તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Social Media User Said To The Friend, Tell The PM To Wish Me A Happy Birthday, Congratulations To The Prime Minister Without Delay

PM મોદીએ સાંભળી મનની વાત:સોશિયલ મીડિયા યુઝરે મિત્રને કહ્યું, PMને કહો મને જન્મદિવસની શુભેચ્છા પાઠવે, વડાપ્રધાને વિલંબ કર્યાં વગર આપ્યા અભિનંદન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • ડેક્સ્ટ્રોના ટ્વિટને રિટ્વિટ કરી PM મોદીએ લખ્યું- જન્મ દિવસની શુભેચ્છા.....તમે આ બાબતનું વર્ણન કરી રહ્યા છો-ડેક્સ્ટ્રોદિવસના અભિનંદન....ભવિષ્ય માટે શુભેચ્છા.

IT કાયદાને લઈ ભલે કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા કંપનીઓ સામે કડક વલણ અપનાવી રહી હોય, પણ કેટલીક ઘટના એવી પણ છે કે જે આ પ્લેટફોર્મ પર કોઈ વ્યક્તિ માટે જીવનની મોટી ખુશી આપી જાય છે. આવી જ એક ઘટના ડેક્સ્ટ્રો નામના ટ્વિટર યુઝર સાથે બની.

હકીકતમાં ડેક્સ્ટ્રોનો આજે જન્મ દિવસ છે. મિત્ર અથવા ઘરના સભ્યો તરફથી અભિનંદન મળી રહ્યા હતા. સોશિયલ મીડિયાથી લઈ મેસેજિંગ એપ પર અભિનંદન મળી રહ્યા હતા. ડેક્સ્ટ્રોને અભિનંદન આપનારમાં એક અજીત નામનો યુઝર પણ હતો. અજીતે જ્યારે ટ્વિટ કરી બર્થડે વિશ કર્યાં તો ડેક્સ્ટ્રોએ લખ્યું- આભાર અજીત, પણ ડેક્સ્ટ્રોદિવસ પર PM મોદીને કહે કે મને જન્મ દિવસની શુભેચ્છા આપે.

ત્યારબાદ ડેકસ્ટ્રોને ભારે આશ્ચર્ય થયેલું. કારણ કે ડેક્સ્ટ્રોના ટ્વિટને રિટ્વિટ કરી PM મોદીએ લખ્યું- જન્મ દિવસની શુભેચ્છા.....તમે આ બાબતનું વર્ણન કરી રહ્યા છો-ડેક્સ્ટ્રોદિવસના અભિનંદન....ભવિષ્ય માટે શુભેચ્છા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી અભિનંદન મળ્યાના સમાચાર આવ્યા તો ડેક્સ્ટ્રોએ ફરીથી લખ્યું- ભગવાન જ્યારે પણ આપે છે, દિલ ખોલીને આપે છે.

PMએ તિબ્બતી ધર્મગુરુ દલાઈ લામાને પણ આપ્યા અભિનંદન
આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિબ્બતી ધર્મગુરુ દલાઈ લામાને પણ તેમના 86માં જન્મદિવસ નિમિતે અભિનંદન આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું કે 86માં જન્મ દિવસ પ્રસંગે ધર્મગુરુ દલાઈ લામા સાથે ફોન પર વાત કરી. અમે તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે અપેક્ષા રાખી છીએ.