ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ભક્તોની ભીડ ઉમટવા લાગી છે. તેને જોતા વહીવટીતંત્રે શુક્રવારે VIP પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. DGPએ શુક્રવાર કહ્યું કે હવે તમામ VIP લોકોએ પણ સામાન્ય લોકોની જેમ દર્શન કરવા પડશે. આ માટે માત્ર બે કલાકનો સમય આપવામાં આવશે. આ પહેલા યોગ્ય વ્યવસ્થા ન થવાને કારણે 28 લોકોના મોત પણ થયા હતા.
જ્યારે, ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ લોકોને અપીલ કરી છે કે જેમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા છે, તેઓ થોડા દિવસો પછી પ્રવાસ કરે.
6 દિવસમાં લાખો ભક્તોએ મુલાકાત લીધી
કોરોનાના કારણે બંધ થયેલી ચારધામ યાત્રા લગભગ બે વર્ષ બાદ શરૂ થઈ છે. ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચી રહ્યા છે. છેલ્લા 6 દિવસમાં લગભગ1 લાખ 30 હજાર લોકોએ દર્શન કર્યા છે. આ કારણોસર, વહીવટીતંત્રે VIP પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
વહીવટીતંત્રની બેદરકારીના કારણે થયા મોત
આ પહેલા પણ પ્રશાસન તરફથી યોગ્ય વ્યવસ્થાના અભાવે અનેક લોકોના મોત થયા છે. રૂદપ્રયાગથી 11 બીમાર લોકોને એરલિફ્ટ કરીને બીજા સ્થળોએ મોકલવામાં આવ્યા હતા. સ્થિતિ એટલી ખરાબ હતી કે નાસભાગ અને લાઠીચાર્જની સ્થિતિ સર્જાઈ હતી. કેદારનાથ ઉપરાંત બદ્રીનાથ અને યમુનોત્રીમાં પણ વહીવટીતંત્રની બેદરકારી સામે આવી છે.
દર્શન માટે માત્ર 2 કલાક
જીલ્લાધીકારીએ જણાવ્યું હતુ કે કેદારનાથ ધામમાં તમામ શ્રદ્ધાળુઓએ હવે એક જ લાઈનમાં ઉબા રહીને દર્શન કરવા માટે રાહ જાવી પડશે. લાઈનમાં ઉભેલા શ્રદ્ધાળુઓએ બે કલાકમાં દર્શન કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.
સુરક્ષા માટે પોલીસ તહેનાત કરવામાં આવી છે
ભક્તોની ભીડને જોતા મંદિરમાં ITBP અને NDRFની ટીમોંને તહેનાત કરવામાં આવી છે. આ સાથે જ રસ્તામાં પણ પોલીસનાં જવાનો લોકોની મદદ કરી રહ્યા છે. ગયા દિવસોમાં બેદરકારીની કેટલીક ઘટના સામે આવી હતી. આ કારણે કડક પગલા ભરવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.