કોબ્રાને કિસ કરી જીવ જોખમમાં મૂક્યો:સાપનું રેસ્ક્યુ કરનારને સ્ટંટ ભારે પડ્યો, વીડિયો સોશિયલ મીડિયા પર VIRAL

2 મહિનો પહેલા

સોશિયલ મીડિયામાં કર્ણાટકનો સાપના ડંખ મારવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક યુવક કિંગ કોબ્રાને પકડેલો જોવા મળી રહ્યો છે. સાપના માથે તે કિસ કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ કિંગ કોબ્રાને કિસ કરે તે પહેલાં કોબ્રાએ તેને ડંખ માર્યો હતો. ત્યારબાદ કોબરાને તે યુવક છોડી દે છે.

ત્યાં હાજર લોકોએ સાપને પકડવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ સાપ ભાગી જવામાં સફળ થયો હતો. આ આખો મામલો કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લાના ભદ્રાવતીના બોમ્મનકટ્ટેનો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વ્યક્તિની ઓળખ એલેક્સ તરીકે થઈ છે અને તે સાપને બચાવવા અને તેને જંગલોમાં છોડવાનું કામ કરે છે. બે દિવસ પહેલાં તેણે એક કોબ્રા પકડ્યો હતો. સાપે ડંખ માર્યા બાદ એલેક્સને તાત્કાલિક ભદ્રાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એલેક્સને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી હતી.

સાપને પકડ્યા પછી, યુવક તેના માથા પર કિસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
સાપને પકડ્યા પછી, યુવક તેના માથા પર કિસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

લોકોએ સોશિયલ મીડિયા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું
આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું કે લોકો સોશિયલ મીડિયા પર પબ્લિસિટી મેળવવા માટે કંઈ પણ કરે છે. અન્ય યુઝર કહે છે કે આ અત્યાર સુધીનો શ્રેષ્ઠ લિપ-ટુ-લિપ છે. કેટલાક લોકો લખી રહ્યા છે - શું તે ખરેખર બચી ગયો, પરંતુ આશ્ચર્ય થયું કે તેણે આ કરવાનું કેવી રીતે વિચાર્યું. હું ફક્ત એટલું જ કહેવા માગું છું કે તે વ્યક્તિ સાથે જે થયું તે સારા માટે થયું.

અન્ય સમાચારો પણ છે...