ્રિક્ટ અધિકારીઓની તુલનાએ 15% ઓછા હતા.

પહેલા વિશ્વ યુદ્ધમાં (1914-18)માં તહેનાત બ્રિટિશ સેનામાં સામેલ ભારતીય જવાન. યુદ્ધના મોરચાથી પરત ફેરલા જવાનોને કારણે જ ભારતમાં સ્પેનિશ ફ્લૂ ફેલાયો.
પહેલા વિશ્વ યુદ્ધમાં (1914-18)માં તહેનાત બ્રિટિશ સેનામાં સામેલ ભારતીય જવાન. યુદ્ધના મોરચાથી પરત ફેરલા જવાનોને કારણે જ ભારતમાં સ્પેનિશ ફ્લૂ ફેલાયો.
કોરોનાની જેમ જ સ્પેનિશ ફ્લૂની પણ સૌથી વધુ અસર મુંબઈ એટલે કે બોમ્બેમાં જોવા મળી. આ કારણેે જ તેને ભારતમાં બોમ્બે ફ્લૂ કે બોમ્બે ફીવરના નામથી ઓળખવામાં આવ્યું. સુમસામ નજરે પડતો મુંબઈનો દરિયાઈ કાંઠો.
કોરોનાની જેમ જ સ્પેનિશ ફ્લૂની પણ સૌથી વધુ અસર મુંબઈ એટલે કે બોમ્બેમાં જોવા મળી. આ કારણેે જ તેને ભારતમાં બોમ્બે ફ્લૂ કે બોમ્બે ફીવરના નામથી ઓળખવામાં આવ્યું. સુમસામ નજરે પડતો મુંબઈનો દરિયાઈ કાંઠો.
ત્યારે પણ મુંબઈની ગીચ વસ્તીને કારણે ત્યાં સ્પેનિશ ફ્લૂની સૌથી વધુ અસર જોવા મળી હતી. વિશ્વયુદ્ધમાંથી પરત ફરેલા જવાનો પોતાની સાથે આ ફ્લૂના વાયરસને બોમ્બે લઈ આવ્યા.
ત્યારે પણ મુંબઈની ગીચ વસ્તીને કારણે ત્યાં સ્પેનિશ ફ્લૂની સૌથી વધુ અસર જોવા મળી હતી. વિશ્વયુદ્ધમાંથી પરત ફરેલા જવાનો પોતાની સાથે આ ફ્લૂના વાયરસને બોમ્બે લઈ આવ્યા.
સ્પેનિશ ફ્લૂથી કરોડો ભારતીય બીમાર હતા. લાખોના મોત નિપજ્યા હતા. પરંતુ દિલ્હીમાં બ્રિટિશ રાજના અધિકારીઓની શાન-શૌકતમાં કોઈ જ ઉણપ આવી ન હતી.
સ્પેનિશ ફ્લૂથી કરોડો ભારતીય બીમાર હતા. લાખોના મોત નિપજ્યા હતા. પરંતુ દિલ્હીમાં બ્રિટિશ રાજના અધિકારીઓની શાન-શૌકતમાં કોઈ જ ઉણપ આવી ન હતી.

અંતે ખતમ કઈ રીતે થયો સ્પેનિશ ફ્લૂ?
વિશેષજ્ઞોનું કહેવું છે કે સ્પેનિશ ફ્લૂ ક્યારેય ખતમ થયો જ નથી. દુનિયાની દર ત્રીજી વ્યક્તિને બીમાર કર્યા બાદ સ્પેનિશ ફ્લૂનો H1N1 સ્ટ્રેન જ બર્ડ ફ્લૂ કે સ્વાઈન ફ્લૂની સાથે મળીને મહામારીના નવા નવા સ્ટ્રેન બનાવે છે. 1957, 1968 અને 2009માં આ જ થયું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો