તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસ્કના નામે દગો નિષ્ફળ:સિંગાપોરની કંપની ખરાબ માસ્ક મોકલવાની હતી, બેન્ક ગેરંટી જપ્ત

નવી દિલ્હી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભારતે 32 લાખ એન-95 માસ્ક સ્વીકારવાનો ઇનકાર કરી દીધો

સરકારે એન-95 માસ્કનાં સારા સેમ્પલ બતાવીને ખરાબ માસ્ક મોકલવા જતી સિંગાપોરની એક ઇ-કોમર્સ પ્લેટફોર્મ કંપનીની 50 કરોડ રૂ.ની બેન્ક ગેરંટી જપ્ત કરી લીધી છે. એપ્રિલમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો હતો ત્યારે સરકારે આ કંપનીને એક કરોડ એન-95 માસ્કનો ઓર્ડર આપ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે સરકાર સિંગાપોર સ્થિત ભારતીય હાઇ કમિશનની મદદથી કુલ 168 કરોડ રૂ.માં આ માસ્કની આયાત કરવાની હતી.

કંપનીએ 68 લાખ માસ્ક મોકલી દીધા. તેમની ક્વોલિટી સારી હતી પણ બીજા 32 લાખ માસ્ક મોકલવામાં કંપનીએ બહુ મોડું કર્યું. ત્યારે ભારતને માસ્કની બહુ જરૂર હતી. પછી ખબર પડી કે આ 32 લાખ માસ્ક ખરાબ છે. સરકારે માસ્કની ગુણવત્તા થર્ડ પાર્ટી પાસે ચેક કરાવી. માસ્કના જે સેમ્પલ બતાવાયાં હતાં તેમાં નાકની ઉપર માસ્ક ટાઇટ કરવા માટેની ક્લિપ હતી જ્યારે જે માસ્ક મોકલવાની તૈયારી હતી તેમાં તેવી ક્લિપ નહોતી. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે કંપનીને એન-95 માસ્કનો ઓર્ડર અપાયો ત્યારે એક માસ્કની કિંમત 150થી 170 રૂ. હતી જ્યારે હવે એન-95 માસ્કની કિંમત 15-20 રૂ. થઇ ગઇ છે. તેથી હવે તે કિંમતે માસ્ક લેવાનો કોઇ અર્થ નથી. સિંગાપોરની કંપની ચીનથી માસ્ક મંગાવીને ભારત મોકલતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો