તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Second Wave Of The Corona Will Be Over By July, The Third Wave Will Begin In October; Also Give 3 Tips To Avoid

કોરોના મુદ્દે IIT પ્રોફેસરના 2 દાવા:જુલાઈ સુધીમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ જશે, ઓક્ટોબરમાં ત્રીજી લહેર શરૂ થશે; બચવા માટે 3 ટીપ્સ પણ જણાવી

લખનઉ4 મહિનો પહેલા
  • સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં દેશમાં વધુમાં વધુ લોકોને વેક્સિન આપી દેવી જોઈએ
  • કોરોના મુદ્દે આપણે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ

દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ચાલુ છે. આ દરમિયાન, કેન્દ્ર સરકારના પ્રિન્સિપલ વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને પણ ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. IIT કાનપુરના પ્રોફેસરે પણ સરકારની આ આશંકાને પુષ્ટિ આપી છે.

કોરોનાના ડેટા વિશ્લેષણ કરી રહેલા પદ્મશ્રી પ્રો. મણિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે જુલાઈ સુધીમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થઈ જશે. તે સારા સમાચાર છે. પરંતુ બીજો દાવો ભયભીત કરનારો છે. કોરોનાના ડેટા વિશ્લેષણ કર્યા પછી, જાણવા મળ્યું કે ઓક્ટોબરથી ત્રીજી લહેર પણ શરૂ થશે.

જો કે, આ અધ્યયનમાં તે જાણી શકાયું નથી કે ત્રીજી લહેર કેટલી મોટી અને ભયાનક હશે. પ્રો. અગ્રવાલે કહ્યું કે કદાચ એવું બની શકે છે કે તે સામાન્ય લહેર જ હોય, પરંતુ તે ઘણી બાબતો પર આધાર રાખે છે. તેથી, આપણે તમામ બાબતે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.

બીજી લહેરના પીકનો સમય આગળ વધ્યો
દેશમાં બીજી લહેરના પીકનો સમય પણ આગળ વધ્યો છે. હવે આ પીક 10-15 મેની જગ્યાએ એકથી બે અઠવાડિયાં વધુ આગળ શિફ્ટ થઈ રહ્યો હોય તેવું લાગે છે. પ્રો. અગ્રવાલે કહ્યું કે આ ચિંતાનો વિષય છે. જો કે, અત્યારે તેની પર નજર રાખવામાં આવી રહી છે. આગામી કેટલાક દિવસોમાં સ્પષ્ટ થશે કે આ પીક ક્યારે આવશે. પીક આવ્યા પછી કોરોના દર્દીઓની મળવાની સંખ્યા ઝડપથી ઘટવાનું શરૂ થશે.

ઘણા રાજ્યોમાં પીકનો સમય નક્કી નથી
પ્રો. અગ્રવાલે કહ્યું કે ઓરિસ્સા, આસામ અને પંજાબમાં પીકનો સમય હજી સ્પષ્ટ થઈ શક્યો નથી. આ માટે રાહ જોવી પડશે. આગામી કેટલાક દિવસોના ડેટા વિશ્લેષણ કર્યા પછી, અમે તે જાણીશું. આ સિવાય દિલ્હી અને મધ્યપ્રદેશમાં પીક આવી ચૂકી છે, જ્યારે હરિયાણામાં પીકનો સમય આગળ વધી ગયો છે.

3 ટિપ્સ કે જે કોરોનાની ત્રીજી લહેરની અસરને ઘટાડી શકે છે

  • સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં દેશની મહત્તમ વસ્તીને વેક્સિન આપી દેવી જોઈએ.
  • નવા સ્ટ્રેનને જલ્દી ઓળખવા જોઈએ અને તેને વધતો અટકાવવો જોઈએ.
  • ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને સારવાર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો.

દેશમાં અત્યાર સુધીમાં 2.18 કરોડ કેસ
દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ 18 લાખથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.79 કરોડ લોકો સાજા થયા છે, જ્યારે 2.38 લાખ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હાલમાં 37.21 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દરરોજ હાલમાં 3.50 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. 3 હજારથી વધુ લોકોના મોત પણ થઈ રહ્યા છે.

આવતા અઠવાડિયે રાજસ્થાનમાં પીક આવશે
પ્રો. અગ્રવાલના જણાવ્યા મુજબ, રાજસ્થાનમાં 10 થી 12 મેની વચ્ચે પીક આવવાની સંભાવના છે. જો કે, તેની શરૂઆત થઈ ગઇ છે. પિકનું અંતર 10 થી 15 દિવસનો હોઈ શકે છે. જૂનના પહેલા અઠવાડિયાથી તેનાથી રાહત મળવાનું શરૂ થશે અને જૂનના અંત સુધીમાં બીજી લહેર શાંત થઈ જશે.

રાજ્યના કોરોનાના દર્દીઓનું ડેટા વિશ્લેષણ પણ દર્શાવે છે કે રાજ્યમાં 19 હજાર સુધી નવા દર્દીઓ પહોંચી શકે છે. જો કે, 2 મેના રોજ સૌથી વધુ 18,298 દર્દીઓ આવ્યા હતા. એના પછી સતત ત્રણ દિવસ સુધી નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો. પરંતુ છેલ્લા બે દિવસથી સંક્રમિત લોકો ફરીથી વધવા લાગ્યા છે. શુક્રવારે 18,231 નવા દર્દીઓ મળી આવ્યા હતા.