તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Second Wave Has So Far Claimed The Lives Of 624 Doctors In The Country, With The Highest Death Toll In Delhi; 31 Deaths In Gujarat

કોરોનાએ રક્ષકનું ભક્ષણ કર્યું:બીજી લહેરમાં અત્યારસુધી દેશના 624 ડૉકટર્સે પોતાના જીવ ગુમાવ્યા, સૌથી વધુ મૃત્યુઆંક દિલ્હીમાં નોંધાયો; ગુજરાતમાં 31નાં મોત

19 દિવસ પહેલા
ફાઈલ તસવીર
  • દિલ્હીમાં 109 ડૉકટર્સે બીજી લહેરમાં જીવ ગુમાવ્યા
  • કોવિડની પ્રથમ લહેરમાં આશરે 748 ડૉકટર્સે જીવ ગુમાવ્યા હતા

ભારત દેશમાં કોરોનાની બીજી લહેરે ભારે આતંક મચાવ્યો છે. આ દરમિયાન દેશમાં કોરોના દર્દીઓની સતત સારવાર કરતા ડૉકટરોના જીવ પણ જોખમમાં મુકાયા હતા. અત્યારસુધી 624 ડૉકટરોએ કોરોના મહામારીને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને જણાવ્યું હતું કે દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ 109 ડૉકટરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યાર પછી બિહારમાં 96 અને ઉત્તરપ્રદેશમાં 79 ડૉકટરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ગુજરાત રાજ્યમાં પણ કોરોના મહામારીની બીજી લહેરે 31 ડૉકટરોનો ભોગ લીધો છે.

IMAના રિપોર્ટ પરથી તારણ કાઢ્યું
કોરોનાવાયરસના આગમનથી લઈને અત્યારસુધી ભારત દેશના તમામ ડૉકટરોએ દિવસ-રાત એક કરીને કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા કરવા માટે સતત કાર્ય કરી રહ્યા છે. આ સમય દરમિયાન ઘણા ડૉકટરો પોતાના ઘર-પરિવારથી દૂર હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. IMAના જણાવ્યા અનુસાર, દિલ્હી, બિહાર અને ઉત્તરપ્રદેશ પછી રાજસ્થાનનો ક્રમાંક આવે છે. જ્યાં 43 ડૉકટરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. વળી, ઝારખંડમાં 39, તેલંગાણામાં 32, આન્ધ્રપ્રદેશમાં 34, અને પશ્ચિમ બંગાળમાં અત્યારસુધી 30 ડૉકટરોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

પ્રથમ લહેરમાં 748 ડૉકટરોએ જીવ ગુમાવ્યા
તમને જણાવી દઈએ કે IMAના રિપોર્ટના આધારે કોરોના મહામારીની પ્રથમ લહેર દરમિયાન 748 ડૉકટરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કોવિડ-19થી મૃત્યુ પામતા તમામ લોકોને યાદ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થયા હતા.

PMGKP યોજનાની જાહેરાત કરાઈ
અત્યારે જોવા જઈએ તો તબીબી કર્મચારીઓ માટે આવી કોઈપણ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ નથી. કેન્દ્રએ સપ્તાહના શરૂઆતમાં 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના' (PMGKP)ની જાહેરાત કરી હતી. આ સેવા અંતર્ગત કોવિડ મહામારીમાં ફરજ બજાવતા સમયે મૃત્યુ પામેલા તમામ આરોગ્યકર્મચારીઓને ઇન્શ્યોરન્સ સ્કીમ યોજનાની જાહેરાત કરી હતી.

આરોગ્ય મંત્રાલયે નોંધ્યું છે કે આ તમામ દાવાઓને જિલ્લા કલેક્ટર દ્વારા પ્રમાણિત કરવામાં આવશે અને મંજૂરી પછી 48 કલાકમાં એને માન્યતા પ્રદાન કરી દેવાશે.

ઘણાં રાજ્યોમાં આ પ્રક્રિયામાં વિલંબ નોંધાયો
આ અંગે ઘણાં રાજ્યોએ વીમા યોજનાને માન્યતા આપવાથી લઈને અન્ય પ્રક્રિયામાં ઘણો સમય લાગી રહ્યો છે એ મામલો ઉઠાવ્યો હતો, જેમાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ નવીનતમ હુકમ વિલંબના કાપને ઘટાડવા અને વીમા દાવાઓની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને સરળ બનાવવા માટે જાહેર કરાયો છે.

બુધવારના રોજ ભારતમાં કોરોનાનો આંકડો
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. અહીં બુધવારે 1 લાખ 33 હજાર 953 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. આ આંકડો મંગળવારની સરખામણીએ લગભગ 800 વધુ છે. જોકે સંક્રમણને કારણે મૃત્યુ પામતા લોકોના આંકમાં ખાસ ઘટાડો થયો નથી. છેલ્લા 24 કલાકમાં 2,897 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોનાં અપડેટ્સ

  • કેન્દ્ર સરકારે મોડર્ના અને ફાઈઝરની કોરોના વેક્સિન વહેલી તકે દેશમાં ઉપલબ્ધ કરાવવા માટે તેમની શરતો સ્વીકારવાની સંમતિ આપી છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો આ કંપનીઓની વેક્સિન મોટા દેશો અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે, તો ભારતમાં લોન્ચ કર્યા પછી, બ્રિજિંગ ટ્રાયલ્સની જરૂર નથી.
  • રશિયાની સિંગલ ડોઝની સ્પુતનિક લાઇટ વેક્સિન વૃદ્ધોમાં લગભગ 83 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF)એ અહેવાલ આપ્યો છે કે આર્જેન્ટીનાના બ્યુનસ આયર્સ પ્રાંતના આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, સ્પુતનિક લાઈટ વૃદ્ધોમાં 78.6%થી 83.7% સુધી અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.
અન્ય સમાચારો પણ છે...