તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • The Second Or Third Wave In Half The Countries Of The World, Infected 13 Million Crossed; New Pick In 10 Countries

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડરામણો કોરોના:દુનિયાના અડધા દેશોમાં બીજી કે ત્રીજી લહેર, ચેપગ્રસ્તો 13 કરોડને પાર; 10 દેશોમાં નવો પિક

નવી દિલ્હી, ન્યુયોર્ક, લંડન10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • બ્રાઝિલ, યુક્રેન, તૂર્કી, પેરુ, બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ, હંગેરી, ઈરાકે નવો રેકોર્ડ સર્જ્યો
 • ભારત, રશિયા, ફ્રાન્સ સહિત 10 દેશ જૂના પીક તરફ વધી રહ્યાં છે, ફિલિપાઈન્સે ચિંતા વધારી

દુનિયામાં ભલે કોરોનાથી બચાવ માટે વેક્સિનેશન ચાલી રહ્યું પણ વાઈરસનો કેર થંભી રહ્યો નથી. કોરોના કાળના સવા વર્ષ પછી પણ અડધાથી વધુ દેશોમાં ચેપની બીજી કે ત્રીજી લહેર ચાલી રહી છે. કોરોનાના આફ્રિકી અને બ્રિટિશ વેરિયન્ટ વધુ ચેપી હોવાથી 15 દિવસમાં દર્દીઓની દરરોજની સરેરાશ 7 લાખથી વધુ છે અને અત્યાર સુધી 13 કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત બન્યા છે. 28.51 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યાં.

ગત 15 દિવસમાં બ્રાઝિલ સહિત સૌથી ચેપગ્રસ્ત 35 માંથી 10 દેશોએ દરરોજ મળતાં દર્દીઓના ગત રેકોર્ડ પણ ધરાશાયી કરી દીધા છે. આ યાદીમાં યુક્રેન, પોલેન્ડ, બાંગ્લાદેશ, તૂર્કી, ફિલિપાઇન્સ, પેરુ, હંગેરી અને ઈરાક પણ સામેલ છે. ગત 3 મહિનાને મિલાવીએ તો આ યાદીમાં અમેરિકા સહિત 17 દેશોએ દરરોજ મળતાં દર્દીઓને નવો રેકોર્ડ સર્જ્યો છે. જોકે ઝડપથી ચાલતા વેક્સિનેશને અમેરિકા અને યુકેની સ્થિતિમાં ઝડપી સુધારો કર્યો છે. અહીં ભારત, ફ્રાન્સ, રશિયા સહિત સૌથી ચેપગ્રસ્ત 15માંથી 10 દેશોમાં કેસ ઝડપથી વધી રહ્યાં છે.

આ લહેરમાં ફિલિપાઇન્સમાં પીક અઢી ગણો, તૂર્કીમાં 25% વધુ

દેશપહેલો પીક(મહિનો)હવે
બ્રાઝિલ70869 (જુલાઈ)97586
યુક્રેન16294 (નવેમ્બર)19893
તુર્કી33198 (ડિસેમ્બર)42308
બાંગ્લાદેશ4014 (જુલાઈ)6830
ફિલિપાઇન્સ6871 (ઓગસ્ટ)15280
પેરુ10143 (ઓગસ્ટ)12916
હંગેરી6819 (નવેમ્બર)11265
ઇરાક5055(સપ્ટેમ્બર)6664
કેમરુન2324 (જુલાઇ)9668

આ દેશ નવા પીક તરફ

ઇરાન14051(નવેમ્બર)11750
પોલેન્ડ37596 (નવેમ્બર)35246
પાકિસ્તાન6825 (જુલાઈ)5234
આર્જેન્ટિના18326 (ઓક્ટોબર)16056
 • આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ આલ્બર્ટો ફર્નાન્ડિઝ ચેપગ્રસ્ત થઈ ગયા છે. જાન્યુઆરીમાં તેમણે કોરોનાથી બચાવ માટે વેક્સિન લીધી હતી.

