તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Situation In Corona's Second Wave Is Very Dire; No Space In Cemeteries, Even Lack Of Oxygen, Yet Negligence

કોરોના સામે લડતી જિંદગી, 6 રાજ્યની તસવીર:કોરોનાની બીજી લહેરમાં પરિસ્થિતિ ખૂબ જ ભયાનક; સ્મશાનોમાં જગ્યા નહીં, ઓક્સિજનની અછતની સાથે વધુ બેદરકારી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાંચીમાં ઘાઘરા સ્મશાનઘાટ પર કોરોના સંક્રમિત 22 મૃતદેહના સામૂહિક રીતે અંતિમસંસ્કાર કરાયા
  • દેશનાં અનેક રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ જ ભયજનક

કોરોનાની બીજી લહેરમાં દેશનાં અનેક રાજ્યોમાં પરિસ્થિતિ ખૂબ જ ભયજનક બની ગઈ છે કે સ્મશાનઘાટો અને કબ્રસ્તાનોમાં જગ્યા ઓછી પડી રહી છે. હોસ્પિટલોમાં ક્યાંય બેડ ખાલી નથી, ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેક્શનનું સંકટ ઊભું થયું છે. ઓક્સિજનની અછત અને યોગ્ય સારવાર ન મળવાને કારણે અનેક રાજ્યોમાં મૃત્યુઆંક વધી ગયો છે. ઓક્સિજન સિલિન્ડર માટે કોરોનાના દર્દીનાં સગાં આમ તેમ ભટકી રહ્યાં છે. આ 6 રાજયની તસવીરમાં કેટલી ભયાનક છે પરિસ્થિતિ...

ગુજરાત: 15 દિવસમાં 14.40 લાખ કિલો લાકડાંથી સળગાવવામાં આવી ચિતાઓ

સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ 14 દિવસના બાળકનું મૃત્યુ થયું હતુ. 11 દિવસ સુધી ચાલેલી સારવાર બાદ પણ બાળકને બચાવી શકાયું ન હતું, આ પહેલો કેસ નથી, જ્યારે અહીં આટલી ઓછી ઉંમરના બાળકનું મોત થયું હોય. આ તરફ, ગુજરાતમાં સુરત અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવાં શહેરોમાં દરરોજ લગભગ 600 મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે; જેમાં લગભગ 96 હજાર કિલો લાકડાંનો ઉપયોગ કરાયો છે. 15 દિવસમાં 14.40 લાખ કિલો લાકડાંથી ચિતાઓ સળગાવવામાં આવી છે.

મધ્યપ્રદેશ: મારો દર્દી...મારો ઓક્સિજન...માગ 100 ટન, મળી રહ્યો 70, બાકી પરિવારજનોની જવાબદારી

મધ્યપ્રદેશના ઈન્દોરની મેદાન્તા હોસ્પિટલમાં 77 વર્ષની મહિલા લગભગ 12 દિવસથી દાખલ છે, પરિવારજન અત્યારસુધીમાં 10 સિલિન્ડર્સ લાવી ચૂક્યાં છે. બુધવારે પણ સ્ટાફે કહ્યું હતું કે ઓક્સિજનની કમી છે, જેથી હવે પરિવારજનો દ્વારા પણ ઓક્સિજનની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહી છે, જેને જોતાં મહિલાને આજે એરલિફ્ટ કરીને જયપુર શિફ્ટ કરવામાં આવી શકે છે. આ તરફ, શહેરની હોસ્પિટલોમાં 100 ટન ઓક્સિજનની દરરોજ માગ રહે છે, પરંતુ તેમણે લગભગ 70 ટન ઓક્સિજનનો જ સપ્લાઈ મળી રહ્યો છે.

રાજસ્થાન: પહાડગંજ મુક્તિધામમાં અંતિમસંસ્કાર, એક વ્યક્તિ PPE કિટ પહેર્યા વિનાની સામેલ

રાજસ્થાનના અજમેર જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 26 હજારને પાર થઈ ગઈ છે. અહીં માત્ર 18 દિવસમાં બે હજાર નવા દર્દી મળ્યા છે. આ પછી પણ બેદરકારી જોવા મળી હતી. પહાડગંજ મુક્તિધામમાં અંતિમસંસ્કાર કરવા માટે કોરોના-પોઝિટિવ મૃતદેહ લાવવામાં આવ્યો હતો, આ દરમિયાન એક વ્યક્તિ PPE કિટ વિના જોવા મળી હતી.

હરિયાણા: 4 કલાક બાદ ચિતાને પાણી છાંટીને ઠંડી કરાઈ, જેથી અન્ય મૃતદેહના અંતિમસંસ્કાર કરી શકાય

હરિયાણામાં રોહતકના સ્મશાનઘાટમાં બે શિફ્ટમાં અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. અહીં PGIમાં પહેલી વખત એક જ દિવસમાં 8 લોકોનાં મોત થયાં છે. કોવિડ- પ્રોટોકોલ મુજબ, અંતિમસંસ્કાર માટે એમ્બ્યુલન્સમાં 4-4 મૃતદેહ લઈ જવામાં આવ્યા હતા. જગ્યા ઓછી પડવાને કારણે 2 શિફ્ટમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. 4 મૃતદેહના અંતિમસંસ્કારના માત્ર 4 કલાક બાદ ચિતાને પાણી છાંટીને ઠંડી કરવામાં આવી, જેથી બાકીના મૃતદેહોમાં અંતિમસંસ્કારની તૈયારી કરી શકાય.

છત્તીસગઢ : મૃતદેહોની કતારથી પ્લેટફોર્મ ફુલ, માટે જમીન પર જ અંતિમસંસ્કાર

છત્તીસગઢના રાયપુરમાં મહાદેવઘાટથી સ્મશાનમાં મૃતદેહોના અંતિમસંસ્કાર માટે પ્લેટફોર્મ પર જગ્યા ન હતી, એટલા માટે મૃતદેહોના જમીન પર જ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. છેલ્લા ત્રણ દિવસમાં અહીં 20થી વધુ મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.

ઝારખંડ: ઘાઘરામાં મૃતદેહ આવ્યા પહેલાં તૈયાર કરાઇ રહી ચિતાઓ, 22 મૃતદેહના સામૂહિક અંતિમસંસ્કાર

ઝારખંડના રાંચીમાં દરરોજ 20થી વધુ કોરોના સંક્રમિત મૃતદેહના અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સ્થિતિ એવી છે કે અહીં મૃતદેહ આવ્યા પહેલાં જ ચિતાઓ તૈયાર કરવામાં આવી રહી છે. શહેરનાં સ્મશાનઘાટ અને કબ્રસ્તાનોમાં મૃતદેહોની લાઇન લાગી છે, માટે ઘાઘરા સ્મશાનઘાટ પર 22 કોરોના સંક્રમિત મૃતદેહોના સામૂહિક રીતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા.