• Gujarati News
  • National
  • The SP President Said My, The Phone Of The SP Office Is Being Tapped By Yogi; Yogiji Himself Listens To The Recording

અખિલેશનો આદિત્યનાથ પર આક્ષેપ:સપા અધ્યક્ષે કહ્યુ - મારા, સપા ઓફિસના ફોન યોગી ટેપ કરાવે છે; યોગીજી પોતે રેકોર્ડિંગ સાંભળે છે

લખનઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અખિલેશ યાદવ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અખિલેશ યાદવ - ફાઇલ તસવીર
  • યુપીમાં ભાજપ હારતો હોવાથી દરોડા પડાયા

ઉત્તર પ્રદેશમાં પોતાના ખાસ લોકોને ત્યાં આવકવેરા વિભાગના દરોડા બાદ રવિવારે સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવે યોગી આદિત્યનાથ પર સીધો પ્રહાર કરતા આક્ષેપ કર્યો કે, ‘મારા ફોન ટેપ કરાય છે. કેટલાક અધિકારીઓ ચાપલૂસી ખાતર અને કેટલાક મજબૂરીમાં ફોન ટેપિંગ કરાવે છે. મુખ્યમંત્રી યોગી નવરા હોય ત્યારે સાંજે તેમાંથી થોડું થોડું રેકોર્ડિંગ સાંભળે છે. તેથી મને ફોન કરનારાઓ સતર્ક રહે. સપા કાર્યાલય સાથે સંકળાયેલા લોકોના ફોન ટેપ કરાય છે. જેમને ત્યાં દરોડા પડ્યા તેઓ સપા માટે કામ કરે છે.’

અખિલેશે ઉમેર્યું કે આ દરોડા ભાજપની અકળામણ દર્શાવે છે, કેમ કે તે જાણે છે કે આગામી વિધાનસભા ચૂંટણી તે હારી રહી છે. 2022માં સપાની સરકાર આવી રહી છે. નોંધનીય છે કે શનિવારે યુપીના 5 શહેરમાં 12થી વધુ સ્થળોએ સપા નેતાઓને ત્યાં આવકવેરા વિભાગની ટીમોએ એકસાથે દરોડા પાડ્યા હતા. કેટલાક સ્થળે રવિવારે પણ આ કામગીરી ચાલુ રહી હતી. અખિલેશે એવો પણ આક્ષેપ કર્યો કે મુખ્યમંત્રીએ સરકારી જમીન પર બનેલી દુકાનો પર બુલડોઝર ચલાવડાવી જાતે વળતર લઇ લીધું. તેમણે કેટલું વળતર લીધું તે જણાવવું જોઇએ. યુનિવર્સિટી બનાવવા તળાવ અને વેટલેન્ડની જમીન હડપ કરાઇ છે.

કોઇ વિચારી શકે કે પાંચ જ વર્ષમાં સંપત્તિ 200 ગણી વધશે?: યોગી
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સપા પર કટાક્ષ કરતા કહ્યું કે આવકવેરાના દરોડાથી સપા પરેશાન થઇ રહી છે તે અંગે મેં એક વ્યક્તિને પૂછ્યું કે આ બધું કેમ થઇ રહ્યું છે? તેણે કહ્યું કે આપકો પતા નહીં ચોર કી દાઢી મેં તિનકા હૈ. શું કોઇ વિચારી શકે કે 5 વર્ષમાં કોઇની સંપત્તિ 200 ગણી વધી જાય? પણ સમાજવાદી પાર્ટીની સરકારમાં આ બધું જોવા મળ્યું.

અન્ય સમાચારો પણ છે...