કડકાઈ: ઈટાલી, ઓસ્ટ્રેલિયા સહિત 7 દેશોમાં ઈસ્ટર પર બંધ
ઈસ્ટર સન્ડે ખ્રિસ્તીઓનો મોટો તહેવાર છે. પણ ગત વર્ષની જેમ આ વર્ષે પણ કોરોના વાઈરસનો ચેપ વધુ હોવાને કારણે ઈટાલી, ઓસ્ટ્રિયા સહિત 7 દેશોમાં ઈસ્ટર પર લૉકડાઉન રહેશે. આ દરમિયાન જરૂરી સેવાઓ સિવાય બધુ બંધ રખાશે. લોકો ક્યાંય એકઠાં નહીં થઈ શકે.

 • જર્મનીમાં 14 દિવસના કડક લૉકડાઉનની તૈયારી છે. જર્મનીના સ્વાસ્થ્યમંત્રી જેન્સ સ્પેને કહ્યું કે મહામારી કાબૂમાં લેવા માટે દેશમાં 10થી 14 દિવસનું લૉકડાઉન જરૂરી છે.
 • ફિલિપાઇન્સે કેસ વધતાં મનીલા સહિત અનેક શહેરોમાં કડક લૉકડાઉન વધારવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી 2.4 કરોડની વસતીને પ્રતિબંધોમાં ઘરોમાં રહેવું પડશે.
 • બ્રાઝીલના સાઉ પાઉલો અને રિયો ડી જેનેરિયો શહેરમાં ક્લાસિસ સોમવારથી શરૂ થઈ જશે પણ 9 એપ્રિલ સુધી બાર-રેસ્ટોરાં પર રોક લગાવાઈ છે.
 • કેનેડાના સૌથી વધુ વસતીવાળા ઓન્ટારિયો પ્રાંતમાં કોરોના ફેલાતો રોકવા લૉકડાઉન લગાવાયું છે. આ સંપૂર્ણ એપ્રિલ દરમિયાન લાગુ રહેશે. ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે.

બ્રિટન: વેક્સિન પછી ક્લૉટિંગ, 7નાં મોત
બ્રિટનમાં મેડિસિન એન્ડ હેલ્થકેર રેગ્યુલેટરી એજન્સીએ કહ્યું કે બ્લડ ક્લૉટિંગ(લોહીના ગઠ્ઠાં)ને કારણે 7 લોકો મૃત્યુ પામ્યા. જોકે આ દુર્લભ કેસ છે અને મૃત્યુનું કારણ સ્પષ્ટ નથી. એમએચઆરએ સીઇઓ જૂન રાઈને કહ્યું કે એસ્ટ્રાજેનેકા વેક્સિનથી ચેપને રોકવાનો લાભ, તેની જટિલતાઓથી વધારે છે.

અમેરિકા: બ્રિટનના વેરિયન્ટના 11 હજાર કેસ
અમેરિકામાં કોરોનાના સૌથી ઘાતક યુકે વેરિયન્ટ બી.1.1.7ના 11 હજાર 500 કેસ સામે આવ્યા છે. તેને સુપર સ્પ્રેડર એટલે કે ઝડપથી ફેલાતું મનાયું છે. ખતરાને ધ્યાનમાં રાખી દુનિયાભરમાં વેક્સિનેશન પૂર્ણ કરવું સૌથી જ જરૂરી થઈ ગયું છે. નહીંતર એવા સ્ટ્રેન ઉભરશે જે વર્તમાન વેક્સિનને નિષ્ક્રિય કરશે.

બ્રિટન ક્વૉરન્ટાઈનમાં છૂટ આપી શકે
બ્રિટન આંતરરાષ્ટ્રીય યાત્રામાં નાગરિકોને નિયમોમાં છૂટ આપવાની તૈયારી કરી રહ્યું છે. તે એવા લોકોને ક્વૉરન્ટાઈનના નિયમમાં છૂટ આપવા યોજના ઘડી રહ્યું છે જે કોરોનાથી બચાવ માટે બંને વેક્સિન લઈ ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ કરવા સંબંધિત પ્રતિબંધો અંગે જોનસન સોમવારે આદેશ જારી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો