તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Son Saw The Father Doing Wrong To His Wife; Murder Was Done By Giving 50 Thousand Rupees To His Friends

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ સંબંધોની હત્યા છે:પુત્રએ પિતાને પોતાની પત્ની સાથે અશ્લીલ હરકત કરતા જોયા; મિત્રોને 50 હજાર રૂપિયા સોપારી આપીને મર્ડર કરાવ્યું

જબલપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જબલપુરના બરગી-ઘંસૌર રોડના જંગલમાં 5 દિવસ પહેલાં અડધી સળગેલી લાશ મળી, હવે હત્યાનો ખુલાસો થયો
  • પુત્રએ પિતા ગુમ થયા હોવાની વાત ટાળી જે બાદ માતાએ ફરિયાદ નોંધાવી, જે બાદ તેના જ નિવેદનથી પોલીસને શંકા ગઈ

5 દિવસ પહેલાં મધ્યપ્રદેશના જબલપુરના જંગલમાં મળેલી અડધી સળગેલી લાશનો મામલો પોલીસે ઉકેલી લીધો છે. પોલીસનો દાવો છે કે મૃતકના દીકરાએ જ તેની હત્યા કરાવી હતી. આરોપીઓની પૂછપરછ દરમિયાન નવાઈ લાગે તેવી વાત સામે આવી છે. પુત્રએ જણાવ્યું કે પિતા તેની પત્નીની સાથે ખરાબ હરકતો કરતા હતા. તેને તેવું કરતા જોયા બાદ દીકરાએ પોતાના 4 મિત્રોને સોપારી આપીને પિતાની હત્યા કરી હતી. જે બાદ મૃતદેહને સળગાવી દિધો.

પુત્રએ પોલીસ સ્ટેશનમાં પિતા ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરી. પરંતુ તપાસમાં માતાના નિવેદન પર પોલીસને શંકા થઈ અને હત્યાકાંડનો ખુલાસો થયો. પોલીસે મામલામાં 5 આરોપીઓની ધરપકડ કરી છે.

વન વિભાગની ટીમને 28 માર્ચે મળ્યો હતો મૃતદેહ
વન વિભાગની ટીમને 28 માર્ચની બપોરે જ ગોરખપુરની પાસે બરગી-ઘંસૌર રોડ નજીક અડધી સળગેલી લાશ મળી હતી. સીનિયર બીટ ગાર્ડ અમિત ત્રિપાઠીએ પોલીસને તે અંગેની સુચના આપી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ બાદ તેની લાશને દફનાવી દીધી. SPએ મામલાનો ખુલાસો કરતા 10 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કરી દીધું.

31 માર્ચે સિવની જિલ્લાના ઘંસૌર પોલીસ સ્ટેશનમાં બરોદા માલના રહેવાસી રમ્મુબાઈએ પોતાના પતિ શૈલ કુમાર ઉર્ફે શિલ્લુ પટેલ ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરી. તેને પોલીસને જણાવ્યું કે 26 માર્ચે તેના પતિ ગામના આયુષ શર્મા અને મનોજ ઉર્ફે પંડા બૈગા સાથે ગયા હતા. જે બાદ ઘરે પરત ફર્યા જ નથી. શૈલ પટેલ ખેતીની સાથે દૂધનો વ્યવસાય પણ કરતા હતા.

પોલીસે પરિવારને 28 માર્ચે મળેલા મૃતદેહ અંગે જણાવ્યું. રમ્મુબાઈએ ગળાની માળા અને પગમાં પહેરેલા કડાથી મૃતદેહની ઓળખ કરી. ઘંસૌર પોલીસે બરગી પોલીસને તે અંગેની જાણકારી આપી.

પત્નીના નિવેદનથી આરોપીઓ સુધી પહોંચી પોલીસ
મરનારની ઓળખ થયા બાદ ગુરૂવારે બરગી પોલીસે દફનાવેલા મૃતદેહને બહાર કાઢ્યો. આ દરમિયાન શૈલુનો દિકરો પ્રમોદ અને તેના મિત્ર આયુષની સાથે કેટલાંક ગ્રામવાસીઓ પણ હાજર હતા. તે સમયે જ બરગી ટીઆઈ શિવરાજ સિંહની સાથે એક ટીમ શૈલુના ગામમાં પૂછપરછ કરી રહી હતી.

બરગી ટીઆઈ પહેલાં ઘંસૌરમાં પણ ફરજ બજાવી ચુક્યા છે. શૈલુની પત્ની રમ્મુબાઈએ જણાવ્યું કે તેના પતિ, આયુષ શર્મા અને મનોજ ઉર્ફે પંડા બૈગાની એકસાથે બાઈક પર ગયા હતા. જે બાદ શ્મશાન ઘાટમાં હાજર પોલીસે આયુષ શર્માની ધરપકડ કરી.

મિત્રએ બે થપ્પડમાં કહી દિધી આખી ઘટના
પોલીસ સૂત્રો મુજબ એક સબ ઈન્સ્પેક્ટરે આયુષ શર્માને પોતાની ગાડીમાં લઈ જઈને બે થપ્પડ મારી દિધા. થપ્પડ પડતાં તેને સમગ્ર ઘટના જણાવી દિધી. તેને કહ્યું કે તે બાઈક પર શૈલુને બેસાડીને ઘંસૌર સુધી લઈ ગયો હતો. જ્યાંથી મનોજ ઉર્ફે પંડા બૈગા, રાહુલ નેમા અને રાહુલ યાદવ કારમાં શૈલુને લઈ ગયા હતા. તે લોકોએ જ હત્યા કરીને મૃતદેહ સળગાવ્યો હતો.

આ જાણકારીના આધારે ઘંસૌરમાં હાજર પોલીસ ટીમે ત્રણેયની ધરપકડ કરી. જે બાદ અંતે પુત્ર પ્રમોદને શ્મશાન ઘાટમાંથી પકડવામાં આવ્યો. પૂછપરછમાં પુત્ર પ્રમોદે પોલીસને જણાવ્યું કે પિતા તેની પત્ની પર ખરાબ ઈરાદા રાખતા હતા. 7 દિવસ પહેલાં જ તેને પિતાને પત્નીની સાથે જોઈ લીધા હતા. પત્નીને પૂછતાં તેને રડતાં રડતાં જણાવ્યું હતું કે સસરા તેની છેડતી કરે છે. ડરના કારણે તે કંઈ બોલી શકતી ન હતી.

પુત્રએ મિત્રો સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું
પૂછપરછમાં પુત્ર પ્રમોદે પોલીસને જણાવ્યું કે પિતા તેની પત્ની પર ખરાબ ઈરાદા રાખતા હતા. 7 દિવસ પહેલાં જ તેને પિતાને પત્નીની સાથે જોઈ લીધા હતા. પત્નીને પૂછતાં તેને રડતાં રડતાં જણાવ્યું હતું કે સસરા તેની છેડતી કરે છે. ડરના કારણે તે કંઈ બોલી શકતી ન હતી.

પ્રમોદની મિત્રતા આરોપીઓમાંથી એક રાહુલ નેમા સાથે છે. તેને રાહુલ નેમા અને તેના ડ્રાઈવર રાહુલ યાદવને આ અંગે જણાવ્યું. બંને હત્યા માટે તૈયાર થઈ ગયા. 50 હજાર રૂપિયામાં તેનો સૌદો નક્કી થયો. 15 હજાર પ્રમોદે એડવાન્સમાં આપ્યા. 35 હજાર રૂપિયા તે કામ પૂરું થયા બાદ ભેંસ વેંચીને આપવાનો હતો. રાહુલ યાદવે ગામમાં રહેતા આયુષ શર્મા અને મનોજ બૈગા સાથે વાત કરી અને બંનેને ષડયંત્રમાં સામેલ કરી દિધા.

અધિકારીની હાજરમાં બરગી પોલીસે મૃતદેહ કાઢીને પરિવારને સોંપ્યો હતો.
અધિકારીની હાજરમાં બરગી પોલીસે મૃતદેહ કાઢીને પરિવારને સોંપ્યો હતો.

ગાંજો પીવડાવ્યા બાદ ગળું દબાવ્યું અને સળગાવી દિધો
મામલાનો ખુલાસો કરતા શુક્રવારે SP સિદ્ધાર્થ બહુગુણાએ જણાવ્યું કે ષડયંત્ર મુજબ, આયુષ શર્મા અને મનોજ બૈગા 26 માર્ચે શૈલુની ઘરે ગયા હતા. તે સમયે શૈલુ ખેતરમાં હતો. બંને તેની પત્ની રમ્મુ બાઈને પૂછીને પરત ફરી રહ્યાં હતા, ત્યારે શૈલુ પણ આવી ગયો. બંનેએ તેને ગાંજો પીવડાવવાના બહાને બાઈકમાં સાથે લઈ ગયા.

ઘંસૌર નજીક રાહુલ નેમા અને ડ્રાઈવરની સાથે કારમાં જ હાજર હતો. આયુષ અને મનોજ બાઈક ઊભી રાખીને શૈલુની સાથે કારમાં સવાર થઈ ગયા. રસ્તામાં જ રસ્સા વડે તેનું ગળું દાબીને મારી નાંખ્યો.

10 કિમી દૂર જઈને લાશ સળગાવી
ચારેય આરોપી શૈલુનો મૃતદેહ લઈને ઘંસૌરથી 10 કિલોમીટર દૂર જબલપુરના ગઢ ગોરખપુર પાસે પહોંચ્યા. જ્યાં રસ્તા નજીક જંગલમાંથી સૂકાયેલા પાંદડા એકઠાં કરીને મૃતદેહને સળગાવી દિધો. આરોપીએ વિચાર્યું હતું કે બીજો જિલ્લો હોવાને કારણે મૃતદેહની ઓળખ નહીં થઈ શકે અને તેઓ બચી જશે. પોલીસે આરોપીઓ પાસેથી બાઈક, કાર અને બે મોબાઈલ જપ્ત કર્યા છે.

28 માર્ચે મૃતદેહ મળ્યાં બાદ SP સિદ્ધાર્થ બહુગુણા અને ASP શિવેશ પ્રતાપ સિંહ બઘેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
28 માર્ચે મૃતદેહ મળ્યાં બાદ SP સિદ્ધાર્થ બહુગુણા અને ASP શિવેશ પ્રતાપ સિંહ બઘેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પુત્રના ઈનકાર છતાં રમ્મુ બાઈ પોતે જ પોલીસ સ્ટેશન પહોંચી હતી
પિતાની હત્યાનું ષડયંત્ર રચનાર પ્રમોદ તેમનો એકમાત્ર પુત્ર છે. શૈલુ ગુમ થયા બાદ માતા રમ્મુ બાઈ સતત તેના પતિ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવાનું તેના દિકરાને કહેતી રહી. તે અંગે દિકરો પ્રમોદ કાયમ વાતને ટાળી દેતો હતો. તે પિતાને શોધવાનું નાટક પણ કરતો રહ્યો. અંતે રમ્મુ બાઈ પોતે 70 વર્ષના પિતરાઈ ભાઈ જોધાસિંહ પટેલને સાથે લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પતિ ગુમ થયા હોવાની ફરિયાદ કરી. પ્રમોદને શંકા હતી કે તે ગુમ થયાની ફરિયાદ નોંધાવવા જશે તો પોલીસને શંકા થશે.

પ્રમોદ અને તેની પત્નીના બીજી લગ્ન છે
પ્રમોદ અને તેની પત્નીના બીજા લગ્ન છે. પ્રમોદની પહેલી પત્ની કોઈ બીજાની સાથે જતી રહી હતી. દોઢ વર્ષ પહેલાં પ્રમોદે બીજા લગ્ન કર્યા હતા. તેની દોઢ મહિનાની એક દીકરી પણ છે.

28 માર્ચે FSLની ટીમ તપાસ માટે પહોંચી હતી.
28 માર્ચે FSLની ટીમ તપાસ માટે પહોંચી હતી.

માસ્ટરમાઈન્ડ રાહુલ નેમાના પિતા જનપદ સભ્ય
આખી ઘટનામાં 21 વર્ષનો રાહુલ નેમા માસ્ટરમાઈન્ડ નીકળ્યો. તેને જ પ્રમોદને પિતાની હત્યા માટે ઉશ્કેર્યો હતો. રાહુલના પિતા વિનોદ નેા જનપદ સભ્ય છે. તેની ધરપકડ કરવામાં પોલીસને ઘણી જ મુશ્કેલી પડી. રાહુલ જબલપુરમાં DPSમાંથી ભણ્યો છે. 8 મહિના પહેલાં જ તેને પોતાના ટ્રેક્ટરને વેંચીને પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી.

તેને હત્યા અને પૈસાની લેવડદેવડ સાથે જોડાયેલી વાતો પણ રેકોર્ડ કરી લીધી હતી. તેના મોબાઈલમાં આ રેકોર્ડિંગ મળ્યું છે. તેને પોતાની કારની બદલે અન્ય ગ્રામવાસીની કારનો ઘટનામાં ઉપયોગ કરવાનું કહ્યું હતું. આ કાર ઘટનાવાળા દિવસે જાન લઈને ગઈ હતી. પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસે તેઓને જેલ હવાલે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો