તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Failing To Take Control Of The Corona, The Central Government Wreaked Havoc On The Second Wave, Reminiscent Of The Middle Ages.

ગ્લોબલ ઈન્વેસ્ટર રુચિર શર્માનું એનાલિસિસ:કોરોના પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહી કેન્દ્ર સરકાર, બીજી લહેરે એવો વિનાશ નોતર્યો કે મધ્ય યુગ યાદ આવી ગયો

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા લગભગ છ સપ્તાહમાં ભારતમાં કોરોનાના કેસમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો, અધિકારિક આંકડા જ કેસમાં 12 ગણો વધારો દર્શાવે છે

દેશમાં કોરોનાની બીજી લહેર જે ઝડપથી ફેલાઈ રહી છે અને મૃત્યુના આંકડાઓ વધી રહ્યાં છે, તેનાથી સરકારની સ્ટ્રેટેજીને લઈને ઘણા સવાલ સર્જાયા છે. લેખક અને ગ્લોબલ ઈન્વેસ્ટર રુચિર શર્માનું કહેવું છે કે કેન્દ્ર સરકાર કોરોના પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહી છે. મહામારીનો સામનો કરવાની સરકારની રીત, બંગાળ ચૂંટણીની સ્ટ્રેટેજી અને સંક્રમણ ફેલવવાને લઈને શું કહે રુચિર શર્મા....

ગત મહિને દેશમાં મહામારી પીક પર પહોંચી રહી હતી, એવા સમયમાં લગભગ 15 કરોડ લોકોએ પાંચ રાજ્યોની ચૂંટણીમાં મતદાન કર્યું. સત્તાધારી ભાજપ ઈચ્છતી હતી કે મતદાન ઘણા તબક્કામાં થાય, જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુમાં વધુ જગ્યાઓ પર જોવા મળે. આ કારણે એકલા પશ્ચિમ બંગાળમાં જ પીએમ મોદીએ 24 વખત આવ્યા છે.

ભાગ્યે જ કોઈએ એક રાજ્યમાં સત્તા મેળવવા આટલો સંઘર્ષ કર્યો હશે, જેટલો ભાજપે બંગાળમાં કર્યો. પાર્ટીએ પોતાની રાજકીય મશીનરી અને ફન્ડની સાથે કાર્યકર્તાઓની સેના રાજ્યમાં ઉતારી હતી. જોકે રવિવારે અંતિમ પરિણામો પરથી એ સ્પષ્ટ થઈ ગયું કે આટલી કોશિશ પછી પણ તે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સત્તામાંથી હટાવી ન શકયા. ચૂંટણીના પછીના તબક્કામાં કોરોના દેશમાં બેકાબૂ થતો ગયો હતો અને આ સ્થિતિમાં ભાજપની ગતિ ધીમી પડી ગઈ હતી.

છેલ્લા લગભગ છ સપ્તાહમાં દેશના કોરોનાના મામલામાં એવો જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો, જે ભાગ્યે જ કોઈ બીજા દેશમાં જોવા મળ્યો હોય. અધિકારિક આંકડા જ મામલામાં 12 ગણો વધારો દર્શાવી રહ્યાં છે, અસલી આંકડા તો આનાથી પણ ડરાવે તેવા છે. આ સ્તરનું સંકટ વિશ્વની સૌથી સારી હેલ્થ કેર સિસ્ટમ વાળા દેશને પણ સંકટમાં મૂકી શકે છે.

આ સંકટે ભારતની પહેલેથી જ વેરવિખેર બની ગયેલી વ્યવસ્થાને વિશ્વની સામે ખુલ્લી પાડી છે. આમ જોઈએ તો ઈટાલી અને ફ્રાન્સ જેવા કેટલાક વિકસિત દેશોમાં પણ કોરોનાની નવી લહેરમાં દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો, જોકે તેમણે પ્રથમ લેહરમાંથી સબક લઈને પોતાની હેલ્થ સિસ્ટમને નવા ખતરા માટે તૈયાર કરી હતી. આ કારણે આ દેશો પ્રથમ લહેરની સરખામણીમાં મૃત્યુના દર ઓછા રાખવામાં સફળ રહ્યાં.

જ્યારે મે વીડિયો ક્લિપમાં જોયું કે ક્ષમતાથી વધુ ભરાયેલી હોસ્પિટલ ગેટ બંધ કરી રહી છે અને દર્દીઓ સારવાર માટે ભટકી રહ્યાં છે તો હું ખૂબ જ ડરી ગયો અને મને મારા દાદાજીની સાથે બનેલી ઘટના યાદ આવી ગઈ. આવી જ કઈક પરિસ્થિતિમાં તેમનુ હાર્ટએટકથી મૃત્યુ થયું હતું.

અમે તેમને એક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં નાઈટ ડ્યુટીમાં કોઈ ડોક્ટર ન હતો. તેમને બચાવવાની ખૂબ જ કોશિશ કરવામાં આવી હતી પરંતુ પેસમેકર લગાવવામાં સફળતા ન મળી. આ વાત 1993ની છે.

ફોર્મ્યુલ-1નો ડ્રાઈવર એમ્બેસેડરમાં કમાલ ન દેખાડી શકે
વિશ્વના 25 ઉભરતા બજારોમાં સામેલ ભારત 1000 દર્દીઓ માટે હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડના મામલામાં છેલ્લા ક્રમે છે. આ સ્થિતિ ડોક્ટર, નર્સ અને દવાઓને લઈને છે. અમીર દેશોને છોડીને સરખામણી કરવામાં આવે તો ભારત પ્રતિ વ્યક્તિ આવક 1000થી 5000 ડોલર છે. ભારત તેની GDPના 30 ટકાથી વધુ ખર્ચ કરે છે. આ કારણે સમસ્યા ભારતના આકારને લઈને નથી પરંતુ તે ખર્ચ કઈ રીતે કરે છે, તે બાબતે છે.

વર્ષ 2014માં મોદી સત્તામાં આવ્યા પછી તેમણે થોડ જ વર્ષોમાં રસોઈ ગેસ, ખાદ્ય સામગ્રથી લઈને મકાન સુધીની વસ્તુઓ મફથ આપવાના વાયદા કરવાનું શરૂ ક્યું. આજે કલ્યાણકારી યોજનાઓ પર ખર્ચ દેશની જીડીપીના 9 ટકા છે. તે એ કરિશમાઈ અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં ઘણો વધુ છે, જેનું અનુકરણ ભારત કરવા ઈચ્છશે. બીજી તરફ તેનુ વિકાસનું સ્તર સમાન છે.

પીએમ મોદીએ પોતે દેશને રક્ષક તરીકે રજૂ કર્યો હતો, જે દરેક સમસ્યાનું સમાધાન કરશે. પરંતુ એ હકીકત છે કે ફોર્મ્યુલા-1નો ડ્રાઈવર, એમ્બેસેડરમાં કમાલ ન બતાવી શકે. વાસ્તવિકતા એ છે કે ભાજપ હવે શાસનનું સારુ મોડલ રજૂ કરવાનો દાવો નહિ કરી શકે. આ કમી ચૂંટણીઓમાં જોવા મળી છે.

મોદીએ મેક્સિમમ ગવર્નન્સનો વાયદો કર્યો હતો પરંતુ શક્તિઓનું કેન્દ્રીકરણ કરી દીધુ
મોદીએ દેશને અધુનિક બનાવવા ઘણુ કામ કર્યું છે કારણ કે દેશ અત્યાર સુધી એ પદ્ધતિથી ચાલી રહ્યો હતો, જે બ્રિટિશ શાસનની યાદ અપાવે છે. રાજ્યોની ઘણી એજન્સીઓનું મોડલ 1800 પછીનું છે અને હેલ્થકેરનું મોડલ 1940ની નજીકનું છે. ગત વખતે ચૂંટણીમાં મેં ભારતમાં હજારો કિલોમીટરની યાત્રા કરી. આ દરમિયાન જોવા મળ્યું કે ઘણા સ્વાસ્થ્ય ક્લિનક સ્ટાફની અછતનો સામનો કરી રહ્યાં છે.

ઓપરેટિંગ રૂમમાં સર્જન નથી, એક્સ-રે મશીન માટે રેડિયોલોજિસ્ટ નથી. પીએમ મોદીએ અધિકતમ ગવર્નન્સનો વાયદો કર્યો હતો. જોકે દેશની જુની પ્રણાલી મુજબ ચાલી રહેલા રાજ્યોમાં સુધારો કરવાની જગ્યાએ તેમણે દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં પાવરનું કેન્દ્રીકરણ કર્યું.