તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Space Scientist Said Should Be Inspired By Musk's Business Model; Reusable Rocket Technology Will Take ISRO To New Heights

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ISROને પૂર્વ અધ્યક્ષની સલાહ:સ્પેસ વૈજ્ઞાનિકે કહ્યું- મસ્કના બિઝનેસ મોડલથી પ્રેરણા લેવી જોઈએ; રિયુઝેબલ રોકેટ ટેક્નોલોજી ISROને નવી ઊંચાઈ પર લઈ જશે

2 મહિનો પહેલા
  • ફૉરેન સેટેલાઇટ લોન્ચ અને ગ્લોબલ માર્કેટમાં અંતરિક્ષસંબંધી સેવાક્ષેત્રે અપાર સંભાવનાઓ રહેલી છે
  • ભારતે એવા દેશોની સાથે કરાર કરવો જોઈએ, જેમની પાસે સેટેલાઇટ લોન્ચિંગની સુવિધાઓ ઉપલબ્ધ નથી

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના પૂર્વ અધ્યક્ષ જી. માધવનને કહ્યું હતું કે ભારતે રિયુઝેબલ રૉકેટ ટેક્નોલોજીમાં પારંગતતા મેળવવાની જરૂર છે. જાણીતા સ્પેસ સાયન્ટિસ્ટે કહ્યું હતું કે રિયુઝેબલ ટેક્નિકવાળા રૉકેટથી ભારત સ્પેસ પ્રોગ્રામોમાં સફળતાના શિખર સર કરી શકશે.

તેમણે ગ્લોબલ માર્કેટિંગ પર ભાર મૂક્યો હતો. અંતરિક્ષક્ષેત્રમાં તમામ પ્રકારની મહેનત અને ક્ષમતાનો ઉપયોગ કરીને ભારતે પણ સ્પેસ એક્સના સંસ્થાપક એલન મસ્કના બિઝનેસ મોડલથી પ્રેરણા મેળવવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે ફૉરેન સેટેલાઈટ લોન્ચ અને ગ્લોબલ માર્કેટમાં અંતરિક્ષસંબંધી સેવાક્ષેત્રે અપાર સંભાવનાઓ રહેલી છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ભારત 30થી 40%ના વાજબી દરે સેટેલાઇટ લોન્ચ કરે છે
ભારત પાસે અર્થ ઓબ્ઝર્વેશન અને કમ્યુનિકેશન પ્લેટફોર્મની પ્રાથમિક ટેક્નિક અને ક્ષમતા રહેલી છે. તેમણે વૈશ્વિક બજારમાં ઘણી મહત્ત્વપૂર્ણ તકો ગુમાવી છે, કારણ કે ભારત આંતરરાષ્ટ્રીય ભાવો કરતાં 30થી 40% સસ્તા દરે સેટેલાઇટ લોન્ચ સેવાઓ આપે છે.

વધુમાં, તેમણે જણાવ્યું હતું કે ભારતે એવા દેશોની સાથે કરાર કરવો જોઈએ, જેમની પાસે સેટેલાઈટ લોન્ચિંગની સુવિધાઓ ઉપલબ્ધ નથી. આ પ્રકારનું પ્લાનિંગ કરવાથી આપણી સ્થિતિ મજબૂત થઇ શકે છે, તેથી જ પ્રભાવશાળી રીતે આગળ વધવા માટે અને બજારમાં પોતાની આગવી ઓળખ બનાવી એક યોગ્ય સ્થાન પ્રાપ્ત કરવા માટે કડક પગલાં ભરવાની જરૂર છે.

ભારતે અંતરિક્ષક્ષેત્રે સંતુષ્ટ થવાની જરૂર નથી
ભારત છેલ્લાં 15-20 વર્ષથી મસ્કની રિયુઝેબલ લોન્ચ વેહિકલ પ્રણાલીની ચર્ચા કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી એ દિશામાં કોઈ સફળતા હાથ લાગી નથી. જ્યાં સુધી ભારત આ દિશામાં આગળ ટેકનોલોજીને નહીં વિકસાવે ત્યાં સુધી સ્પેસ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટાડી શકાશે નહીં. આ એક એવું ક્ષેત્ર છે જેમાં વિશેષ રૂપથી ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. અર્થ ઓબ્ઝર્વેશનથી લઈને પ્રત્યાયનની પ્રણાલી અને લોન્ચ સર્વિસમાં ઘણી ઝડપથી ટેક્નિકલ ફેરફારો આવી રહ્યા છે, એવામાં ભારતે અંતરિક્ષક્ષેત્રમાં સંતુષ્ટ થવાની જરૂર નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો