તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Second Wave Of Transition In 4 States, With More New Patients Being Found Here Over The Past Week Than Recovery

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:4 રાજ્યોમાં સંક્રમણની બીજી લહેર, અહીં છેલ્લાં એક સપ્તાહથી રિકવરીથી વધુ નવા દર્દીઓ મળી રહ્યાં છે

નવી દિલ્હી2 દિવસ પહેલા

દેશમાં કોરોના સંકટ ફરીથી વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં 13 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે જ્યાં રિકવરીથી વધુ નવા કોરોના દર્દીઓની ઓળખ થઈ રહી છે. જેમાં પણ 4 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોરોનાની બીજી લહેર જોવા મળી રહી છે. જેમાં મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ કાશ્મીર અને ચંદીગઢ સામેલ છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 10 દિવસ, પંજાબમાં 12, ચંદીગઢમાં 10 અને જમ્મુ કાશ્મીરમાં 7 દિવસથી સતત એક્ટિવ કેસ વધી રહ્યાં છે. કેરળમાં સ્થિતિ હવે કાબુમાં આવવા લાગી છે. અહીં સોમવારે 2,841 એક્ટિવ દર્દીઓની સંખ્ટામાં ઘટાડો નોંધાયો છે.

10 હજાર નવા કેસ મળ્યાં, 13 હજાર લોકો ઠીક થયા
સતત 5 દિવસ સુધી એક્ટિવ દર્દીની સંખ્યા વધ્યા બાદ સોમવારના આંકડાએ કેટલીક રાહત આપી. ઓવરઓલ નવા કેસથી વધુ સંખ્યા સ્વસ્થ થનારાઓની રહી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ સોમવારે 10 હજાર 493 લોકો સંક્રમિત મળ્યા, જ્યારે 13 હજાર 230 લોકો રિકવર થયા. 76 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ રીતે 2817 એક્ટિવ કેસની સંખ્યા ઘટી છે. અત્યાર સુધીમાં 1.10 કરોડ લોકો સંક્રમિત તયા છે. જેમાં 1.07 કરોડ લોકો સ્વસ્થ થયા છે. 1 લાખ 56 હજાર 498 દર્દીઓએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે. 1 લાખ 44 હજાર 332 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

વેક્સિનેશન પછી અત્યાર સુધીમાં 19 લોકોએ જીવ ગુમાવ્યા
દેશમાં વેક્સિનેશન ડ્રાઈવ પણ તેજ થઈ ગયું છે. અત્યાર સુધીમાં 1 કરોડ 14 લાખથી વધુ હેલ્થ કેર અને ફ્ંટલાઈન વર્કર્સને વેક્સિન લગાડવામાં ાવી છે. જેમાં 75 લાખ 40 હજાર 602 હેલ્થ કેર વર્કર્સ અને 38 લાખ 83 હજાર 492 ફ્રંટલાઈન વર્કર્સ સામેલ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે વેક્સિનેશન પછી અત્યાર સુધીમાં 46 લોકોને ગંભીર સાઈડ ઈફેક્ટ્સની ફરિયાદના કારણે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જેમાં 26 લોકો સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને એકની સારવાર ચાલી રહી છે. 19 લોકો એવા પણ છે કે જેમના મોત નિપજ્યા છે. જો કે તેમની મોતનું કારણ અલગ અલગ રહ્યું છે.

કોરોના અપડેટ્સ

  • મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ તેજીથી વધી રહ્યાં છે. જે બાદ સરકારે કડક વલણ અપનાવવાનું શરૂ કરી દિધું છે. રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP)ના પૂર્વ સાંસદ ધનંજય મહાડિક અને બે અન્ય લોકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મહાડિકના પુત્રના લગ્ન દરમિયાન કોરોના નિયમ તોડવામાં આવ્યા હતા. આ લગ્નમાં NCP ચીફ શરદ પવાર, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, હરિયાણાના ડેપ્યુટી CM દુષ્યંત ચૌટાલા સહિત અનેક મોટા નેતાઓ પહોંચ્યા હતા. અનેક નેતાઓએ માસ્ક પણ પહેર્યા ન હતા.
  • મહારાષ્ટ્રની સ્થિતિ જોતા BMC કમિશ્નર ઈકબાલ ચહલે કહ્યું કે અમારા માટે આગામી 12 દિવસ મહત્વના છે. આપણે વધુ કડક પગલાં ભરવા પડશે. લગ્ન પાર્ટીઓમાં નિયમોનું ઉલ્લંઘન થવા પર દુલ્હા-દુલ્હન અને તેમના પરિવાર વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવશે. હવે લગ્નની પાર્ટીમાં 50 લોકો જ સામેલ થઈ શકશે. તેઓએ આશંકા વ્યક્ત કરી કે કોરોનાના વેરિએન્ટ્સ ઝડપથી કેસ વધારવાનું કારણ હોય શકે છે.
  • નાગપુરમાં 7 માર્ચ સુધી તમામ સ્કૂલ, કોલેજ અને કોચિંગ ઈન્સ્ટીટ્યૂટ્સ બંધ રહેશે. મેન માર્કેટ પણ વીકેન્ડ પર બંધ રહેશે. હોટલ્સ, રેસ્ટોરન્ટને 50%ની ક્ષમતાની સાથે ચલાવવાનો આદેશ અપાયો છે. લગ્ન માટેના હોલ 25 ફેબ્રુઆરી પછી 7 માર્ચ સુધી બંધ રહેશે.
  • કર્ણાટકમાં મેરેજ હોલમાં ભીડ પર નજર રાખવા માટે માર્શલ તહેનાત રહેશે. મેરેજ હોલમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ફેસ્ક માસ્ક અનિવાર્ય રહેશે અને 500થી વધુ લોકો એકઠાં થશે તેના પર પ્રતિબંધ રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો