તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Sikh Left The Turban On His Head And Tied It To The Wound Of His Injured Comrade, Who Later Shot Himself.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નક્સલી હુમલા વચ્ચે પણ માનવતા મહેકી ઉઠી:શીખ જવાને માથા પર બાંધેલી પાઘડી છોડી ઈજાગ્રસ્ત સાથીના ઘા પર બાંધી, બાદમાં પોતાને પણ ગોળી વાગી

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

બીજાપુરમાં માઓવાદીઓ સાથે થયેલી અથડામણમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના COBRA કમાન્ડો યુનિટના એક શીખ જવાને પ્રશંસનીય કામ કર્યું છે. આ જવાનનું નામ બલરાજ સિંહ છે. તેણે પોતાના એક સાથીને બચાવવા માટે માથા પર રહેલી પાઘડી ખોલીને ઈજાગ્રસ્ત જવાનના ઘા પર બાંધી દીધી હતી. બાદમાં બલરાજ સિંહને પણ ગોળી વાગી હતી અને ઈજાગ્રસ્ત થયા હતા.

હોસ્પિટલ પહોંચી પોલીસ વડાએ જવાનનું સન્માન કર્યું
રાજ્ય પોલીસ વડા આરકે વિજ હોસ્પિટલ જઈને બલરાજ સિંહની મુલાકાત કરી હતી અને તેમનું સન્માન કર્યું હતું. તેમણે બલરાજને નવી પાઘડી સોંપી હતી. આરકે વિજે સોશીયલ મીડિયા પર એક સંદેશમાં લખ્યું કે તેમના માટે આ એક સન્માનની વાત છે કે તેઓ કમાન્ડો બલરાજને પાઘડી આપી રહ્યા છે.

પીડા વચ્ચે પણ ચહેરા પર સ્માઈલ
આરકે વિજ પાસેથી નવી પાઘડી મેળવતી વખતે બલરાજ સિંહને પીડાની સ્થિતિ વચ્ચે પણ સ્માઈલ હતું. તેમની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર થઈ રહી છે. તેમણે પોતાના અટેન્ડરે કહીને તસવીર પડાવી હતી. વીજ અગાઉ પણ ઈજાગ્રસ્ત જવાનોની મુલાકાત લઈ ચુક્યા છે. મળતી માહિતી પ્રમાણે 3 એપ્રિલના બપોરના સમયે થયેલી અથડામણ આશરે 4 કલાક ચાલી હતી. મોટી સંખ્યામાં નક્સલિયોએ સુરક્ષા દળોને ત્રણ બાજુથી ઘેરી લીધા હતા. તેમાં 22 જવાન શહીદ થઈ ગયા હતા.

સોશિયલ મીડિયા લોકોએ કહ્યું-"સિંહ ઈઝ કિંગ", "તમારી માનવતા પર ગર્વ"

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો